________________
૧૪૨ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
ઉઘડ્યાં આનંદ કેરડા હાટ, તું દીઠાં સવિ ટલ્યા રે ઉચાટ, ૫. પ્રિન્ટ ગુણસોભાગ સમીહિત આપુ જયવંત રાજે થિર કરી થાપુ. ૬. પ્રિન્ટ
(ગીતસંગ્રહ-૪, મહાવીર ગીત) છલકાતાં વિરહભાવનિરૂપણો : નવોદિત પ્રેમની પીડા
વિરહભાવનાં નિરૂપણોથી તો જયવંતસૂરિની કૃતિઓ છલકાય છે. વિપ્રલંભશૃંગારના બે પ્રકારો છે - એક, અભિલાષનિમિત્તક એટલેકે જેમાં મિલન પૂર્વેની અભિલાષાની સ્થિતિ વર્ણવાઈ હોય અને બે, વિયોગનિમિત્તક એટલે જેમાં મિલન પછીના વિયોગની સ્થિતિ વર્ણવાઈ હોય. પ્રભુપ્રાર્થનાનાં ઘણાં ગીતો તથા સીમંધરસ્વામી લેખ' વગેરે ઘણાં કાવ્યો અભિલાષપ્રીતિને, પ્રભુમિલનની ઝંખનાને વ્યક્ત કરે છે. સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ'માં સ્થૂલિભદ્રને જોઈને કોશાના હૃદયમાં પ્રેમ જાગે છે ને એ ઉત્કટ અનંગપીડા અનુભવે છે એનું ચિત્રણ થયેલું છે ?
મયનહ નવમ દશા કોશિ પાઈ, પિઉ પિઉ જપતઈ ખબરિ ગમાઈ,
શીતલ ચંદનબુંદ તનિ લાઇ, વીંજ્યત-વીંજ્યત ચેતન આઈ. ૪ (કોશા નવમી કામદશા – મૂછને પામી. “પિયુ પિયુ' જપતાં એણે સાનભાના ગુમાવી. ચંદનના શીતલ બુંદ શરીરે લગાડી, વીંઝણો વીંઝતાં એ ભાનમાં આવી.)
ઋષિદત્તાને જોતાં કનકરથની થયેલી મોહદા ‘નાદઈ વેધ્યા નાગ જિમ, લય પામ્યઉ અભંગ' (૪.૩૦) જેવી પંક્તિમાં આબાદ ઝિલાયેલી છે, તો ઋષિદત્તા નવા જાગેલા પ્રેમનો સંતાપ અનુભવે છે એનું ઘેરું ચિત્ર કવિએ આલેખ્યું છે ?
વેધ તણી છઈ વાત જ ઘણી, પ્રાણીનઈ મેલઇ રેવણી, નાદઈ વેધ્યઉ મૃગલઉ પડઈ, પતંગ દીવામાં તરફડઈ. ૬.૯ કુહુનઈ કહી ન જાઇ વાત, માંહિથી પ્રજલઇ સાત ધાત, લાગુ પ્રેમ તણી સંતાપ, તે દુખ બૂઝઈ આપોઆપિ. ૬.૧૦ વયર વસાયું કીધઉ નેહ, નયણાંનઈ સિરિ પાતક એહ, નિસિદિન ચિંતા દહઈ અતીવ, પ્રેમ કીધઉ તિહાં બાંધ્યઉ જીવ.
૬.૧૨ ભૂખ તરસ નિદ્રા નીગમી, જાણે તપ સાધઈ સંયમી, બોલ્યઉંચાલ્યઉં કહિ સ્યઉં નવિ ગમઇ, કૃશ તનુ, દોહિલઈ દિન નીગમઈ.
૬. ૧૩ વિરહોદ્દગારો : ભાવછટાઓ અને ઉક્તિછટાઓનું અપાર વૈવિધ્ય
શું અભિલાષનિમિત્તક કે શું વિયોગનિમિત્તક, વિપ્રલંભશૃંગારનું – વિરહસ્નેહનું કવિએ કરેલું સીધું વર્ણન ઓછું છે, બહુધા પાત્રોદ્ગારો દ્વારા જ એને અભિવ્યક્તિ મળી છે. પ્રભુની મિલનઝંખના પ્રેમી ભક્ત-મનના ઉદ્દગારોમાં જ વહે છે, તો ઘણાંબધાં ગીતોમાં તથા ધૂલિભદ્ર-કોશા અને નેમિનાથ-રાજિમતી વિશેનાં અન્ય કાવ્યો – બારમાસ, ફાગુ, સ્તવન વગેરેમાં કોશા અને રાજિમતીના વિરહના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org