________________
શ્રાવક કવિ ઋષભદાસ : સાહિત્યિક વિશિષ્ટતાઓ
નિરંજના છે. વોરા
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખંભાતનિવાસી સંઘવી સાંગણ અને માતા સરૂપાદેના પુત્ર કવિ ઋષભદાસ સત્તરમી સદીના પૂર્વાર્ધના એક ખ્યાતનામ વિદ્વાન કવિ હતા. જહાંગીર અને શાહજહાંના રાજ્યકાળ દરમિયાન ખંભાતમાં રહીને જ તેમણે અનેક રાસાઓ, સઝાયો, સ્તવનો અને ગીતો રચીને ગુજરાતી સાહિત્યમાં એક સમર્થ કવિ તરીકેનું
સ્થાન મેળવ્યું હતું. સમય
તેમના જન્મ કે મૃત્યુ વિશેની કોઈ ચોક્કસ તિથિનો ઉલ્લેખ તેમની કૃતિઓમાં કે અન્યત્ર મળતો નથી. આથી તેમના જીવનની બે સીમાઓ – પૂર્વમર્યાદા અને ઉત્તરમર્યાદા અનુમાનથી આંકવામાં આવી છે. તેમની પ્રથમ મોટી કૃતિ “ઋષભદેવ રાસ’ સં.૧૬૬૨ (ઈ.૧૬૦૬)માં રચાઈ છે. તે પહેલાં પણ કેટલીક કૃતિઓ રચાઈ હોવાની શક્યતા છે. તેને આધારે તેમનું સાહિત્યસર્જન ઈ. ૧૬૦૧થી એટલે સત્તરમી સદીની શરૂઆતથી ગણી શકાય. તેમની છેલ્લી ગણાતી સાહિત્યકૃતિ રોહણિયા રાસ' સં.૧૬૮૮ એટલેકે ઈ.૧૬૩૪માં રચાયેલી છે. ત્યાર બાદ એકબે કૃતિ રચાઈ હોવાની સંભાવના રહે. આમ તેમના સર્જનની ઉત્તરમયદા ઈ.૧૬૩૫ ગણી શકાય. આ પ્રમાણે તેમનો કવનકાળ ઈ. ૧૬૦૧થી ઈ.૧૬૩૫નો ગણાય.
હીરવિજયસૂરિ રાસ” તથા “ઉપદેશમાલા રાસમાં કવિએ પોતે સમસ્યાયુક્ત પદ્યમાં પોતાનાં નામ, વતન, પિતા, માતા, રાજા આદિનો વિશિષ્ટ રીતે પરિચય આપ્યો છે. તેઓ તપગચ્છના વિજયસેનસૂરિના શિષ્ય હતા. કવિને સંસ્કૃત, પ્રાકૃત આદિ સાહિત્ય તથા ધર્મનું સારું જ્ઞાન હતું. સરસ્વતીદેવીની તેમના ઉપર અનહદ કૃપા હતી. ઋષભદાસે પોતે અનેક હોંશિયાર વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા. અને પોતાના ઉત્તમ આચારવિચાર વડે તેઓ એક પરમ શ્રાવક તરીકે ઓળખાતા હતા. તેમનો પરિવાર બહોળો. સુખી તેમજ સમૃદ્ધ હતો. તેમના પિતા તથા દાદાએ સંઘ કાઢેલા અને તેમની પોતાની ઈચ્છા પણ સંઘ કાઢવાની હતી, પણ દ્રવ્યના અભાવે પૂરી થઈ શકેલી નહીં. તેમણે પોતે શત્રુંજય ગિરનાર, શંખેશ્વર વગેરે તીર્થોની જાત્રા કરી હતી. કૃતિઓ
કવિએ હીરવિજયસૂરિ રાસમાં જણાવ્યું છે તે પ્રમાણે તેમણે ૩૪ રાસ, ૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org