________________
૧૪૮ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
એ તાતજીનઉં થાનક, તુમ્હ સારૂ કર્યઉં રે, તુમ્હ હું વિચિ તાતચિત્તિ કિ, ન હતું આંતરું રે.' ૯.૧૪ સુત સરિસાં મૃગબાલક, તે સવિ ખલભલ્યાં રે, ચાલતી જાણી સુંદરી, તવ ટોલઈ મિલ્યાં રે, જે પાલ્યાં ઉદ્ઘગિ કિ, વાહાલા પ્રાણથી રે, પોસ્યો નિજ કર પ્રેમથી, પરવર્યા પાખથી રે. ૯.૧૫ ઋષિદત્તા કહઈ તેહનઈ, આંસૂ વરસતી રે, મુઝ સરિખી કો નીઠર, નારિ જગિ નથી રે, જેહવી આભાંછાંહ કિ પાણી-લીહડી રે, ઝબકઈ દાખવઈ છેહ, વિદેશી પ્રીતડી રે. ૯.૧૬ ઊચાઊ ઢું મોહ, વિચક્ષણ કુંણ કરડે રે, નીડર મેહલિ જંતિ કિ, પરદુખ નવિ ધરઈ રે, દલવલતાં મૃગબાલિક, મેહલતી ગહિંબરી રે,
રડીરડી ભર્યા તલાવ કિ, સસનેહી ખરી રે. ૯.૧૭ આ બધું જોતાં એમ નથી લાગતું કે જયવંતસૂરિની કૃતિઓમાં સ્નેહરસનો સાગર ઊલટ્યો છે ? કરુણ : સ્નેહરસનો એક વિવર્ત
- વિપ્રલંભશૃંગાર કરુણની ઘણી નજીક આવી જાય છે. પરંતુ જ્યારે પ્રિયજનનો નિત્યવિરહ – મૃત્યુ કે એવા કારણથી – આલેખાયો હોય ત્યારે તો એ કરણ જ કહેવાય. કરુણનું આલેખન ખાસ કરીને “ઋષિદત્તા રાસમાં થયું છે અને એમાં પણ કવિની ક્ષમતા વરતાઈ આવે છે. ઋષિદત્તા પર જે વીત્યું તેથી અને એના પોતે માનેલા મૃત્યુથી આઘાત પામેલા કનકરથના વિલાપમાં ઘેરા કરૂણની અભિવ્યક્તિ છે. પૂર્વપ્રીતિનાં સંભારણાંથી એ કરુણને ધાર મળી છે જેનું ઉદાહરણ આપણે આગળ જોઈ ગયા છીએ. અહીં થોડી વધુ કડીઓ નમૂના રૂપે જોઈએ ?
‘સૂડા સાલહી મોર ક્રીડાના, તે રડાં તાહરઈ વિયોગઈ રે, સૂકાં સરોવર આંસૂનીરઈ, પૂરઈ સખીજન શોકઈ રે. ૨૨.૧૧ જનનયને વસીઉ વરસાલી, ઉન્હાલી નીસાઈ રે. આકંપઈ અંગઈ સીઆલઉ, સુંદરિ તાહરઇ વિણાઈ રે. ૨૨.૧૨ નાગલોક કઈ ગમન કર્યું તઈ, જીપિવા નાગકુમારી રે, કઈ રંભાનું ગર્વ હણવા, અમરપુરી સંભારી રે. ૨૨.૧૫ વનિ તાહરઈ તું રમતી હતી. મઈ દુઃખ દેવા આંણી રે, તુ પુરુષારથ જગ સ્યઉં માહરુ, જઉ મઈ તું ન રખાંણી રે. ૨૨.૧૬ તાહરી ક્રીડાનાં થાનક દેખી, મુઝ મનિ સાલ સાલ રે, તુઝ પાખઈ સ્યઉં જીવ્યઉં સુંદરિ, પીડઈ વિરહની ઝાલા રે.” ૨૨.૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org