SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય જૈન સાહિત્યમાં પ્રચલિત ઉદાહરણો દ્વારા કરી સામાન્ય જનોને શીલનું મહત્ત્વ સમજાવવાનો કવિનો આમાં ઉદ્દેશ છે. “શીલોપદેશમાલા'ની સેંકડો હસ્તપ્રતો જૈન જ્ઞાનભંડારોમાં મળે છે તે હકીકત તે રચનાનું જૈન સમાજમાં કેટલું મહત્ત્વપૂર્ણ સ્થાન હતું તે દવિ છે. આ “શીલોપદેશમાલા' પર સંસ્કૃત ભાષામાં પણ ચાર ટીકાઓ રચાયાની નોંધ છે. તેમાંની એક “શીલતરંગિણી'ની રચના રુદ્રપલીયગચ્છના આ. સંઘતિલકસૂરિના પટ્ટશિષ્ય આ. સોમતિલકસૂરિ અપરનામ વિદ્યાતિલકે વિ.સં. ૧૩૯૪ (ઈ.સ.૧૩૩૭)માં કરેલ છે. આ ટીકાને અનુસરીને મેરસુંદરગણિએ બાલાવબોધની રચના કરી છે તેમ જણાય છે. મેરુસુંદરગણિના બાલાવબોધ સાથે મળી ગુજરાતી ભાષામાં પણ નવેક જેટલા બાલાવબોધો “શીલોપદેશમાલા પર રચાયા છે. તેમાં બે મેરુસુંદર પૂર્વેના અને બાકીના મેરુસુંદરની રચના પછીના છે. તે બધા હજી અપ્રસિદ્ધ છે – હસ્તપ્રતોમાં જ રહેલા છે. મેરુસુંદરગણિએ શીલોપદેશમાલાના બાલાવબોધની રચના વિ.સં.૧૫૨૫ (ઈ.સ. ૧૪૬૯)માં મંડપદુર્ગમાં રહીને કરેલી. શ્રીમાલજ્ઞાતિના સંઘપતિ ધનરાજની પ્રાર્થનાથી ભવ્યજનોના ઉપકાર માટે લેખકે આ રચના કરી તેવી નોંધ પ્રશસ્તિમાંથી મળે છે. મૂળ ગાથા આપી એનો અનુવાદ કરવો અને વચ્ચે અઘરા શબ્દોની સમજૂતી આપતા જવી એવી ખાસ કરીને બાલાવબોધની પરિપાટી હોય છે. અહીં પણ એ જ પદ્ધતિ મરસુંદર ઉપાધ્યાયે અપનાવી છે. ઉદાહરણ તરીકે, “વેલી એહ જિ શીલ – ઉપરિ લૌકિક ઋષિના દૃષ્ટાંત દેખાડતુ કહઈ – જે લોએ વિ સુણિજ્જઈ નિયતવ-માહથ્વ-રજિય-જયા વિ | દિવાયણ-વિસ્ફામિત્ત-પમુહ-મુણિણો વિ પબભઠ ૫૮ વ્યાખ્યા : જે લોક માહિ ઈસિલું સાંભલી છે જે આપણા તપનઈ મહાભ્યાં કરી જગત્રય રંજવી દ્વીપાયન વિશ્વામિત્ર ઋષિ પ્રમુખ પારાસરાદિ પરસાનિ એવડા. ઋષિ હૂઆ, તે પણિ સ્ત્રીના હાવ, ભાવ, કટાક્ષક્ષેપ, વચન, શૃંગાર દેખી શીલÇતા ભષ્ટ થયા. પણિ તે ઋષિ કેહવા છઈ ? સૂકી સેવાલ, સૂકાં પલાસનાં પત્ર, કંદ મૂલ ભક્ષણ. કરતા છઈ. એહવા ઋષિ શીલ-હૂંતા ચૂકા. [૮] હિવઈ ઈહાં તે ઋષિની કથા કહીઈ –" આમ સરળ ભાવાર્થ આપી પછી કવિ ગાથામાં આવતા દૃષ્ટાંતને કથા રૂપે મૂકે છે. આ કથાકથનમાં જ મેરુસુંદરની સર્જકશક્તિનાં આપણને દર્શન થાય છે. શીલોપદેશમાલામાં આવતાં દૃષ્ટાંતો પરથી ઉપાધ્યાયજીએ બાલાવબોધમાં ૪૩ નાનીમોટી કથાઓ આલેખી છે. મૂળ ૧૧૪ ગાથાઓની વ્યાખ્યાનો વિસ્તાર આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy