SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ લાવણ્યસમય L ૧૦૭ વળી, આ પંક્તિઓ એમાંના શબ્દાલંકારથી ધ્યાન ખેંચશે ? ઉ આવઈ દલ દડવડ્યાં, વાજિ ઢોલ નીસાંણ રે, રામઘરણિ તણિ કારણિ, કંથા કાય તજો પ્રાણ રે. લાવણ્યસમયે ઈ.સ.૧૫૦૬માં આ “રાવણમંદોદરી સંવાદ રચ્યાના ત્રણ જ વર્ષ પછી ઈ.સ.૧૫૮૯માં જૈનેતર કવિ શ્રીધરે પણ “રાવણમંદોદરી સંવાદ'ની રચના કરી હતી. સંભવ છે કે શ્રીધર લાવણ્યસમયની આ રચનાથી પ્રભાવિત પ્રેરિત થયા હોય. “કરસંવાદ' ઈ.સ.૧૫૧૯માં રચાયેલી ૬૯ કડીની બીજી એક નોંધપાત્ર સંવાદરચના છે. જૈનોના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ વરસીતપનું પારણું કરવા શ્રેયાંસકુમારને ત્યાં ગયા. શ્રેયાંસકુમાર જાતે 28ષભદેવને ઇશ્નરસ વહોરાવે છે. ત્યારે આ રસ ક્યો હાથ વહોરે ? ડાબા અને જમણા બન્ને હાથ વચ્ચે પોતાનું ચડિયાતાપણું સિદ્ધ કરવા માટે થતી દલીલોને રજૂ કરતો વિનોદસભર અને ચાતુરીભર્યો કાલ્પનિક સંવાદ આ કાવ્યનો વિષય છે. આરંભમાં ઋષભદેવના તપનો નિર્દેશ કરતું કથાનક દુહા છંદમાં પીઠિકા રૂપે આવે છે. મધ્યમાં આખોય કરસંવાદ ચોપાઈ છંદમાં રજૂ થાય છે અને બન્ને હાથ વારાફરતી પોતાની મહત્તા સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે. પછી કાવ્ય બે હાથ વચ્ચેના સમાધાનભર્યા સમાપન તરફ ગતિ કરે છે. “મારે માટે તમે બન્ને હાથ સરખા જ છો” એમ કહી ઋષભદેવ પોતાના ઝઘડતા બન્ને હાથને ડાબા-જમણા બંને હાથનું મહત્ત્વ વૈવિધ્યપૂર્ણ દૃષ્ટાન્તો આપીને સમજાવે છે. ઉદાહરણ તરીકે રોટલી, લાડુ, પાપડ, વડાં, ખાજાં બે હાથની મદદથી જ થાય છે. નાદભેદ, નાટક, નારીભોગ. સુથાર-કુંભાર આદિની કારીગરી – આ બધો બે હાથનો વ્યાપાર છે. આમ, બે હાથ વચ્ચે સમાધાન કરાવી છેલ્લે ઋષભદેવ બંને હાથ ભેગા કરી ઈક્ષરસ ભાવપૂર્વક વહોરે છે. આમ, જૈન સાધુ માટે (હાલ દિગંબર જૈન સાધુવર્ગમાં પ્રચલિત) બે હાથથી વહોરવાની પ્રક્રિયાનો પ્રસંગ કરસંવાદ માટેનું ઔચિત્યપૂર્ણ નિમિત્ત બની રહે છે. - કાવ્યની અંતિમ પંક્તિ છે : પામી ચંદ્રપ્રભ જિનરાય, બે કર સંપિઇ પૂજ્જઈ પાય. જોયું ? કવિએ છેલ્લે ચંદ્રપ્રભુ જિનેશ્વરના પાય પૂજવાનો નિર્દેશ પણ બે હાથ મેળવવાના ઉલ્લેખથી કર્યો ! આ પ્રકારની રચનાઓમાં રસસિદ્ધિ કરતાં વિદ્વત્તા, ચાતુરી, દલીલબાજી, સમાજવ્યવહારનું ઝીણવટભર્યું નિરીક્ષણ વગેરેના અંશો વિશેષ જોવા મળે છે. ચંપકચંદન વાદ | સુકડી-ચપૂ સંવાદગીત’ ચંપક અને ચંદન વચ્ચેના કલહસંવાદને નિરૂપતી ૧૧ કડીની રચના છે. ‘સૂર્ય-દીપવાદ છેદ સૂર્ય અને દીપક વચ્ચેના ચડિયાતાપણાના વિવાદને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy