SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય દિવસે રાધનપુરમાં પૂરી કરી. આ રાસના લેખનની શરૂઆત પણ રાધનપુર શહેરમાં કરી હતી. મુખ્યત્વે દુહા-દેશીબદ્ધ આ રાસને “આનંદમંદિર રાસ’ એવું બીજું નામ પણ જ્ઞાનવિમલે આપ્યું છે. જ્ઞાનવિમલ આ આનંદમંદિરની કલ્પના પણ ઉપમાથી દર્શાવે છે. ૧૦૮ વિવિધ રાગની રસાળ ઢાળો એના અનુપમ સ્તંભો છે. જિનેશ્વરનું સ્તુતિકર્તન એ ગવાક્ષો છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી એમાં ઓરડાઓ છે. શત્રુંજય અને નવકાર તેનાં ચોગાન છે અને વિવિધ કવિત સહિત, ગાથા વગેરે ઘણાં સૂક્તોથી શોભતું એનું આંગણું છે. તેમાં સુદેવ, સુગુરુ અને સુધર્મ જેવા સંસારના દુઃખનું નિવારણ કરનાર ઓછાડ છે. આવી રીતે જ્ઞાનવિમલ આનંદમંદિર સાથે પોતાની કૃતિને સરખાવે છે. આ આનંદમંદિરનો નિવાસ સદ્દગુણોના નિવાસરૂપ છે. એમાં સુવિહિત સાધુ મનન કરતાં નિવાસ કરતા હોય છે. જ્ઞાનવિમલમાં આવી સરખામણી ઘણે સ્થળે જોવા મળે છે. જેમકે વિવેકરૂપી વિશાળ નગર, સમકિતરૂપી એનો પાયો, નવતત્ત્વરૂપી એનો દરબાર, સમ્યગુબોધરૂપી મહેતો, સમવાયરૂપી સેનાની કલ્પના પણ એ આપે છે. જિનમંદિરની ઊંચે ફરકતી ધજાઓ જાણે સ્વર્ગલોકની હાંસી કરતી ન હોય એમ એ. વર્ણવે છે. એ રીતે જુદાજુદા અલંકારોથી જ્ઞાનવિમલસૂરિ પોતાની વાત કરે છે. આ રાસના પહેલા ખંડમાં કથાપ્રવાહ વેગથી ચાલે છે, પણ બાકીના ત્રણ ખંડમાં સમસ્યા, સુભાષિતો, દૃષ્ટાંતો, આડકથાઓ અને ધર્મસિદ્ધાંતોની સાથે કથાતંતું ચાલે જ્ઞાનવિમલની વિશેષતા એ છે કે એમના ચિત્તમાં એટલાં બધાં દૃષ્ટાંતો. સુભાષિતો, અલંકારો, આડકથાઓ અને ધર્મસિદ્ધાંતો ઊભરાયાં કરે છે કે એમને આને માટે કોઈ આયાસ કરવો પડતો નથી. એ બધું જ આપોઆપ કથાનકની સાથે ગૂંથાતું આવે છે. તક મળે ત્યાં એ ધર્મનો મહિમા કે કર્મની મહત્તા ગાવાનું ચૂકતા નથી. ક્યાંક સંસ્કૃત સુભાષિતની સાથે તેનો ગુજરાતીમાં અનુવાદ કરે છે. કર્ણપિશાચિની, સામુદ્રિકશાસ્ત્ર, લક્ષણશાસ્ત્ર, વશીકરણ, અષ્ટાંગ નિમિત્ત કે જ્યોતિષની વાત કરે છે, તો અશ્વનાં લક્ષણો, સ્વપ્નનો અર્થ, સ્ત્રીઓના પ્રકારો, પુરુષની બોતેર કળા, સ્ત્રીઓની ચોસઠ કળા કે વનમાં થતાં વૃક્ષોની યાદી આપે છે. આ રાસમાં સૂર્યવતી રાણીની વેદનાનું કે સાસુની વહુને દુઃખી કરવાની મનોવૃત્તિનું આલેખન આકર્ષક છે. કથારસની સાથોસાથ જ્ઞાનોપદેશ એ આ કૃતિનું મહત્ત્વનું પાસું છે. તાંબૂલ અને અંતરંગ તાંબૂલ, સ્નાન અને અંતરંગ સ્નાન, ભાવખીચડી વગેરેનાં લક્ષણોનું વર્ણન રસ્પદ બને છે. જ્ઞાનવિમલસૂરિ આમાં જૈન માન્યતા પ્રમાણે ભૌગોલિક રચનાનું આલેખન કરવા સાથે જૈન ધર્મના સિદ્ધાંતો અને નિયમોનું વિવરણ પણ આપે છે. સંસ્કૃત શ્લોકો અને પ્રાકૃત ગાથાઓનાં ઉદ્ધરણો આપે છે તો સુભાષિત-સમસ્યા-હરિયાલીની મનોરમ ગૂંથણી રચે છે. આ કૃતિની એક વિશેષતા એ એનો કાવ્યંબધ છે. વિવિધ પ્રકારની ધ્રુવાઓ પ્રયોજતી સુગેય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy