SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય બળી મરવા તૈયાર થાય છે, તો મિત્રવિયોગે પણ ભારે અવસાદ અનુભવે છે. હરિષણના સાધુજીવનમાં પણ પુત્રી પ્રત્યે એવી આસક્તિ છે કે પુત્રીને સાસરે જવાનું થતાં એ ભાંગી પડે છે ને આત્મહત્યા વહોરે છે. આ કૃતિમાં પણ સંયોગશૃંગાર અલ્પ આલેખાયો છે અને વિરહશૃંગાર - આકર્ષણ, ઉત્સુકતા, સ્મરણ, વિયોગદુખ વગેરે રૂપે – કંઈક વિસ્તારથી અને વારંવાર આલેખાયો છે પણ તે ઉપરાંત જુદા જુદા પ્રસંગે રૌદ્ર, બીભત્સ, ભયાનક, અભુત અને શાંત રસનાં ચિત્રો દોરવાની તક પણ કવિએ લીધી છે. આ રીતે હાસ્ય અને વીર સિવાયના સર્વ રસો અહીં સ્થાન પામ્યા છે એમ કહેવાય. સંક્ષિપ્ત પણ વસ્તુદ્યોતક વર્ણનો, બહુધા પરંપરાગત પણ ચિત્રવિધાયક અને ભાવપોષક અલંકારો, પ્રસંગાનુરૂપ સુભાષિતોની ગૂંથણી, રૂઢોક્તિઓ, લૌકિક દૃષ્ટાંતો આ બધું અહીં છે જ ને વધારામાં થોડોક વિસ્તૃત ધર્મબોધ – કર્મફળ, સંસારની અસારતા વગેરે વિશેનો – પણ છે, પરંતુ કૃતિની ભાવસુષમાં અવિછિન્ન રહે છે. અનુરૂપ છંદ-લયયોજના એમાં ઉપકારક બને છે. કથા કૌતુકરસિક છે ને કંઈક ઘટનાબહુલ પણ છે. કાબેરી નગરની રાજકુંવરી રખિમણીને પરણવા જતો રાજકુંવર કનકરથ રસ્તામાં, તાપસજીવન ગાળતા હરિષણની પુત્રી ઋષિદત્તાથી આકર્ષાય છે. અને એને પરણે છે. હરિર્ષણની પત્ની મૃત્યુ પામી હતી અને સાધુજીવન સ્વીકાર્યા પછી પુત્રીનો જન્મ થવાથી અન્ય મુનિઓએ એમનો સંગ છોડી દીધો હતો. પરિણામે એ એકલવાયું જીવન જીવતા હતા અને એમને માટે પુત્રી જ જાણે જીવનનું અવલંબન હતી. આથી પુત્રીને જમાઈને સોંપીને એ અગ્નિપ્રવેશપૂર્વક મૃત્યુને વરે છે. પિતાના મૃત્યુથી દુઃખિત ઋષિદત્તાને સાંત્વન આપી કકરથ એને પોતાને નગર લઈ જાય છે. આ બાજુ ઋષિદત્તાને કારણે કનકરથથી તરછોડાવાથી રખિમણિ એના પર ક્રોધે ભરાય છે ને એના પર વેર લેવા યોજના ઘડે છે. એ તુલસા યોગિનીને સાધે છે, જે રિપુમદન નગરીમાં હત્યાનો આતંક ફેલાવી ઋષિદત્તા પર એનું આળ ચડાવે છે. કનકરથને ઋષિદત્તા પર વિશ્વાસ હોવા છતાં એના પિતા સુલતાની કપટજાળમાં ફસાઈ ઋષિદત્તાને કાઢી મૂકે છે. ઋષિદત્તા વનમાં પિતાના આશ્રમમાં પિતાએ આપેલ ઔષધિથી પુરુષ બની અનિવેશે રહે છે. હવે કનકરથ માટે રૂખિમણિનું ફરીને માગું આવે છે. પિતા કનકરથને દબાણ કરી પરણવા મોકલે છે. રસ્તામાં વનમાં મુનિવેશે રહેલી ઋષિદત્તાનો મેળાપ થાય છે અને એના વ્યક્તિત્વથી એ અંજાય છે. એને પોતાની સાથે કાબેરી નગરી લઈ જાય છે. ત્યાં લગ્ન પછી રુખિમણિ કનકરથ સમક્ષ પોતે ઋષિદત્તા પર કેવી રીતે વેર વાળ્યું એનો ઘટસ્ફોટ કરે છે અને કનકરથ આઘાત પામી બળી મરવા તૈયાર થાય છે. મુનિશે રહેલી ઋષિદરા પોતે યમને ત્યાં જઈ ઋષિદરાને મોકલશે એવું એને આશ્વાસન આપી વારે છે અને પડદા પાછળ જઈ પોતાનું અસલ રૂપ ધારણ કરી એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy