SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ હીરાણંદસૂરિ : જીવનકવનનું આકલન I ૯૩ સમસ્યાઓ પૂછે છે. સવાર પડતાં પ્રધાનપુત્રને બદલે વિનયચટ્ટને જોઈને રાજકુમારી વિલાપ કરવા લાગી પણ પછી સખીના આશ્વાસનથી દેવગતિ ન્યારી છે એમ માનીને આહડ નગરમાં પહોંચીને ત્યાં એક આવાસ લઈને રહે છે. અહીં વિનયચટ્ટ પોતાને પ્રાપ્ત વિદ્યામંત્રને બળે લોકોનું રંજન કરતો એટલે લોકો એને વિદ્યાવિલાસ નામે ઓળખવા લાગ્યા. અહડ નગરના રાજા તળાવ ખોદાવતા હોય છે, ત્યારે એમાંથી પ્રાચીન લિપિમાં લખાયેલો એક શિલાલેખ નીકળે છે, કોઈ એ ઉકેલી આપતું નથી, એટલે રાજા પડો ફેરવે છે કે, મારે અનેક પ્રધાનો છે, તેના ઉપરી તરીકે, હું આ લિપિ ઉકેલનારને સ્થાપીશ. વિદ્યાવિલાસ લિપિ ઉકેલવા તૈયાર થાય છે. અને લિપિમાં લખાયેલી વીગતો રાજાને વાંચી સંભળાવે છે કે અહીંથી પૂર્વ તરફ સોળ કરોડ સોનામહોર નીકળશે. વિદ્યાવિલાસે ઉકેલેલા લિપિના લખાણ મુજબ ખોદકામ કરાય છે અને સોળ કરોડ સોનામહોર નીકળતાં રાજા ખુશ થાય છે અને વિદ્યાવિલાસને ઊંચી પ્રધાનપદવી આપે છે. બધા જ વિદ્યાવિલાસને આદર આપે છે. પણ રાજકુંવરીને હજુ વિદ્યાવિલાસ પર વિશ્વાસ બેસતો નથી. રાજાએ યોજેલા એક ઉત્સવમાં રાજકુંવરી સૌભાગ્યસુંદરી નૃત્ય કરે છે અને વિદ્યાવિલાસ મૃદંગ બજાવે છે. મૃદંગ પરની વિદ્યાવિલાસની કુશળતા જોઈને કુંવરી સૌભાગ્યસુંદરીને હવે વિશ્વાસ બેસે છે કે આ પણ કલાકાર છે. આવી પ્રસન્ન મધુર ક્ષણ પ્રગટે છે, ત્યાં તો એક બીજી ઘટના બને છે. નૃત્યના કાર્યક્રમમાંથી પાછા ફરતી વેળાએ સૌભાગ્યસુંદરની ખોવાયેલી મુદ્રિકા શોધવા નીકળેલા વિદ્યાવિલાસને સર્પદંશ થતાં તે એક સુરસેના નામની ગણિકાના ગૃહે ફસડાઈ પડે છે. ગણિકા મણિજલ પાઈને વિદ્યાવિલાસને સાજો કરે છે, પણ પછી મંત્રેલો દોરો પગે બાંધે છે, એટલે વિદ્યાવિલાસ પોપટ બની જાય છે. જ્યારે દોરી છોડે ત્યારે પોપટમાંથી વિદ્યાવિલાસ થઈ જાય. આ બાજુ સૌભાગ્યસુંદરીને હવે વિયોગ સતાવવા લાગ્યો અને રાજા પણ ઉદ્વિગ્ન થઈ ગયો એટલે એણે પડો ફેરવ્યો કે જે કોઈ વિદ્યાવિલાસને શોધી કાઢશે એને હું મારી કુંવરી પરણાવીને અડધું રાજ આપીશ. આ બાજુ એક દિવસ પાંજરાનું બારણું ખુલ્લું રહી જતાં પોપટ બહાર નીકળી પડે છે અને રાજાને મહેલે આવે છે. ત્યાં રાજાની કુંવરી આ પોપટને પગે બાંધેલો દોરી છોડે છે તો તુર્ત જ વિદ્યાવિલાસ એનું મૂળ રૂપ ધારણ કરે છે અને દોરો બાંધે છે તો પુનઃ પોપટ બની જાય છે. રાજાની કુંવરી આ સમાચાર સૌભાગ્યસુંદરીને પહોંચાડે છે. સૌભાગ્યસુંદરી આવી પહોંચે છે. રાજાને આ વાતની ખબર પડતાં તે પણ આવી પહોંચે છે. પોતાની શરત મુજબ કુંવરીનાં લગ્ન વિદ્યાવિલાસ સાથે યોજે છે અને એને અધું રાજ આપે છે. હવે અધ રાજ્યના રાજા બનેલા વિદ્યાવિલાસને પોતાના પિતાને કહેલું વચન યાદ આવે છે એટલે એ ઉજ્જયિની ઉપર આક્રમણ કરવા નીકળી પડે છે. આ આક્રમણમાં વિજય મેળવીને વિદ્યાવિલાસ ઉજ્જયિનીનો રાજા બને છે. પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy