SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ D ૧૨૧ કનકરથ પાસે પ્રત્યક્ષ થાય છે. આ રીતે કનકરથને ઋષિદત્તાનો મેળાપ થયો પણ મુનિ મિત્રનો વિયોગ અને સતત ડંખતો હતો, તેથી ઋષિદત્તાએ અંતે એનું રહસ્ય પ્રગટ કર્યું અને ખિમણિને માફ કરી પોતાના સરખી જ ગણવાનું માગી લીધું. આ પછી એ ત્રણે રથમદનપુર ગયાં. પિતા હેમરથે ઋષિદત્તાની માફી માગી કનકરથને રાજ્ય સોંપી, સંયમજીવન સ્વીકાર્યું. જયવંતસૂરિએ આ કથાને એક પ્રણયકથા તરીકે ઉઠાવ આપ્યો છે. પાત્રચિત્રણ તરફ વધારે લક્ષ આપી હરિષણની વાત્સલ્યપ્રીતિને, કનકરથની સ્નેહાદ્ધતાને, વનબાલિકા ઋષિદત્તાના કોમલ, ઉદાર, સકલ સૃષ્ટિ પ્રત્યે પ્રેમ ધરાવતા વ્યક્તિત્વને, ખિમણિનાં અસૂયા અને વેરભાવને તથા સુલસાની દુષ્ટતા અને ભયંકરતાને મૂર્તિમંત કર્યા છે. પ્રેમ, પ્રેમભંગ, દ્વેષ, વેર આદિના સઘળા. પ્રસંગોને ઘટતો ન્યાય આપી એક રસભરી સુઘડ કથાનું નિર્માણ કર્યું છે. “શૃંગારમંજરી'માં જયવંતસૂરિની કવિપ્રતિભાનો ઊછળતો ઉન્મત્ત પ્રવાહ છે. તો ‘ઋષિદત્તા રાસ'માં સ્થિર, સમથળ પ્રવાહ છે, જે એ કૃતિને એક રમણીય રચના રૂપે ધ્યાનાર્હ બનાવે છે. સ્થૂલિભદ્ર મોહનવલિ (૧૫૮૭) ૩૨૫ ગ્રંથાઝની આ કૃતિ મુદ્રિત થઈ નથી અને એના વિશે વિશેષ માહિતી પ્રાપ્ય નથી. સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ ૧૪૭ કડીની આ કૃતિ બે ખંડમાં વહેંચાયેલી છે. પ્રથમ ખંડમાં સ્થૂલિભદ્ર-કોશાનાં મિલન અને સંયોગશૃંગારનું આલેખન થયું છે. બીજા ખંડમાં સ્થૂલિભદ્રના રાજમંત્રીપદ ન સ્વીકારતાં દીક્ષા લઈ લેવાના પ્રસંગનું, કોશાના વિરહશૃંગારનું અને સ્થૂલિભદ્ર એને ભવને ચાતુમસ ગાળવા આવતાં એના પ્રતિબોધનું આલેખન થયું છે. શિકારેથી પાછા વળતા સ્થૂલિભદ્ર કોશાની નજરે ચડે છે અને એ મોહ પામે છે ત્યાંથી વૃત્તાંત શરૂ થાય છે. સંયોગશૃંગારમાં આલિંગન આદિ કામચેષ્ટાઓનું પ્રબલ આલેખન આ કૃતિની વિશેષતા જણાય છે. કોશાના મુખથી માંડીને કેશપાશ, નેત્ર, કપોલ, અધર, કંઠ, હસ્ત, કટિ, નાભિ, જંઘા વગેરે સર્વ અંગોની શોભાનું વર્ણન થયું છે તે એમાંની રસિક વિગતો અને રમણીય અલંકારરચનાઓને કારણે ધ્યાનાકર્ષક બન્યું છે. કૃતિની ભાષામાં રાજસ્થાની, હિંદી ઉપરાંત ફારસી શબ્દપ્રયોગોને કારણે એક જુદો જ રણકો આવ્યો છે. નેમિનાથ રાજિમતી બારમાસ વેલ પ્રબંધ તોટક-દુહા-દેશીબદ્ધ ૧૨૯ કડીનું આ કાવ્ય સાહિત્યિક પરંપરા અનુસાર બાર માસનું વર્ણન કરે છે તે ઉપરાંત વર્ષાચાતુમસ, શીતચાતુર્માસ અને ગ્રીષ્મચાતુમસિનો નિર્દેશ કરી ઋતુવર્ણનના કાવ્ય તરીકે પણ આપણી સમક્ષ રજૂ થાય છે. ૮૧ કડી સુધી શ્રાવણથી શરૂ કરી બાર માસનું વર્ણન થયું છે, તેમાં Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy