________________
૧૪૪ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
એકેકે તુઝ બોલડે જીવ કરું ખુરબાન, ગુણ સઘલા ઇણિ તનિ મિલ્યા, અવર ટળ્યાં ઉપમાન. ૬૯ કઈ વઇરિએ કઈ વેધડઇ, માણસ આવઈ ચિત્તિ, માહરઈ મનિ બહુ પર તું ખટકઈ દિનરત્તિ. ૭૪ સાહમાનઉં ન લહઈ અવટાયું, આપ સરંગ રાઇ, એક એક-વેધઈ ખઇતું જાઈ, સાતમું એક તનિ માચઇ. ૮૭ એવડું જોર કિસ્યું દાસી મ્યું? કીડીનઈ ફોજ કીસ ? તરણા ઉપરિ કરું રે કુહાડઉ ? ઉત્તમ થોડી રીસ. ૯૩ પહિલઉં પ્રીતિ-અંકુરડુ હો, તઈ રોપ્યઉ નયણેણ, મઈ મન-મંડપ મોટી કરિઉ હો, હવઇ તુ છેદઈ કેણિ? ૯૭ અવર પુરુષ કહું? તું સાહિબ, તુઝ પય-નખકી દાસી. ૯૯
(બારમાસ) રે દૈવ તઇ એક દેસડઈ, ન કીયા દોઇ અવતાર, દિન પ્રતિ નયનમેલાવડ, સંતોષ હુંત અપાર. ૩ ગૂંથી તુઝ ગુણફૂલડે, નામમંત્ર તુઝ એહ રે, વિરહ તણાં વિષ ટાલિવા, હું જપું નિસિદીહ રે. ૧૫ વિરહવિછોડીઆ માણસાં, થોડા મેલણહાર રે, આપ સમી લહઈ વેદના, તસ્ય જાઉં બલિહારિ રે. ૨૨ આણી વાટઈ જાણું આવસઈ, તિણિ વેલિઇ રહું બારિ, આસ્યાબંધૂ મન રહઈ રે. ન લહઈ અસૂરસવાર. ૨૫ કિહાં સૂરિજ કિહાં કમલિની રે, કિહાં મેહ કિહાં મોર, દૂરિ ગયાં કિમ વિસરાઈ રે, ઉત્તમ નેહ સ જોઇ. ૨૮ અક્ષર બાવન ગુણ ઘણા તુ, કહુ તાં કેતા લિખી રે, થોડઈ ઘણું કરી જાણયો. સુખ હોસ્પઈ તુમ્હ દેખાઈ રે. ૩૩ મનિ જે ઊપજઈ વાતડી, તે લેખમાં ન લખાઇ રે, પાપી દોષી જન ઘણા તુ. મિલ્યા પાખઈ ન કહિવાઇ રે. ૩૪ મન માહિ વાચી રાખયો, લાખ ટંકાનું લેખ રે, વિરહાથિ રખે પડઇ, રખે કોઇ દુરજન દેખાઈ રે. ૩૫
(સીમંધરસ્વામી લેખ) લોકલાજ તિજીનાં માય, પ્રિક કેડિ ભમ્ ઇમ થાય. ૧૨ તે સાજન કિમ વીસરઈ, જસ ગુણ વસિયા ચિંતિ, ઊંઘ માંહિ જુ વીસરઈ, સુહુણા માંહિં દીસંતિ. ૧૪ પાપી રે ધૂતારાં સુહણડાં, મુઝ મ્યું હાસું છોડિ, કરઈ વિહોહ જગાવીનઈ, સૂતાં મૂકઈ જોડિ. ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org