________________
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનોનું પ્રદાન ૧૩
સઝાય, પદ, ગીત, ધવલ/ધોળ, લાવણી, ગઝલ, દ્રુપદ
કક્કો, માતૃકા, તિથિ, વાર, પ્રહેલિકા, ઉખાણાં, સુભાષિત, હરિયાળી,હિયાળી, કડખો, હૂંબડાં, અખિયાં, હૂંડી, લૂઅર
પત્ર, સંવાદવિવાદ
છપ્પય, કુંડળિયા/ચંદ્રાવળા, જકડી, સવૈયા, કવિત, છંદ, ઢાળ, ઢાળિયાં,
ભાસ, કલશ
ચૈત્યપરિપાટી/ચૈત્યપ્રવાડી,
પટ્ટાવલી
ગુર્વાવલી
મુક્તક, કુલક, એકવીસો, બત્રીસી, છત્રીસી, પચીસી, બાવની, બહોતેરી, શતક, ચોઢાળિયાં, ષટઢાળિયાં, (તીર્થંકરોની) વીસી, ચોવીસી
થોકડા, બોલ, વનિકા, વ્યાખ્યાન, ટિપ્પનક (આ પ્રકારો પદ્ય રૂપે તેમ ગદ્ય રૂપે હોવા સંભવ છે.)
બાલાવબોધ, સ્તબક, ટો, ઔક્તિક, વર્ણક, બોલી (આ પ્રકારો સામાન્ય રીતે ગદ્ય રૂપે પ્રાપ્ત થાય છે.)
અહીં એ નોંધવું જોઈએ કે ‘ચિરત્ર’ કે ‘કથા’નો પ્રકાર પણ પઘ ઉપરાંત ગદ્ય રૂપે પ્રાપ્ત થાય છે.
પ્રકા૨નામોની આ સૂચિ જૈન કવિઓએ કેવી સર્વગ્રાહિતાર્થી સાહિત્યપ્રવૃત્તિ કરી છે એનો ખ્યાલ નથી આપતી શું ?
સાહિત્યિક ગુણવત્તા
ગીતા, ભ્રમરગીતા/ભ્રમરગીત,
મધ્યકાળનું મોટા ભાગનું સાહિત્ય ધાર્મિક પ્રયોજનથી રચાયેલું છે. પણ ભક્તિમાર્ગમાં રસાત્મકતાને સહજ રીતે જ અવકાશ મળ્યો છે અને જૈનેતર કથાકારોએ લોકરંજનની દૃષ્ટિ રાખી કથારસ સિદ્ધ કરવા તરફ પૂરતું લક્ષ આપ્યું છે. જૈન સાહિત્ય એને મુકાબલે ધાર્મિક હેતુને વધુ ચુસ્તતાથી, પ્રગટપણે, ભારપૂર્વક અને સાંપ્રદાયિક અર્થમાં વળગે છે. આનું કારણ એ છે કે જૈન સાહિત્યના રચનારા બહુધા સંસારવિરક્ત સાધુઓ હતા. આખ્યાન જેવો જૈનેતર કથાપ્રકાર પણ મંદિરના પ્રાંગણને છોડીને ચૌટા સુધી આવ્યો ત્યારે જૈન રાસાઓ ઉપાશ્રય સાથે જ સંકળાયેલા રહ્યા. તેથી ધર્મબોધનો હેતુ એમાં પ્રધાન રહ્યો અને લોકરંજન ગૌણ સ્થાને રહ્યું. નાયક-નાયિકાના જીવનનું પર્યવસાન હંમેશાં સાધુદીક્ષામાં આવે એ જાતનું જૈન રાસાઓમાં મળતું નિરૂપણ આવા ધર્માભિનિવેશનું પરિણામ છે. જૈન ધર્મની દૃષ્ટિએ વૈરાગ્ય એ જીવનનું ચરમ લક્ષ્ય ને મોક્ષનું દ્વાર છે.
કોઈ ને કોઈ રીતે જૈન ધર્મના ઉપદેશને વણી લેવાની જૈન કવિઓની ખાસિયત એટલી વ્યાપક અને દૃઢ છે કે જૈન વિ એવા વલણથી મુક્ત રહીને સાહિત્યરચના કરી જ ન શકે એમ મનાયું છે. ‘વસંતવિલાસ' જેવી કેવળ રસાત્મક કૃતિને જૈનેતર ગણવા પાછળ આ એક દલીલ હમેશાં રહી છે. પણ સમગ્ર જૈન
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International