________________
મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યમાં હાલરડાં ! પ૯
બાળ મહાવીરનાં અંગોનાં સુંદર રમ્ય ચિત્રો ઊભાં કરવામાં આવ્યાં છે. અહીં આવે કશું નથી. અન્ય હાલરડાંની સરખામણીમાં આ કદમાં પણ ખૂબ નાનું છે. એકદમ સીધી-સરળ ગતિએ ચાલે છે. એવી કોઈ કલ્પનાભરી કે ચમત્કૃતિભરી સૃષ્ટિનું આલેખન નથી. છતાંય તે વાત્સલ્યભાવમાં સ્નાન કરાવે છે અને અંતે સહજ ગતિએ મહાવીરસ્વામીના ભક્તિભાવમાં તે આપણને ખેંચી જાય છે તે નોંધપાત્ર બાબત છે.
આમ, અહીં મળતાં ચારેય હાલરડાં તેમાંના સ્વભાવોક્તિભર્યા અનેક ચિત્રો અને વાત્સલ્યભાવને કારણે હૃદયસ્પર્શી બન્યાં છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આ હાલરડાં તેની કાવ્યાત્મકતાને કારણે ઊંચું સ્થાન ધરાવે તેવાં છે. બીજી રીતે કહીએ તો વાગોળવી ગમે તેવી આ કાવ્યકૃતિઓ છે.
સંદર્ભ (બધા સંદર્ભે નોંધ્યા નથી.) ૧. જૈન ઐતિહાસિક રાસમાળા : ૧, સં.મો.દ. દેશાઈ, સં. ૧૯૬૯. ૨. જૈન કાવ્યસંગ્રહ પ્ર. કીકાભાઈ પરભુદાસ, ઈ.૧૮૭૬. ૩. બૃહત્ કાવ્યદોહન : ૨, સં. ઇચ્છારામ સૂ. દેસાઈ, ઈ.૧૮૮૭, ૪. જિનેન્દ્ર ભક્તિપ્રકાશ, પ્ર. માસ્તર હરખચંદ કપૂરચંદ, ઈ.૧૯૩૮ (બીજી આ.) પ. જૈન રત્નસંગ્રહ સં. શ્રીમતી પાનબાઈ, ઈ. ૧૯૩૧. ૬. શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ, પુ.૧૦, અંક ૧૦-૧૧, ઑક્ટો.-નવે.૧૯૧૪, પૃ.૫૩૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org