________________
ઉદયરત્નકૃત “નેમિનાથ તેરમાસા' D ૩૨૩
રાજિમતીના અંતરની વ્યાકુળતા અને તલસાટ ધીમેધીમે બળવત્તર બનતાં જાય છે. કારતકનો આ સંદર્ભ જુઓ :
* પંખી પ્રયાણ-વસે થયાં, ન રહે મુઝ મન ઠાય,
પંખ હોઈ તો ઉડી મિલું, ભેટું યાદવરાય. * મુખિ નીસાસા રે મેલતાં, રાત્ય ન ખૂટે રેખ,
ચંદો રથ થંભી ગયો, મોહ્યો મુઝ મુખ દેખ. (નં.૮/૩–૬) નેમિનાથના મિલન અર્થે રાજિમતી કંઈકંઈ ઉપચાર યોજવા માંડે છે. એવા બે વસ્તુસંદર્ભે કવિ લોકસાહિત્યમાંથી લઈ આવ્યા છે. એ પૈકીનો એક છે નાયિકાની વાયસને અરજ ! બીજો સંદર્ભ છે જોસીડાના જોષ. રાજિમતીની વિરહથી કુશ થયેલી કાયાના વર્ણન સાથે એ સંદર્ભે જોડાઈને આવ્યા છે ?
પંજર પગ મંડિ નહી, સિથલ થયા સંધાણ, નેમ વિના ઘટમાં સખી ! કિમ રહેસે આ પ્રાણ ? વાયસને કરિ વીનતી “સૂર્ણ સ્વામી દ્વિજરાજ ! જો પ્રીલ દેખો આવતો, ઊડી બેસો આજ. રૂપે મઢાવું રે પાંખડી, સોને મઢાવું ચાંચ,
લાવ જો પીઉનો સંદેશડો, અવધ આપું દિન પાંચ. (નં.૯/૩–૫) આટલા વૃત્તાંત પછી જોષ જોવડાવવાનો પ્રસંગ એકદમ સંક્ષિપ્ત પણ કંઈક નાટ્યાત્મક ઉઠાવી લે છે. પ્રકૃતિવર્ણનના વિસ્તૃત સંદર્ભો વચ્ચે એ એક ગતિશીલ દૃશ્ય રજૂ કરે છે.
શ્રીફલ ફોકલ લઈને જોસીને પૂછવા જાય ? કબ આવે મુઝ નાહલો ? કહો, સ્વામી, સમઝાય' જોસી કહે જોઈ ટીપણું : “વચમાં દીસે વિલંબ.”
ધ્રુસકીનિ ધરણી ઢલિ, દૈવને દે ઓલંભ. (નં.૯/૬-૭) માહ મહિનાની પશ્ચાદભૂમિકા પર રાજિમતીના અંતરની ગૂઢ ઝંખના કવિએ સ્વપ્નદ્રશ્ય દ્વારા વ્યક્ત કરી છે. સ્વપ્નના મિથ્યાપણાના ભાન સાથે રાજિમતીની વ્યથા અસાધારણ ઉત્કટતાથી છતી થાય છે ?
મધ્યા નિસા સમિ માનની સુપનમાં દેખિં નાથ, જાણ્યું જીવન ઘરિ આવ્યા, ઝાલ્યો છિ મુઝ હાથ. મનસું મહાસુખ ઉપનું, વિલગી રહી પીઉ કંઠ, સુરત સંભોગ તણિ સમે, પડી પ્રેમની ગંઠ. નયણ ઉઘાડીને નીરખતાં, પાસ ન દીઠો નાથ,
હૈ હૈ દેવ ! કહ્યું કર્યું?” મસ્તક દીધો હાથ. (ખ.૧૧/૪–૮) અંતે, નેમિનાથ-રાજિમતીનું મિલન થાય છે ! જૈન પરંપરાને અનુરૂપ, રાજિમતી મુક્તિ પામે છે, અને શાશ્વત સુખમાં પ્રવેશે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org