________________
મધ્યકાલીન જૈન ફાગુ-બારમાસા સાહિત્ય: એક દૃષ્ટિપાત
ખ
મ
મ
મ
મ
મ
મ
મ
મ
મ
મ
મ
=
=
=
=
=
=
=
=
-
-
-
-
રમણલાલ જોશી
ફાગુનો કાવ્યપ્રકાર અન્ય પ્રાચીન પ્રકારોની જેમ લોકસાહિત્યમાંથી ઊતરી આવ્યો હોય અને એનાં મૂળ મનુષ્યના આનંદ-હર્ષોલ્લાસની સ્વાભાવિક અભિવ્યક્તિમાં રહ્યાં હોય. પ્રાચીનમાં પ્રાચીન પ્રકાર કવિતા છે અને એનો નૃત્ય સાથે સંબંધ હોવાનું વિદ્વાનો સ્વીકારે છે. એ રીતે ફાગુઓ પણ નૃત્ય સાથે ગવાતા. આજે રાજસ્થાનમાં ગવાય પણ છે. એક રીતે ફાગુઓ ગેય રૂપકોને મળતાં આવે છે.
આ ફાગુઓની બે મુખ્ય ધારાઓ તે જૈન અને જૈનેતર ફાગુઓ. જૈનેતર ફાગુઓમાં શ્રીકૃષ્ણની ક્રિીડાઓ વર્ણવાય છે, જ્યારે જૈન ફાગુઓમાં વસંતનો પ્રભાવ અને ઉદ્દીપક શૃંગાર હોવા છતાં એનું ઉપશમન છેવટે કામતત્ત્વ ઉપર વિજય અને આત્મજ્ઞાનની ઉપલબ્ધિમાં થતું હોય છે. આ ફાગુઓમાં અંતે અધ્યાત્મ-ચયની વાત આવે છે એટલા ઉપરથી એને ઉપદેશપ્રધાન સાહિત્ય તરીકે ઓળખાવાય એ બરાબર નથી. એમાં પણ કાવ્યત્વના ચમકારા ઠેરઠેર વરતાય છે. અલબત્ત, કેટલાંક જૈન ફાગુઓની પૅટર્ન એકસરખી જોવા મળે છે. કદાચ હરકોઈ માનામાં વિભિન્ન કાવ્યશૈલીઓ અંગે આમ બનતું હશે. આ ફાગુઓમાં વિવિધ રસોનું આલેખન અન્ય કવિતાના જેવું જ હોય છે. જૈન ફાગુઓમાં નેમિનાથ, સ્થૂલિભદ્ર અને જંબૂસ્વામીનું કથાનક વર્ણવી અંતે કામતત્વ, હિંસા કે મોહવિલાસ પરનો વિજય દર્શાવી આત્મજ્ઞાન અને વૈરાગ્યને માર્ગે ગતિ થતી બતાવાય છે.
જૂનામાં જૂના ગણાતા જિનપદ્રસૂરિકૃત ‘ધૂલિભદ્ર ફાગુ'માં પાટલીપુત્રના નંદરાજાના મંત્રી શકટાલના પુત્ર સ્થૂલિભદ્ર નગરની વેશ્યા કોશાના પ્રેમમાં પડ્યા. બાર વર્ષ સુધી તે એને ત્યાં રહ્યા. શકટાલના અવસાન પછી પ્રધાનપદનો એમણે અસ્વીકાર કર્યો તથા રાજ્યની ખટપટો અને પિતાના મૃત્યુ જેવી ઘટનાએ એમને તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયો. ગુર સંભૂતિવિજય પાસે દીક્ષા લીધી. પોતાના વૈરાગ્યની કસોટી કરવા તે પહેલું ચાતુમસ ગાળવા કોશાને ત્યાં જ ગયા. કોશા તો એમને જોઈ હર્ષઘેલી બની. અનેક હાવભાવ અને ચેષ્ટાઓ દ્વારા તેમને ચળાવવા પ્રયત્ન કર્યો પણ સ્થૂલિભદ્ર અણનમ રહ્યા. ઊલટું તેમણે કોશાને પણ ધર્મોપદેશ આપ્યો અને એનો ઉદ્ધાર કર્યો. સામાન્ય રીતે ફાગુમાં ફાગણ અને વસંતનું વર્ણન આવતું હોય છે. પરંતુ આ ફાગુમાં નાયક સાધુ હોવાથી અને પ્રસંગ ચાતુર્માસનો હોવાથી વર્ષાઋતુનું વર્ણન પ્રસ્તુત બન્યું છે. વર્ષોવર્ણનમાં ચમત્કૃતિ છે. ઝરમર ઝરમર વરસતા મેઘ અને ઝબઝબ થતા વીજ-ઝબકારને શબ્દના આવર્તન દ્વારા મૂર્ત કરીને વિરહિણીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org