________________
૧૦૮ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
નિરૂપતી છપ્પાની ૩૦ કડીની રચના છે. આ અને “ગોરી-સાંવલી ગીત/વિવાદ' કવિની અપ્રગટ રચનાઓ છે. '
વિવાપ્રસંગને આલેખતી અથવા દીક્ષપ્રસંગને જ વિવાહપ્રસંગ જેવો ગણી રચાયેલી વિવાહલી સ્વરૂપની કૃતિઓની લાવણ્યસમયે રચના કરી છે એમાં નેમિનાથ હમચડી' (ર.ઈ.૧૫૦૮ સં.૧૫૬૪; કોઈ હસ્તપ્રતમાં રચના સમય સં.૧૫૬૨ મળે છે.) અને “સુમતિસાધુસૂરિ વિવાહલો’નો સમાવેશ થાય છે.
નેમિનાથ હમચડી' એ હમચી પ્રકારને અનુરૂપ વેગવાન સમૂહનૃત્યમાં ગાઈ શકાય એ રીતે વેગીલી ભાષાનો અનુભવ કરાવતી ગીતિકા છંદને પ્રયોજતી ૮૪ કડીની રચના છે. જેમ-રાજુલનું જાણીતું કથાનક અહીં કવિએ લીધું છે. આ જ વિષયને કવિએ આ અગાઉ “નેમિ રંગરત્નાકર છંદ'માં છંદસ્વરૂપે આલેખ્યો હતો. એની લઘુ આવૃત્તિ જેવી આ રચનાને ગણાવી શકાય. અહીં પણ લાવણયસમયે કથાનું ફલક વ્યાપક રાખ્યું છે – નેમિનાથના જન્મથી માંડી નેમ-રાજુલ મોક્ષપદને પામ્યાં ત્યાં સુધીનું, પણ એ માત્ર ૮૪ કડીની મર્યાદામાં સમેટવાનું હોઈ જીવનફલકના અમુક જ પ્રસંગોને કવિએ રસિક બનાવવાનો પ્રયાસ કર્યો છે, જ્યારે બાકીની ઘટનાઓને તો માત્ર ઉલ્લેખના અંકોડે સાંકળી લેવામાં આવી છે.
જે-જે પ્રસંગોને કવિએ રસિક બનાવવાનો પ્રયત્ન કર્યો છે તેમાં એક પ્રસંગ છે બાળનેમિના શૌર્યનો. બાળનેમિના બળિયાપણાની સમગ્ર બ્રહ્માંડ ઉપર પડતી અસરનું સુંદર ચિત્ર કવિ આપે છે. આ બળનો ખુદ કૃષ્ણ ઉપર જે પ્રભાવ પડે છે એમાં હાસ્યની લકીરો પણ કવિએ ફરકાવી છે.
બાળબ્રહ્મચારીનું આ બળ જોઈ કૃષ્ણ નેમને પરણાવવાનું વિચારે છે. તેમને સમજાવવા નાનાવિધ શણગાર સજીને આવેલી કૃષ્ણની સોળસહસ્ર રાણીઓનું ચિત્ર શૃંગારરસિક બન્યું છે. રાણીઓનાં વસ્ત્રાલંકારો, શણગારસજાવટ અને અંગલાવણ્યનું વર્ણન અલંકારખચિત છે.
* નાગલોકની કન્યા નાઠી, રૂપિઈ રંભા ત્રાઠી. * નિલટિ ચંદ્ર શું ચઢીઉ રે. હિંદીની છાંટ વેશભૂષાના વનને વિશેષ આસ્વાદ્ય બનાવે છે ?
કસકા ચરણા ચોલ મજીઠા, કસકા ઘુડ્ઝરીઆલા,
કસકા છાયલ છઇલ સુ છલીઆ, કસકા ચરણા કાલા રે. વસંતવર્ણનમાં સુંદર સ્વભાવોક્તિચિત્ર ઊભું થાય છે ?
વારૂ વન રલીઆમણાં રે, આંબા રાઈણિ રૂડા કોઇલિ કરઈ ટહૂકડા રે, રાતી ચાંચઈ સૂડા રે. દ્રાખ તણાઈ છઇ માંડવા રે, નવરંગી નારિંગી,. ચિહુ પખઈ તરૂ મુરીઆ રે, ચઉખંડા છઈ ચંગા રે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org