SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ બાલાવબોધકાર મેરુસુંદરગણિ અને તેમનો ‘શીલોપદેશમાલા બાલાવબોધ’ શીલોપદેશમાલા બાલાવબોધ'ના કર્તા ઉપાધ્યાય મેરુસુંદર વિક્રમના સોળમા શતકના પૂર્વાર્ધમાં થઈ ગયા. તેઓ ખરતરગચ્છના પ્રસિદ્ધ આચાર્ય જિનભદ્રસૂરિ (વિ.સં.૧૪૪૯-૧૫૧૪)ના પટ્ટશિષ્ય આચાર્ય જિનચન્દ્રસૂરિ (વિ.સં.૧૪૮૭–૧૫૩૦)ના શિષ્ય વાચક રત્નમૂર્તિગણિના શિષ્ય હતા. તેમની કૃતિઓના આધારે તેમનું વિહારક્ષેત્ર ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં હોવાનું જાણી શકાય છે. તેમના જીવન વિશે વધુ કોઈ માહિતી મળતી નથી. રમણીક શાહ મેરુસુંદર ઉપાધ્યાય તેમના રચેલા બાલાવબોધોને લીધે પ્રસિદ્ધ છે. અત્યાર સુધી તેમના રચેલા સોળ બાલાવબોધો મળી આવ્યા છે ઃ ૧. શત્રુંજયસ્તવન (૨.સં.૧૫૧૮), ૨. પુષ્પમાલા પ્રકરણ (૧૫૨૩), ૩. ષડાવશ્યકસૂત્ર (૧૫૨૫), ૪. શીલોપદેશમાલા (૧૫૨૫), ૫. ષષ્ટિશતકપ્રકરણ (૧૫૨૭), ૬. કર્પૂરપ્રકરસ્તોત્ર (૧૫૩૧), ૭. વાગ્ભટાલંકાર(૧૫૩૫), .. ભકતામરસ્તોત્ર, ૯. ભાવારિવારણસ્તોત્ર, ૧૦. કલ્પપ્રકરણ, ૧૧. પંચનિગ્રંથીપ્રકરણ. ૧૨. યોગશાસ્ત્ર, ૧૩. વિદગ્ધમુખમંડન, ૧૪. વૃત્તરત્નાકર, ૧૫. ઉપદેશમાલા અને ૧૬. અતિશાંતિ સ્તવન. આટલી કૃતિઓ પરના તેમના બાલાવબોધો મળે છે જેમાં ષષ્ટિશતક’, ‘વાગ્ભટાલંકાર' (બન્નેના સંપાદક ડૉ. ભો. જ. સાંડેસરા) અને ‘શીલોપદેશમાલા’(ડૉ. હરિવલ્લભ ભાયાણી, ડૉ. રમણીક શાહ વગેરે) ૫૨ના એમ ત્રણ બાલાવબોધો પ્રકાશિત થયા છે. આ બાલાવબોધો ઉપરાંત તેમના નામે પ્રશ્નોત્તરપદશતક' નામે એક ગુજરાતી રચના અને છ જેટલા નાનાનાના સંસ્કૃત પ્રાકૃત, અપભ્રંશ સ્તોત્રો પણ મળે છે. ગુજરાત-રાજસ્થાનના હસ્તપ્રતભંડારોની ઝીણવટભરી તપાસ થાય તો તેમના રચેલા વધુ બાલાવબોધો મળી આવવા સંભવ છે. ઉપલબ્ધ બાલાવબોધોની સંખ્યા જોઈને પણ આપણે મેરુસુંદરગણિને બાલાવબોધકારોમાં અગ્રણી માની શકીએ. બાલાવબોધોની યાદી જોતાં જણાય છે કે ઉપાધ્યાયજીએ વિવિધ વિષયોના નાનામોટા સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોને ગુજરાતીમાં ઉતાર્યા છે. ‘વૃત્તરત્નાકર', Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy