________________
પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ ! ૧૪૩
ઉદ્દગારો જ રજૂ થયા છે. અજિતસેન-શીલવતીને વિયોગની ઘડી આવે છે ત્યારે અને એમની વિયોગાવસ્થામાં એમના ઉદ્ગારોથી જ કામ લેવામાં આવ્યું છે તો. સાર્થવાહ-પાતાલસુંદરીને પરસ્પર થયેલી આસક્તિ, છૂટા પડવાની સ્થિતિ આવતાં થયેલી વ્યથા, રાજાને પણ મિત્ર સાર્થવાહ સ્વદેશ જતાં ઊપજેલો વિષાદ વગેરે સઘળું ઉદ્દગારો રૂપે જ આપણી સમક્ષ આવે છે. આ ઉદ્ગારો મનોમન હોય છે કે પ્રિયતમને સખીને અથવા ચંદ્ર વગેરેને સંબોધન રૂપે. એમાં દૃષ્ટાંતો, અન્યોક્તિઓ, લંગોક્તિઓ. લોકોક્તિઓ, વ્યવહારનુભવની વાતો, સુભાષિતો વગેરે ગૂંથાય છે અને અભિવ્યક્તિનું અદ્ભુત વૈવિધ્ય અને અનન્ય માર્મિકતા સિદ્ધ થાય છે. મનોભાવછટાઓ તો સાગરનાં મોજાંની જેમ અવિરતપણે એક પછી બીજી એમ અપરંપાર આવ્યું જાય છે – અભિલાષ-આરત, વિક્ષોભ-વિકલતા, દૈન્ય-અપરાધભાવ, ઇષ-અભિમાન, પરિતાપ-પશ્ચાતાપ, પ્રેમદુહાઈ-પ્રેમભગ્નતા, આશાનિરાશા-પ્રતીક્ષા, પ્રેમપરવશતા-અસહાયતા-અધીરાઈ, રસ-રોષ, વિનયઅનુનય, પ્રિયજનપ્રશંસા-નિંદા-ઉપાલભ, તર્કો-તરંગો, સ્મરણ-નિવેદન, ચિંતાભય વગેરેવગેરે. જુદીજુદી કૃતિઓમાં પુનરાવર્તિત થવા છતાં ભાવછટાઓ અને ઉક્તિછટાઓના વૈવિધ્યની અહીં પૂરી નોંધ લેવાનું અને એની રસાત્મકતાકલાત્મકતા ફુટ કરવાનું શક્ય નથી. એટલે “શૃંગારમંજરી'નાં મનોભાવનિરૂપણોની નોંધ એ વિશેની લઘુ પુસ્તિકા (જયંત કોઠારી, ૧૯૮૭)માં થઈ ગયેલી હોઈ એ સિવાયની કૃતિઓમાંથી નમૂના રૂપે કેટલાક ભાવોદ્ગારો જોઈએ ?
વરસાલઈ સાલઈ ઘણું, જે વાલિંભ પર-તીરિ, ઊડી તબ હી જાઈઇ, જઉ હુઈ પંખ સરીરિ. ૧૦ વિજલીયાં ચમકતિ કિ કલમલ હુઈ હઈયા , દાધા ઊપરિ લૂણ લગાવઈ બાપહીયા રે. ૧૫ સો બાંઠા, સો સોવતાં, સો ભમતાં, સો વાતિ, સો ચિંતન, જગ સોઈ-મય, સો સો દિવસ નઈ રાતિ. ૪૨ વિરહઈ વાધાં પાપિણી, સંગમિ વહિલ વિહાઇ.. એ તિ સ્વારથ-વઇરિણી રયણી ફીટલ, માય ! ૪૭ ઊમાહીયાં મન-માંહિ રહી, જેમ પંખી પાંજરઇ, દેસાઉરી સે સજન મેર, સાસ પહિલા સાંભરઈ. ૫૦ ફાગુણિ હોલી સહૂ કરઈ, વછડ્યાં હી બારઇ માસ. ૫૮ પ્રીતિ પ્રીતિ સહૂ કો કહિ, અચ્છે તુ જાણવું વઈર, દાઝીદાઝી તે મરઇ, ચહિ અંગારા ખઇર. પ૯ લોહિ રે ઘડ્યું રે હીયા, કઈ ઘડીઉં વયરેણ, નેહ-ધીમું ફાટું નહીં. વાલિંભવિરહ ઘણણ. ૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org