________________
૧૪૦ મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
એ આખી પંક્તિ ધ્રુવા તરીકે આવે છે. ઋષિદરાના વિયોગે ઝરતા કનકરથની ઉક્તિની ૨૨મી ઢાળમાં નીચેની આખી કડી ધ્રુવા તરીકે અભિપ્રેત છે –
પ્રિય બોલિન રે ! તું પ્રાણાધાર, સસીમુખી બોલિન રે ! ગોરી રે ગુણભંડાર,
ગજગતિ બોલિન રે. ધ્રુવાઓ ગેયતા – ગાનનો એક ભાગ છે. આ કવિને મન ગાનનો અને રાગનો, ગીતનો અને સંગીતનો ઘણો મહિમા છે, એમના જ શબ્દો છે –
પ્રિય દૂતી પ્રેમ તણી, સેનાની મયણાંહ, રાગ જયઉ આનંદમય, જે મંડન વયણાંહ. ૧૯૩૪ જેણિ ન જણિયા ગીતરસ, ગાહાગુઠિન કિ,
એ માંણસ-જંબારડુ, તસ કાં દેવઈ દિ. ૧૯૪૫ (શૃંગારમંજરી) ગાથાગોષ્ઠિ એટલે કાવ્યગોષ્ઠિ. ગીત અને રાગ એટલે સંગીત. એના વિના મનુષ્યજન્મ નિરર્થક છે. કવિનો કાવ્યપ્રેમ તેમજ સંગીતપ્રેમ આમાં વ્યક્ત થાય છે.
જયવંતસૂરિએ પોતાની ઘણી કૃતિઓમાં ઢાળને આરંભે રાગના નિર્દેશ કર્યા છે. કેટલીક વાર તો વપરાયેલી દેશીનો ઉલ્લેખ ન કરતાં કેવળ રાગનો નિર્દેશ કરીને એ ચાલે છે. નેમિજિન સ્તવન' અને બારમાસમાં દેશનામ નથી, પણ રાગનામ છે. એમણે નિર્દેશેલા રાગો પણ કેટલાબધા છે ! – કેદાર. ગોડી, કેદારો ગોડી, સિંધુઓ ગોડી, મલ્હાર, ભીલી મલ્હાર, દેશાખ, સામેરી, ધન્યાશ્રી, મારુણી. ધન્યાશ્રી, રામગિરિ, સિંધૂડી, મારુણી. મેવાડો, આસાવરી, કાફી, ભૂપાલી, વૈરાડી, પંચમ. સબાબ, સોરઠી, પરજિયો. અધરસ વગેરે.
નિરૂપિત વિષયવસ્તુ પરત્વે આ રાગોની ઉપકારકતા વિશે તો કોઈ જાણકાર જ કહી શકે. નેહરસનો સાગર : સંયોગપ્રીતિનાં મધુર મર્યાદાશીલ ચિત્રણો
સર્વ કવિકૌશલનું લક્ષ્ય તો છે રસસિદ્ધિ. જયવંતસૂરિ સ્થૂળ કવિકૌશલમાં અટવાઈ ગયા નથી, રસસિદ્ધિ તરફ એમનું અવ્યગ્ર લક્ષ રહ્યું છે. એમનો સૌથી પ્રિય રસ છે શૃંગાર. અથવા વધારે સાચી રીતે એને સ્નેહરસ કહેવો જોઈએ, કેમકે એમાં માત્ર સ્ત્રીપુરુષસ્નેહનો જ નહીં, મિત્રસ્નેહ, પિતાપુત્રીસ્નેહ, પ્રકૃતિસ્નેહ ને પ્રભુસ્નેહનો પણ સમાવેશ છે. આમાં પણ સંયોગી અવસ્થાના સ્નેહ કરતાં વિયોગી અવસ્થાનો સ્નેહ કવિએ વધારે ગાયો છે. સ્ત્રીપુરુષના સંયોગશૃંગારનું આલેખન વૈરાગ્યધર્મી જેન સાધુની કલમમાંથી ઝાઝું ન મળે તો એમાં આશ્ચર્ય જેવું નથી. આ કવિએ એક સ્થાને ઉન્મત્ત સંયોગશૃંગારનું ચિત્ર આલેખ્યું છે –
ભીડત ઓલી કસણ ત્રટુક ટુકડે-ટુકડે થણથી ચૂકી, થણહર મદમસ્ત ગજકુંભ સરિસા, અંકુશ કર જ દીઆ અતિ હરિસા.
૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org