________________
પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ ૧૪૧
ચ્યોરી ચ્યોર કરી કહાં લીના, ચિંત બિરાણા હો છીંની લીના, ઇઉં ભૂકપાસિ બાંધી કામરાજઇ. રાખ્યા હોઈ થણ-ડુંગરમાં જઈ. ૭૨
(સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ) બાકી સાર્થવાહ અને પાતાલસુંદરી જેવાં કામવિવશ પાત્રોનોયે સંયોગશૃંગાર વર્ણવવાની તક કવિએ લીધી નથી, પાતાલસુંદરીનાં મદીલાં અંગોનું વર્ણન કરીને ઇતિશ્રી માની છે. બન્ને કથાકતિઓનાં નાયક-નાયિકા તો મયદાયુક્ત શીલધર્મનાં વાહક છે. એમનો કામવિહાર આલેખવાનું કવિએ ઈચ્છવું નથી. અજિતસેનશીલવતીની એકાંત પ્રણયક્રીડાનું વર્ણન તો છે પણ એ મધુર, મયદાશીલ વર્ણન છે - ક્યારેક પ્રશ્નપહેલી, ક્યારેક સોગઠાબાજી, ક્યારેક ભાષાવિનોદ, ક્યારેક કરપલ્લવી, ક્યારેક પ્રેમરસે સામાસામું જોઈ રહેવું અને ક્યારેક આલિંગન. (શૃંગારમંજરી, ૭૩૪–૩૭) કનકરથ-ઋષિદત્તાના પ્રણયોપચારોનું આછું ચિત્ર વિરહી કનકરથના વિલાપમાં પૂર્વમૃતિ રૂપે, પરોક્ષભાવે અંકાયું છે –
સ્નેહરોસઈ તું લેતી અબોલા, તવ હું વ્યાકુલ થાતી રે, વારવાર તુઝ ચરણે લાગી, મીહનતિ કરી મનાવતી રે. ૨૨.૭ હસતાં હણતી ચરણપ્રહારઈ, તવ હું લહઈતુ પ્રસાદ રે, માનિની તાહરા કોપઓલંભા, થાતા સુધાસવાદ રે. ૨૨.૮ આ તે નાગરવેલી મંડપ. જિહાં મઈ પાલવિ સાહી રે, લાજતી નવતન નેહ-સમાગમ, જાતી મુહનઈ વાહી રે. ૨૬.૪ કુમરી કુંદકે જિહાં મુઝ હણતી. આ તે કુશમ સોહઈ રે..
આ તે અશોક જિહાં હું તેહનઈ, મનાવતઉ સસનેહ રે. ૨૬.૫ પિતાની વાત્સલ્યચેષ્ટાઓનું આલેખન પણ ઋષિદત્તાને મુખે પૂર્વમૃતિ લેખે થાય છે –
હિત ધરી કોમલ અંકિ આરોપીનઈ, સવિ તન કરિ કરી ફરસતી એ, ચુંબન દેઈ કરી, ખિણિખિણિ માહરઈ મનમન ભાષિતિ હરખતી એ.
૮.૪ પ્રભુદર્શનનો પરમાનંદ વ્યક્ત કરતું ગીત સંયોગપ્રીતિનું જ કાવ્ય બની રહે
પ્રિયકારિણી પ્રીયકારિણીતનય વર્ધમાનજિન ચિર જય સમય, તુ મૂરતિ મેં રતિકઈ દીઠી, પરમાનંદની વેલડી મીઠી. ૧ પ્રિન્ટ તુઝ દરશનિ મનિ આનંદ થાઈ, એક જીભઈ કરી મઈ ન કહિવાય. ૨.
Do મૂરતિ મોહનવેલડી દીપઇ, નયન નિહાલતાં તરસ ન છીપઇ. ૩. પ્રિન્ટ આંગણિ અલવિ મ્યું સુરતરુ ફલિઉં, પરમ વાહીલેસર જઉ તું રે મિલીઉં ૪.
Blo
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org