________________
મધ્યકાલીન ગુજરાતી જૈન ગદ્યસાહિત્ય ૨૧
આવા મધ્યકાલીન ટબાઓ પણ ઠીકઠીક પ્રમાણમાં મળે છે. મધ્યકાલમાં બાલાવબોધો' વિપુલ પ્રમાણમાં લખાયા છે. બેશક, પ્રસિદ્ધ બહુ ઓછા થયા છે. આ પ્રસિદ્ધ ‘બાલાવબોધો વિભિન્ન ગ્રંથભંડારોમાં સચવાયેલા પડ્યા છે. જે થોડા પણ પ્રસિદ્ધ થયા છે તે વિવરણ અને ત્યાં-ત્યાં મૂકવા જેવાં વાત્તરૂપ દૃષ્ટાંતો બાલાવબોધોના શબ્દસમૂહ ઉપરાંત ગદ્યનો વિકાસ થતો આવ્યો છે તે વ્યવસ્થિત રીતે બતાવે છે. અહીં પ્રસિદ્ધ થયેલા થોડા બાલાવબોધોના સ્વરૂપનો ખ્યાલ આપવાનો પ્રયત્ન એના સ્વરૂપ વિશે આપણને માર્ગદર્શન આપશે. નોંધપાત્ર તો એ છે કે “બાલાવબધો'માં સૌથી જૂનો પ્રાપ્ત થયેલ, સં.૧૪૧૧ (ઈ.સ.૧૩પપ)ના દિવાળીના દિવસે પૂરો થયેલ, ખરતરગચ્છના તરુણપ્રભસૂરિનો રચેલો “પડાવશ્યક બાલાવબોધ (અથવા શ્રાદ્ધ-ષડાવશ્યક સૂત્ર બાલાવબોધી' જાણવામાં આવ્યો છે, જેનો કેટલોક ભાગ સ્વ. મુનિશ્રી જિનવિજયજીએ પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભમાં ગુજરાત વિદ્યાપીઠ તરફથી પ્રકાશિત કરેલો, ને પછીથી ડૉ. પ્રબોધ પંડિતે આખોયે સંપાદિત કરી પ્રગટ કર્યો છે. પ્રાચીન ગુજરાતીની એટલેકે ગૌર્જર અપભ્રંશની બીજી ભૂમિકામાંથી ભાષા ગુજર ભાખા” કિંવા “મધ્યકાલીન ગુજરાતીમાં પરિણત થતી જોવા મળે છે. એની સૌથી જૂની હસ્તપ્રત સં. ૧૪૭૩ (ઈ.સ.૧૪૧૭)ની છે.
અહી જિ જંબૂ દ્વીપ માહિ ભરતક્ષેત્ર માહિ મગધનામિ જનપદુ છઈ. તિહાં વિજયવતી નામિ નગરી તિહાં નરવર્મ નામિ રાજા રતિસુંદરી નામિ મહાદેવી હૂંતી.” (આપણા કવિઓ, પૃ.૩૬૨) આ વાંચતાં વાર્તાના ગદ્યની ભાષાનો ખ્યાલ આવી જશે.
મેરૂતુંગસૂરિ (સ્વ.સં.૧૪૭૧–ઈ.સ.૧૪૧૫)ના ‘વ્યાકરણચતુષ્ક બાલાવબોધ’ અને ‘તદ્ધિત બાલાવબોધ' (જે. ગૂ.ક. ૧, પૃ.૩૭) જાણવામાં આવ્યા છે, જે વિવરણાત્મક હોય એમ લાગે છે.
ભાષાનું વૈયાકરણીય માળખું કેવું હતું એ જોવું હોય તો સં.૧૪૫૦ (ઈ.સ. ૧૩૯૪) માં કુલમંડનસૂરિએ રચેલા “મુગ્ધાવબોધ ઔક્તિક' સંજ્ઞાના સંસ્કૃત લઘુવ્યાકરણથી સુલભ છે, જેની હસ્તપ્રત ગુજરાત વિદ્યાસભાના ભો.જે. વિદ્યાભવન, અમદાવાદના સંગ્રહમાં છે. અને એના ઉપરથી વર્ષો પૂર્વે સ્વ. હરિ હર્ષદ ધ્રુવે પ્રાચીન ગુજરાતી સાહિત્ય રત્નમાલા. ભાગ ૧'માં પ્રથમ વાર પ્રસિદ્ધ કરેલું, એનો થોડો અંશ સ્વ. મુનિ જિનવિજયજીના “પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભમાં પણ છપાયેલ. - સાધુરત્નસૂરિનો “નવતત્ત્વવિવરણ બાલાવબોધ' (સં.૧૪૫૬ ઈ.સ.૧૪00 આસપાસ), કોઈ અજ્ઞાતનો “શીલોપદેશમાલા બાલાવબોધ' (સં.૧૪ ઈ.સ.૧૪૧૦), આ બે બાલાવબોધો પછી સોમસુંદરસૂરિના “ઉપદેશમાલા બાલા., (સ. ૧૪૮૫ઈ.સ. ૧૪૨૯),' “ષષ્ટિશતક બાલા.” (સં. ૧૪૯૬ઈ.સ. ૧૪૪૦),' યોગશાસ્ત્ર બાલા.” (વર્ષ નથી), “ભક્તામરસ્તોત્ર બાલા.” (વર્ષ નથી),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org