SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ લાવણ્યસમય [ ૧૦૯ કૃષ્ણની રાણીઓ નેમકુમારને રીઝવવા એમની સાથે નિર્દશ, નિર્દોષ ઠઠ્ઠામશ્કરી, ટોળટીખળ કરે છે ને હોળી ખેલે છે એ આખું વર્ણન રમતિયાળ ભાવે ને હાસ્યની લકીરે નિરૂપાયું છે : * ગોપી લોપી લાકડી રે, લા િવડી પટરાણી, આલિ કરિ ઉછાંછલા રે, બોલઈ વાંગડ વાણી રે. # હરખિ હસઈ હાસાં કરિ રે, દેહર સિકું ભુજાઈ. લગ્નની પૂર્વતૈયારીના વર્ણનમાં તત્કાલીન સમાજપ્રણાલીનું પ્રતિબિંબ જોવા મળે છે. ઊઘલતી જાન અને વરરાજાનું વર્ણન પણ એ જ ધાટીનું છે. આશ્ચર્ય એ થાય કે કેટલાંક સુંદર પ્રસંગચિત્રણોની વચ્ચે, નેમકુમારના જીવનમાં મોટું પરિવર્તન આણનાર, વળાંકબિંદુ સમો પશુચિત્કારનો પ્રસંગ કવિએ માત્ર અડધી પંક્તિમાં ઉલ્લેખથી જ પતાવ્યો છે. નેમવિદાય પછીની રાજુલની કરુણ સ્થિતિનું નિરૂપણ ભાવવાહી બન્યું છે ? કંકણ ફોડઈ, હિઅડું મોડઇ, ત્રોડાં નવસર હારો, ખિણિ ખિણિ લોડઈ, બે કર જોડઈ, પઈ નેમિકુમારો રે. ‘સુમતિસાધુસૂરિ વિવાહલો' ૮૩ કડીનું કાવ્ય છે. આ કાવ્યમાં દીક્ષા પ્રસંગને વિવાહપ્રસંગ રૂપે આલેખવામાં આવ્યો છે અને તેથી કૃતિ વિવાહલી સ્વરૂપે રચાઈ મેદપાટ (મેવાડ)ના જાઉર નગરના શ્રેષ્ઠી ગજપતિશાહના પુત્ર જયરાજને નિશાળે જતાં રત્નશેખરસૂરિનો પરિચય થાય છે. મુનિના ઉપદેશથી નવરાજને દીક્ષા લેવાની ઈચ્છા જાગે છે. અંતે આ નારાજ (સાધુનામ સુમતિસાધુસૂરિ)ના દિીક્ષા પ્રસંગની ગામેગામ કંકોતરી મોકલવામાં આવે છે ? નયરાજકુંવર પરિણિસિઈ એ, વરિસિઇ સંયમનારિ. લગ્નઅવસરના ઉમંગથી આ દીક્ષા પ્રસંગ વર્ણવાયો છે. દીક્ષાના વરઘોડાનું વર્ણન એ રીતે ધ્યાન ખેંચે છે. ઉપર દર્શાવેલી વિવાહલો રચનાઓ ઉપરાંત સ્થૂલિભદ્ર-કોશાના જાણીતા પ્રસંગને નિરૂપતી “સ્થૂલિભદ્ર એકવીસો' (ર.ઈ. ૧૪૯૭) તથા ૧૪૮ કડીની નંદબત્રીશી' જેવી પ્રકીર્ણ સ્વરૂપવાળી રચનાઓ લાવણ્યસમયે આપી છે. સ્થૂલિભદ્ર એકવીસો ૨૧ કડીની રચના છે. પ્રત્યેક કડીની પ્રથમ ચાર પંક્તિ દેશમાં અને પછીની ચાર પંક્તિ હરિગીત છંદમાં આલેખાઈ છે. આખી રચના દેશી. અને હરિગીતમાં અવાન્તરે આવ્યા કરે એ પ્રકારે કૃતિનું આયોજન થયું છે. ગણિકા કોશાને ત્યાં જે સ્થૂલિભદ્ર અગાઉ બારબાર વર્ષ પડ્યાપાથય રહેલા તે જ સ્થૂલિભદ્ર હવે દીક્ષાધારી બનીને પ્રથમ ચાતુર્માસ ગાળવા પૂર્વાશ્રમની પ્રેમિકાને ત્યાં પધારે છે ત્યાંથી કાવ્યનો પ્રારંભ થઈ, અંતે કોશાના હૃદયપરિવર્તન આગળ કાવ્યની સમાપ્તિ થાય છે. કાવ્યના આ આરંભ-અંતની વચ્ચે કોશાએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy