SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય પર્યતારાધના અથવા આરાધના બાલા.' (વર્ષ નથી), “પડાવશ્યક બાલા.” (વર્ષ નથી), “વિચારગ્રંથ બાલા.” (વર્ષ નથી) અને “નવતત્ત્વ બાલા.” (સં.૧૫૦૨/ ઈ.સ.૧૪૪૬) એ આઠ જેટલા મળે છે. આમાંથી “ષષ્ટિશતક' સંપૂર્ણ અને ‘ઉપદેશમાલા” તથા “યોગશાસ્ત્ર' થોડો ભાગ છપાયેલ છે. આમાં વિવરણ સાથોસાથ કેટલીયે સુંદર દૃષ્ટાંતકથાઓ આપવામાં આવેલી છે. ભાષા કેવી સરળ છે! “કાદંબરી અટવીઈ વટવૃક્ષ બે સૂડા સગા ભાઈ હૂતા. એક સૂડઓ ભલે લીધઓ. પર્વતપાલિ માંહિ બાંધિઓ તેહ જાણી ગિરિ-શુક કહીવરાઈ. બીજઓ સૂડઓ તાપસે લીધઓ તેહના તપોવન માંહિ લાધિઓ તેહ ભણી તે પુષ્પશુક કહી.” સં. ૧૫૦૬ (ઈ.સ. ૧૪૫૦)ની હસ્તપ્રતનો આ પાઠ ભાષા કેટલી અર્વાચીનતા તરફ વળાંક લઈ રહી છે એ જોવા મળે છે. (પ્રાચીન ગુજરાતી ગધસંદર્ભ, પૃ.૯૦) કોઈ દયાસિંહના “સંગ્રહણી બાલા.” (સં.૧૪૯૭ઈ.સ.૧૪૪૧) અને “ક્ષેત્રસમાસ બાલા.” (સં. ૧૫૨૯ઈ.સ.૧૪૭૩) એ બે બાલાવબોધ છે, જેમાં ભાષા અર્વાચીનતા તરફ ઢળતી જોવા મળે છે. જેવી કે – શ્રી ક્ષેત્ર માસની વૃત્તિ શ્રી મલયગિરિ આચાર્ય પ્રૌઢ મોટી કીધી છઈ... બીજે કેતલે આચાર્ય આપણી આપણી બુદ્ધિનઈ નવાં નવાં સૂત્ર રચા છઇ. નવી નવી વૃદ્ધિ કીધી છઇ. હવડાં...' વગેરે (જે.ગૂ.ક. ૧, પૃ.૬૩) માણિકસુંદરગણિનો ‘ભવભાવના બાલા. (સં.૧૫૦૧/ઈ.સ.૧૪૪૫), મુનિસુંદરસૂરિશિષ્યનો “કલ્યાણમંદિર બાલા.” (સમકાલીન), હેમહંસગણિનો પડાવશ્યક બાલા.” (સં. ૧૫૦૧ ઈ.સ. ૧૪૫), જિનસૂર(?)નો ‘ગૌતમપૃચ્છા બાલા.” (સં.૧૫૦૫ ઈ.સ. ૧૪૪૯ આસપાસ), અજ્ઞાતનો “કાલિકાચાર્ય કથા બાલા.” (સં. ૧૫૧૧/ઈ.સ.૧૪૫૫ પહેલાં.), ‘પડાવશ્યક બાલા.” (સં. ૧૫૧૨ ઈ.સ. ૧૪૫૬) સંગદેવગણિનો પિંડવિશુદ્ધિ બાલા.” (સં. ૧૫૧૩/ઈ.સ. ૧૪પ૭). ધર્મદેવગણિનો “ષષ્ટિશતક બાલા.” (સં. ૧૫૧૫/ઈ.સ. ૧૪૫૯), રામચંદ્રસૂરિનો ‘કલ્પસૂત્ર બાલા.” (સં. ૧પ૧૭/ઈ.સ. ૧૪૬૧ પહેલાં), જયચંદ્રસૂરિનો ચઉસરણ અધ્યયન બાલા.” (સં. ૧૫૧૮ઈ.સ.૧૪૬૨ પહેલાં), મેરુસુંદરના “શત્રુંજય સ્તવન બાલા.” (સં.૧૫૧૮ ઈ.સ. ૧૪૬૨) “શીલોપદેશમાલા બાલા.” (સં. ૧૫૨પ/ઈ.સ.૧૪૬૯), “ષડાવશ્યકસૂત્ર અથવા શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર બાલા.” (સં.૧૫૨૫ ઈ.સ. ૧૪૬૯), પુષ્પમાલા બાલા.” (સં. ૧૫૨૮ ઈ.સ. ૧૫૭૨), પંચનિગ્રંથી બાલા.” (વર્ષ નથી), “યોગશાસ્ત્ર બાલા. અથવા યોગપ્રકાશ’ (વર્ષ નથી), ભક્તામર પર કથા અથવા ભક્તામરસ્તોત્ર બાલા.” (વર્ષ નથી), કપૂરપ્રકર બાલા.” (સ.૧૫૩૪ ઈ.સ.૧૪૭૮ પહેલાં), ષષ્ટિશતક વિવરણ” (વર્ષ નથી, મુદ્રિત), વૃત્તરત્નાકર બાલા.' (વર્ષ નથી), “ભાવારિવારણ બાલા.' (વર્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy