________________
મધ્યકાલીન ગુજરાતી જૈન ગદ્યસાહિત્ય
કેશવરામ કા. શાસ્ત્રી
વધું વીના નિર્ષ વતિ સંસ્કૃત ભાષામાં કવિઓને માટે ગદ્યલેખન કરવું એ કઠિન છે. તેથી તો સંસ્કૃત ભાષામાં કાવ્યશાસ્ત્રની દૃષ્ટિએ થયેલાં ગદ્યકાવ્યોની સંખ્યા ઘણી જ થોડી છે. નાટ્યસાહિત્યમાં સંવાદો બધા ગદ્યમાં હોય છે અને એમાં પ્રસંગવશાત્ પદ્યો પણ આપવામાં આવેલાં હોય છે. સંસ્કૃત ભાષા ખૂબ વિકસિત હોઈ અને એનો શબ્દસમૂહ વિશાલ હોઈ, પયયિોની પણ વિપુલતા હોઈ સંસ્કૃત કવિઓને માટે ગદ્યલેખનમાં રસ અને અલંકારો વ્યક્ત કરવાની પ્રબળ સુવિધા છે. આર્યકુળની વૈદિકી ભારતી ભાષામાંથી એ કુળની અનેક પ્રાકૃત ભાષાઓનો વિકાસ થયો છે. પ્રાકૃત ભાષાઓમાં પણ લલિત સાહિત્ય વિપુલ પ્રમાણમાં વિકસ્યું છે. પણ મોટા ભાગનું પ્રાયઃ માત્રામેળ છંદોમાં રચાયું છે, પણ ગદ્યસાહિત્ય અત્યંત મર્યાદિત સ્વરૂપમાં છે.
આપણે જાણીએ છીએ કે વિભિન્ન પ્રાકૃત ભાષાઓમાંથી વિકસેલા અપભ્રંશોમાંથી આર્યકુળની અર્વાચીન ભાષાઓ અને બોલીઓ અસ્તિત્વમાં આવી છે, જેઓનો પણ ઇતિહાસ ૮૦૦-૧૦૦૦ વર્ષો જૂનો છે. એમાં પણ કાવ્યો રચાતાં આવ્યાં છે, પરંતુ ગદ્યકાવ્યો તો નથી જ વિકસ્યાં. ગદ્ય જે કાંઈ જોવા મળે છે તે અત્યંત સ્વલ્પ અપવાદે, કાવ્યત્વ ધરાવતું નથી, પણ સામાન્ય વ્યાવહારિક લેખન પ્રકારનું છે. “ગુવવિલીઓ-પટ્ટાવલીઓ' “મુક્તાવલી' ‘વચનિકાઓ' “અવસૂરિઓ વિવરણો’ ‘ટબા(સ્તબકો)' બાલાવબોધો' “કથાઓ-વાર્તાઓ' જેવાં સાદાં ગદ્ય લખાયાં છે. સંસ્કૃત-પ્રાકૃતના અનુવાદો પણ ગદ્યમાં લખાઈ આવેલા છે. આ બધાં ગદ્યલેખનોનું મહત્ત્વ કોઈ સાહિત્યપ્રકાર કરતાં ગધલેખનના વિકાસ અને શબ્દકોશની દૃષ્ટિએ રહેલું છે. કથા-વાતઓિ ગદ્યમાં તો અત્યંત સ્વલ્પ પ્રમાણમાં લખાઈ છે. પણ અનુવાદના રૂપમાં તેમ વિવરણના રૂપમાં લખાયેલા બાલાવબોધોમાં વાર્તાઓ દૃષ્ટાંત તરીકે આપવામાં આવી છે. આ ગુજરાતી ભાષામાં વિકસેલી લલિત વાર્તાઓનાં બીજ વાવી ગઈ છે એ નોંધવા જેવું છે.
મધ્યકાલીન જૈન ગદ્યલેખનમાં ‘ટબા-સ્તબકો'નો એક પ્રકાર છે તેને શુદ્ધ ગદ્ય ન કહી શકાય. કારણકે સંસ્કૃત-પ્રાકૃત ધર્મગ્રંથોનો શબ્દશઃ અનુવાદ આપતાં શ્લોક અને ગાથાઓની પ્રત્યેક પંક્તિમાંના મૂળ શબ્દોને મથાળે તે-તે શબ્દની રીતે ભાષામાં અર્થ લખેલો હોય છે, જેના અન્વય કરવાથી સળંગ વાક્યો ઊભાં થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org