SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનવિમલસૂરિ : જ્ઞાનબોધ અને કવિત્વ | ૨૩૧ શત્રુંજય તીર્થની એમણે અનેક વખત યાત્રા કરી હતી. જ્ઞાનવિમલસૂરિની રચનાઓમાં પણ શત્રુંજય તીર્થ પ્રત્યેની એમની દૃઢ આસ્થા સ્થળે સ્થળે પ્રગટ થાય છે. એમણે સંસ્કૃત ભાષામાં “વફનરિણસૂત્રવૃત્તિઃ', “શ્રીપારિત્ર અને “સંસારાવીનસ્તુતિવૃત્તિ જેવા ગ્રંથોની રચના કરી છે. જ્ઞાનવિમલસૂરિની સંસ્કૃત ભાષાની નિપુણતાનો ખ્યાલ એમના જીવનપ્રસંગમાંથી પ્રાપ્ત થાય છે. એક વાર તપગચ્છના આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિ શત્રુંજય તીર્થમાં પધાર્યા હતા, ત્યારે તેઓ તીર્થનાયક આદીશ્વર ભગવાન સમક્ષ ચૈત્યવંદન કરવા ગયા, પરંતુ એ સમયે નવિમલગણિ ત્યાં આવ્યા અને તાત્કાલિક નવાં કાવ્ય રચીને સ્તુતિ કરવા લાગ્યા. એમની કવિત્વશક્તિ જોઈને આનંદિત થયેલા આચાર્યશ્રીએ નવિમલગણિને “આવો જ્ઞાનવિમલસૂરિ” કહીને સૂરિપદની યોગ્યતા દર્શાવી આદરપૂર્વક બોલાવ્યા. નયવિમલગણિએ નમ્રતાથી વિકસાન એમ કહ્યું. આ પછી આચાર્યશ્રીએ નવિમલગણિને ચૈત્યવંદન કરવાનું કહ્યું. સામાન્ય રીતે જે સૌથી વધુ પૂજ્ય હોય તે ચૈત્યવંદન કરે તેવી પ્રણાલિકા હોવાથી અન્ય સાધુજનો ખેદ પામ્યા, પરંતુ એમને સમજાવતાં આચાર્યશ્રીએ કહ્યું, “ભલે મારા પદને કારણે હું પૂજ્ય ગણાઉં, પરંતુ મારામાં નયવિમલગણિ જેવું જ્ઞાન અને કવિત્વશક્તિ શતાંશે પણ નથી. તેઓ જ્ઞાનવૃદ્ધ છે તેથી તેમને હું આદર આપું છું.” નયવિમલગણિએ તાત્કાલિક નવાં કાવ્યો રચીને ૪૫ કાવ્યો વડે ચૈત્યવંદન કર્યું. - જ્ઞાનવિમલસૂરિનું વિપુલ સાહિત્યસર્જન જોતાં એમનો સમકાલીનો પ્રત્યેનો આદર પણ પ્રગટ થાય છે. એમણે આનંદઘન અને યશોવિજયની કૃતિઓ પર દબા રચ્યા છે. “આનંદઘન ચોવીસીનો ટબો લખવા માટે એમણે સૂરતના સૂર્યમંડન પાર્શ્વનાથના દેરાસરમાં છ મહિના સુધી ધ્યાન ધર્યું હતું અને એ પછી આનંદઘનજીનાં ચોવીસ સ્તવનો પર સ્તબક રચ્યો. એ જ રીતે “નવપદની પૂજામાં જ્ઞાનવિમલની પૂજા સાથે યશોવિજય અને દેવચંદ્રની પૂજા પણ સંકલિત રૂપે મળે છે. વિ.સં.૧૭૮૬ના આસો વદ ચોથ ને ગુરુવારે પ્રાતઃકાળે અનશનપૂર્વક તેઓ નેવ્યાસી વર્ષની વયે કાળધર્મ પામ્યા. જ્ઞાનવિમલની ગુજરાતી રચનાઓમાં વિશેષ નોંધપાત્ર એમની “ચંદ્રકેવલીનો રાસ', “અશોકચંદ્રરોહિણી રાસ', જંબૂસ્વામી રાસ', ‘રણસિંહ રાજર્ષિ રાસ', બારવ્રતગ્રહણટીપ રાસ’ અને ‘સાધુવંદના રાસ' જેવી કથાત્મક કૃતિઓ છે. જ્ઞાનવિમલસૂરિની કાવ્યનિપુણતાનો મનોરમ પરિચય “ચંદ્રકવલીનો રાસ' માં થાય છે. આ રાસમાં પૂર્વભવના આયંબિલ તપને કારણે કેવલીપદ પામનાર ચંદ્રકુમારનું પ્રભાવક ચરિત્ર આલેખાયું છે. ચાર ખંડ ૧૧૧ ઢાળ અને ૭૬૪૯ કડીઓમાં વિસ્તરેલા આ રાસની રચના જ્ઞાનવિમલે વિ.સં. ૧૭૭૦ના મહા સુદ તેરસના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy