SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યકાલીન જૈન કવિતામાં પત્રલેખ ૪૯ અલબત્ત, કેટલીક કૃતિઓ “કાગળ’, ‘પત્ર’ અને ‘વિજ્ઞતિ' સંજ્ઞા તળે પણ મુકાઈ છે. આ અભ્યાસની પાઠ્ય-સામગ્રી તરીકે પસંદ કરેલી હસ્તપ્રતસૂચિઓ પૈકી લીંબડી-ભંડારની હસ્તપ્રતસૂચિમાંથી “ચંદરાજાનો લેખ', “સીતાવિરહ લેખ, વિરહિણી લેખ' અને સ્ત્રીલિખિત લેખ' નામની ચાર લેખકૃતિઓ મળે છે. મુનિ પુણ્યવિજયજી હસ્તપ્રતસૂચિમાંથી વિજયસેનસૂરિશિષ્ય કમલવિજયકૃત સમન્વરજિન લેખ, વિનયમંડનગણિશિષ્ય જયવંતસૂરિકૃત “યૂલિભદ્રકોશા લેખ', “સીમન્વરસ્વામી લેખ” તથા “શૃંગારમંજરી' અન્તર્ગત અજિતસેનશીલવતી લેખ', સંભવતઃ વિજયસેનસૂરિશિષ્ય જયવિજયકૃત વિજયસેનસૂરિ લેખ', માણિજ્યસાગરશિષ્ય જ્ઞાનસાગરકૃત ‘રામ લેખ', રત્નવિજયશિષ્ય દીપવિજયકૃત ચન્દગુણાવલી લેખ', વિનયવિજયશિષ્ય રૂપવિજયકૃત નિમરાજુલ લેખ', સજનપંડિતકૃત ‘ધૂલિભદ્ર-કોશા કાગળ', તથા જે કૃતિઓના કર્તાઓની માહિતી મળતી નથી તેવી અજ્ઞાતકક લેખકૃતિઓ પૈકી નેમિનાથ લેખ અને ‘જીવચેતનાકાગળ' નોંધપાત્ર છે. આ લેખકૃતિઓ પૈકી “અજિતસેન-શીલવતી લેખ', “ચન્દ્રગુણાવલી લેખ” અને “નેમરાજુલ લેખ' મુદ્રિત રૂપે ઉપલબ્ધ છે. એ ત્રણેય મુદ્રિત લેખકૃતિઓના અભ્યાસ પછી નિમ્નસૂચિત કેટલાંક તારણો મળે છે ? જૈન કવિતામાં સૂચિત પત્રલેખનપ્રવિધિનો ઉપયોગ બે રીતે થયેલો જોવા મળે (ક) સમગ્ર કૃતિનું નિરૂપણ પત્ર રૂપે થયું હોય. સામાન્યતઃ આવી કૃતિઓનું કદ નાનું હોય છે. નેમરાજુલ લેખ' એ આ પ્રકારની કૃતિનું દૃષ્ટાંત છે. (ખ) રાસ કે ફાગુ પ્રકારની કોઈ બૃહદ્ કૃતિના એક ભાગ રૂપે પત્રલેખન થયું હોય. આ પ્રકારનું પત્રલેખન કૃતિના એક પ્રસંગ પૂરતું મર્યાદિત રહે છે. “અજિતસેન શીલવતી લેખ' એ આ પ્રકારની કૃતિનું દૃષ્ટાંત છે. મૂળે તે જયવંતસૂરિકૃત સુવિદિત રચના “શૃંગારમંજરી/શીલવતીચરિત્ર રાસમાંનો કડીક્રમાંક ૨૧૫૫થી ૨૨૫૦ સુધીનો ૯૫ કડીનો કાવ્યખંડ છે. પાક્યસામગ્રી તરીકે પસંદ કરેલી ત્રણેય મુદ્રિત કૃતિઓના આધારે કહી શકાય કે, પત્રલેખનનો એક સુનિશ્ચિત ઢાંચો જૈન કવિઓએ, અલબત્ત, સ્વીકાર્યો હશે, પરંતુ દરેક કવિએ તે એમની કૃતિઓમાં ચુસ્તપણે જાળવ્યો હોય એવું જણાતું નથી. અર્થાત્ પત્રલેખનનું એક ચોક્કસ સ્વરૂપ તૈયાર થયા પછી તેના નિવહણમાં જળવાવી જોઈતી શાસ્ત્રીયતા અંગે શિથિલતા જણાય છે. સૂચિત ચોક્કસ માળખાના સંદર્ભે દીપવિજયકૃત “ચંદગુણાવલી લેખ” એક નોંધપાત્ર દૃષ્ટાંત છે. એ લેખકૃતિ સરસ્વતી વંદના, લેખઆરંભ (અર્થાત્ લેખના લેખકારનું નામ, ગામ, વગેરે વીગતો), કુશળક્ષેમપૃચ્છા, પત્ર ન લખવા અંગે પ્રિયજનને અપાતો ઉપાલંભ તથા મીઠા કટાક્ષ, પ્રિયજનનો પત્ર ન મળતાં પત્ર લખનારને અનુભવાયેલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy