________________
પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ ૧૩૯
કારણે ધ્યાન ખેંચે છે : ઈણિ અવસરિ નગરી કાબેરી, અમરપુરીથી એ અધિકેરી,
સોભા જસ બહુતેરી. શબ્દ કે શબ્દસમૂહના પુનરાવર્તન દ્વારા ભાવને લૂંટતા પદ્યબંધો પણ સાંપડે
છે.
જોઉ વિષમ સનેહડ રે, તે તું નવિ ગણઈ ગણઈ મરણનું સંચ કિ. માંણસ વેધવિલૂધડકે રે. તે તુ નવ નવ કરઈ પ્રપંચ કિ. ૧૭૮૦ આવી આષાઢ કિ વાદલ વાવરિયા રે વાવરિયા રે.. વરસઈ મેહ અખંડ કિ સરોવર જલિ ભરિયા રે જલિ ભરિયા રે. ૨૧૦૯ ઇણિ પરિ અજિતકુમાર, નિસિ વિલવતા એ, નિસિ વિલવતા એ,
નીગમઈ એ. જવ થયું પ્રભાત. તવ દિન-નાયક, તવ દિન-નાયક, ઉગમઉ એ.
૧૨૫૦ તવ વાગાં નાણ. કીધ પીઆણુંઅ, કીધ પીઆણું, ભૂપતિ એ, ચલિઉ અજિત પ્રધાન હયગયપાયક, હયગથપાયક, પરિવરિઉ એ.
૧૨૫૩
(શૃંગારમંજરી) બીજા ઉદાહરણમાં શબ્દપુનરાવર્તન વરસતી મેઘડીના વાતાવરણને અને ત્રીજા ઉદાહરણમાં શબ્દસમૂહનું પુનરાવર્તન તથા ચતુર્ભાગી પધછટા સૈન્યની કૂચના વર્ણનને પોષક બની રહે છે.
ધૃવાયોજના પદ્યબંધનો એક અગત્યનો ભાગ છે. પદ્યલયને એ ચોક્કસ પ્રકારનો લટકો અર્પે છે. ઉપરનાંમાંથી પહેલાં બે ઉદાહરણોમાં ધ્રુવાવૈચિત્ર્ય જોયું ? પંક્તિ-અંતર્ગત ને પંત્યંતે એમ બે-બે ધ્રુવાઓ છે – “રે તે તુ’ અને ‘કિ તથા “કિ રે ને રે’. ‘ઋષિદના રાસ'ની ૧૩મી ઢાળની નીચેની ધૃવાયોજના ભાલણથી માંડીને અનેક કવિઓએ પ્રયોજેલી ‘સુણ સુંદરી રે – “ઘેલી કોણે કરી રે’ પ્રકારની એકાંતર આવતાં ચરણોવાળી ધૂવાની યાદ અપાવશે :
કનકરથ પૂછઇ તદા. સુણ સુંદરી રે,
સુકીલણી ગુણ જાંણિ, વાત કહી ખરી રે. આ ધૃવાયોજના કનકરથનાં ઉત્સુકતા, આગ્રહ, અનુનયને ઉઠાવ આપે છે. શૃંગારમંજરી'માં અખિયાં (૧૧૪૬-૧૧૫૦)માં “કહુ સખી કિમ અણખિ ન આવઈ એ બધી કડીમાં આવતું ચોથું ચરણ ઉદિષ્ટ ભાવને ઘૂંટે છે. “ઋષિદત્તા. રાસમાં એક કે વધુ ચરણ ધ્રુવા તરીકે યોજાયેલ છે ત્યાં એ કેન્દ્રીય ભાવ-અર્થને ધારણ કરનાર હોય છે. જેમકે કનકરથની ઋષિદત્તાને મળવાની તરસને નિરૂપતી ૩૪મી ઢાળમાં ‘સલૂણા સાથી કો મુઝ મેલઈ તાસ, હું તઉ તેહની ભવિભવિ દાસ’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org