________________
જૈન ફાગુકાવ્યો : કેટલીક લાક્ષણિકતાઓ [ ૩૭
પ્રેક્ષ્ય-ગેય મટીને ગેય-પાક્ય બનતાં ગયાં હશે એમ અનુમાન થાય છે. પછીથી ફાગુ રમવાના ઉલ્લેખો પણ ઓછા થતા જાય છે.
૯. જૈન ફાગુકાવ્યો પદ્યબંધનું ઘણું વૈવિધ્ય બતાવે છે. જૈનેતર ફાગુકાવ્યો બહુધા આંતરયમકવાળા કે સાદા દુહામાં રચાયેલાં છે, ત્યારે જૈન ફાગુકાવ્યોમાં તે ઉપરાંત રોળ, રાસ, અઢયુ, આંદોલા, ઝૂલણાના ૧૭ માત્રાના ઉત્તરાર્ધથી બનેલો છંદ' (ચંદ્ર') વગેરે માત્રામેળ છંદો અને “કાવ્યું કે “શ્લોક' એવા નામથી શાર્દૂલવિક્રીડિત વગેરે સંસ્કૃત અક્ષરમેળ વૃત્તોનો વિનિયોગ થયો છે. ઉપરાંત, કોઈ ફાગુઓમાં દેશી ઢાળો પણ પ્રયોજાયેલી છે, જેમાં ફાગની ઢાળનો પણ સમાવેશ થાય છે ("મંગલકલશ ફાગ', કલ્યાણકૃત “વાસુપૂજ્ય મનોરમ ફાગ').
જૈનેતર ફાગુઓમાં બહુધા આંતરયમકવાળા દુહા કે સાદા દુહાના એકમાત્ર પદ્યબંધવાળી રચનારીતિ જોવા મળે છે. જૈન ફાગુઓમાં વિવિધ પધબંધ પ્રયોજતી અને ભાસબદ્ધ રચનાઓ પણ મળે છે. ભાસ એટલે એક દુહા અને એક કે એકથી વધુ રોળાનું બનેલું એકમ. કૃતિ આવા એકમોમાં વહેંચાયેલી હોય (“સ્થૂલિભદ્ર ફાગુ'). વિવિધ છંદોની ચોક્કસ પ્રકારની ગોઠવણીવાળા એકમો પ્રયોજતી રચનારીતિ પણ જોવા મળે છે. જેમકે, ધનદેવગણિત “સુરંગાભિધ નેમિ ફાગ'માં “કાવ્ય' શીર્ષકથી શાર્દૂલવિક્રીડિત, રાસક, અઢેલ, ફાગ એ ચાર છંદોનાં એકમો પ્રયોજાયાં છે. ચોક્કસ ગોઠવણી વિના પણ વિવિધ છંદો વપરાયા છે. જેમકે, અજ્ઞાત કવિકૃત ‘રાણપુરમંડન ચતુર્મુખ આદિનાથ ફાગ'માં રાસઓ, અંદોલા, અઢીયા, કાવ્ય, ફાગ એ છંદો વપરાયા છે.
૧૦. સંમતિના સંસ્કૃત શ્લોકો બહારથી ઉદ્ધત કરવાની રીતિ ‘વસંતવિલાસ' જેવા જૈનેતર ફાગુકાવ્યોમાં જોવા મળે છે, પણ કવિ પોતાના રચેલા સંસ્કૃત શ્લોકો ગૂંથે એવું તો જૈન ફાગુઓમાં જ જોવા મળે છે. “સુરંગાભિધ નેમિ ફાગ'માં
વ્યારંભે અને કાવ્યાન્ત એકએક સંસ્કૃત શ્લોક કવિનો સ્વરચિત છે. માણિક્યસુંદરસૂરિત ‘મીશ્વરચરિત ફાગબંધ' દરેક એકમમાં એકએક સંસ્કૃત શ્લોક ગૂંથે છે. રત્નમંડનગણિકત “નારી નિરાસ ફાગ’માં દરેક ગુજરાતી કડી પછી એ જ ભાવ-વિચાર લઈને રચાયેલો સંસ્કૃત શ્લોક આવે છે. સંસ્કૃત શ્લોકોની આ ગૂંથણી જૈન કવિઓનું પાંડિત્ય દર્શાવે છે.
૧૧. છેલ્લે, એક નાનકડો મુદ્દો. જૈનેતર કવિઓની ફાગુરચનાઓમાંથી મોટા ભાગની અજ્ઞાત કવિની રચનાઓ છે. ચતુર્ભુજકૃત ‘ભ્રમરગીતા ફાગ અને સોની રામકૃત ‘વસંતવિલાસ” એ બે જ જ્ઞાતકર્તીક રચનાઓ છે. જૈન ફાગુકાવ્યોમાંથી મોટા. ભાગની – ૭૫ ટકા જેટલી – રચનાઓ જ્ઞાતકક છે. આમ કેમ બન્યું હશે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org