________________
બાલાવબોધકાર મેરુસુંદરગણિ અને તેમનો “શીલોપદેશમાલા બાલાવબોધ' D ૨૯૩
કારણે ૬000 ગ્રંથાગ્ર જેટલો થયો છે. આમ આ બાલાવબોધ એક કથાકોશ જેવો બની રહ્યો છે. આમાં નીચેની કથાઓ આવે છે --
શીલ ઉપરિ : ૧. ગુણસુંદરીની કથા. શીલભંશ ઉપરિ = ૨. કપાયન ઋષિની કથા, ૩. વિશ્વામિત્ર ઋષિની કથા. શીલ ઉપરિઃ ૪. નારદ મુનિની કથા.
સ્ત્રીદાસત્વ ઉપરિ : ૫. રિપુમર્દન રાજાનું દૃષ્ટાંત, ૬. ઇન્દ્રનું દૃષ્ટાંત, ૭. વિજયપાલ રાજાનું દૃષ્ટાંત, ૮. હરિની કથા, ૯. હરની કથા, ૧૦. બ્રહ્માની કથા, ૧૧. ચંદ્રની કથા, ૧૨. સૂર્યની કથા, ૧૩. ઈન્દ્રની કથા.
વિષયની પ્રબળતા ઉપર : ૧૪. આદ્રકુમારની કથા, ૧૫. નંદિષેણની કથા, ૧૬. રથનેમિની કથા.
કામવિજેતા શીલવંત મહાત્માનાં ચરિત્ર : ૧૭. નેમિચરિત્ર, ૧૮. મલ્લિનાથ ચરિત્ર. ૧૯. સ્થૂલભદ્ર ચરિત્ર, ૨૦. વજસ્વામી ચરિત્ર, ૨૧. સુદર્શન શ્રેષ્ઠિ કથા. ૨૨. વંકચૂલ કથા.
સતીચરિત્ર : ૨૩. સતી સુભદ્રાની કથા, ૨૪. મદનરેખા કથા, ૨૫. સતી સુંદરી કથા, ૨૬. અંજનાસુંદરી કથા, ર૭. નર્મદાસુંદરી કથા, ૨૮. રતિસુંદરી કથા. ૨૯. ઋષિદત્તા કથા, ૩૦. દવદતી કથા, ૩૧. કમલા સતી કથા, ૩૨. કલાવતી કથા, ૩૩. શીલવતી કથા, ૩૪. નંદયંતી કથા, ૩૫. રોહિણી કથા.
શીલભ્રષ્ટનું ઉદાહરણ : ૩૬. કૂલવાલુઆની કથા. સતીચરિત્ર : ૩૭. દ્રુપદીની કથા.
અસતીની કથા : ૩૮. નૂપુરપંડિતાની કથા, ૩૯. દત્તદુહિતાની કથા. ૪૦. (અગડદત્ત) મદનમંજરી કથા, ૪૧. પ્રદેશી રાજાની રાણીની કથા.
સતીચરિત્ર : ૪૨. સીતા, ૪૩. ધનશ્રી.
આમાંનાં ૨, ૩, ૪, ૬ અને ૮થી ૧૩ સુધીનાં કથાનકો ઘણાં નાનાં છે – કેટલાંક તો એક ફકરામાં સમાય તેવડાં. આ બધાં કથાનકો હિંદુ પુરાણકથાઓના આધારે આલેખાયાં છે. બાકીનાં કથાનકો પ્રમાણમાં મોટાં અને કેટલાંક તો ઘણા વિસ્તારવાળાં છે. એ બધાંનાં મૂળ જૈન આગમિક સાહિત્ય (મૂળ આગમો, નિયુક્તિ, ચૂર્ણ આદિ ટીકાઓ વગેરે) અને પછીના મહારાષ્ટ્ર પ્રાકૃત કથાસાહિત્યમાં રહેલાં છે. ઉદાહરણ રૂપે રથનેમિની કથાનું મૂળ ઉત્તરાધ્યયન સૂત્ર છે. દ્રૌપદીની કથા અને મલ્લીની કથા જ્ઞાતાધર્મકથામાં છે અને પ્રદેશી રાજાની કથાનું મૂળ રાજપ્રશ્રીય સૂત્ર છે. તે અગડદત્ત-મદનમંજરીની કથા, નર્મદા સુંદરીની કથા, દમયંતી કથા આદિનાં મૂળ વસુદેવહિંડી'માં રહેલ છે. ધનશ્રીનું દૃષ્ટાંત “સમરાઇઍકહા'માં છે. જ્યારે કેટલીક કથાઓ લોકકથા સાહિત્યમાંથી પ્રાકૃત સાહિત્યમાં અવતરી અને પછી પલ્લવિત થઈ છે. ઉદાહરણ તરીકે, નૂપુરપંડિતાની કથા, દત્તદુહિતાની કથા ઇત્યાદિ.
મૂળ પ્રાચીન સાહિત્યમાં માત્ર નામનિર્દેશ હોય તેવાં કેટલાંક દૃષ્ટાંતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org