SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ બાલાવબોધકાર મેરુસુંદરગણિ અને તેમનો “શીલોપદેશમાલા બાલાવબોધ' D ૨૯૧ ‘વાભદાલંકાર' અને 'વિદગ્ધમુખમંડન’ જેવા કાવ્યશાસ્ત્રના જૈનેતર ગ્રંથોના બાલાવબોધો પોતાના શિષ્યોને કાવ્યાલંકારની સમજ આપવા તેઓએ રચ્ય જણાય છે, જ્યારે “શીલોપદેશમાલા', ઉપદેશમાલા', પુષ્પમાલા', “ષષ્ટિશતક' આદિના બાલાવબોધો નવદીક્ષિત શિષ્યો તેમજ સાધારણ જ્ઞાન ધરાવતા શ્રાવકોને ધર્મનાં તત્ત્વોનો બોધ કરાવવાના ઉદ્દેશથી રચ્ય જણાય છે. ઉપાધ્યાયજી સમક્ષ તે સમયે આદર્શ રૂપે તરુણપ્રભસૂરિ, સોમસુંદરસૂરિ, જિનસાગરસૂરિ આદિ રચિત બાલાવબોધો હતા. “ષડાવશ્યક બાલાવબોધ'ની પ્રશસ્તિમાં તેમણે જણાવ્યું છે કે તરુણપ્રભસૂરિરચિત “પડાવશ્યક બાલાવબોધ' અનુસાર પોતે આ બાલાવબોધ રચી રહ્યા છે. તેમના ઉપલબ્ધ બાલાવબોધોમાં માત્ર સાતના રચનાવર્ષની નોંધ મળે છે. તેમાં પ્રથમ “શત્રુંજયસ્તવન બાલા.'ની રચના વિ.સં.૧૫૧૮માં થયાનું અને છેલ્લા વાભદાલંકાર બાલા.”ની રચના વિ.સં.૧૫૩૫માં થયાની નોંધ છે. બાકીના પણ આ સમયગાળાની આજુબાજુ જ રચાયા હોવાનું કહી શકાય. વળી ‘પડાવશ્યક', શીલોપદેશમાલા' અને “ષષ્ટિશતક પ્રકરણ' આ ત્રણના બાલાવબોધ મંડપદુર્ગ એટલેકે હાલના મધ્યપ્રદેશમાં આવેલ માંડુ કે માંડવગઢમાં રહીને તેઓએ ત્રણેક વર્ષના ગાળામાં રચ્યા છે. તેમના પ્રકાશિત અને અપ્રકાશિત બાલાવબોધો જોતાં પહેલી નજરે જણાઈ આવતી વિશિષ્ટતા તેમનું લાઘવ છે. નિરર્થક લંબાણ વિના જ તેઓ મૂળના અર્થને ગુજરાતીમાં સરળતા અને સચોટતાથી ઉતારી શક્યા છે. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના તથા જૈન સાહિત્યના તેઓ પ્રખર જ્ઞાતા હતા. ઉપરાંત ભારતીય સાહિત્ય અને કાવ્યાલંકારશાસ્ત્રનું તેમનું જ્ઞાન પણ ઊંડું હતું તેના પુરાવા તેમના બાલાવબોધોમાં ઠેરઠેર મળે છે. “શીલોપદેશમાલા બાલાવબોધ' ઉપાધ્યાયજીની યશસ્વી કૃતિ છે. તે “સીલોવએસમાલા' (‘શીલોપદેશમાલા') નામક કૃતિના બાલાવબોધ રૂપે રચાયેલ છે. મૂળ “શીલોપદેશમાલા' મહારાષ્ટ્ર પ્રાકૃત ભાષામાં ગાથા કે આય છંદમાં, ૧૧૪ પદ્યમાં રચાયેલી છે. તેના કર્તા કોઈ જયસિંહસૂરિશિષ્ય જયકતિ નામે છે. આ ગુરુ-શિષ્ય વિશે કોઈ માહિતી મળતી નથી. પરંતુ એક પ્રસિદ્ધ પ્રાકૃત રચના ધમોપદેશમાલા' અને તેના પરનું વિવરણ રચનાર જયસિંહસૂરિ નામક આચાર્યું વિ.સં.૯૧૫માં તે ગ્રંથ રચ્યાની નોંધ છે. ઉપર્યુક્ત જયસિંહસૂરિ તે જ હોય તો તેમના શિષ્ય જયકીર્તિનો સમય અનુમાને વિક્રમની દશમી શતાબ્દી ગણી શકાય. શીલોપદેશમાલા'માં શીલ એટલે કે ચારિત્ર્યપાલનવિષયક ઉપદેશ આપવામાં આવ્યો છે. દૃષ્ટાંતરૂપે તેમાં શીલપાલન કરનાર અથતુિ એકપતિવ્રત કે એકપત્નીવ્રતનું આચરણ કરનાર અનેક મહાન સ્ત્રીપુરુષોનો નિર્દેશ છે. શીલભંગથી થતી હાનિ અને શીલપાલનથી થતા લૌકિક-અલૌકિક લાભોનું વર્ણન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy