SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય આમ વસ્તુપાળના જીવનનાં કેટલાંક પાસાંઓને રસપ્રદ રીતે નિરૂપતી અને વસ્તુપાલની શત્રુંજય સંઘયાત્રાની વીગતોને આલેખતી આ એક મહત્ત્વની કૃતિ છે. (૨) “વિદ્યા-વિલાસ પવાડુ” (૨.ઈ.૧૪૨૯) : પ્રકાશિત – ગૂર્જર રાસાવલિ, ૧૯૫૬, સંપા. સી. ડી. દલાલ, બ.ક. ઠાકોર, મો.દ. દેશાઈ. વિદ્યાવિલાસની પ્રચલિત લોકકથા, પદ્યવાત રૂપે ૧૮૯ કડીમાં અહીં પ્રસ્તુત થઈ છે. દુહા, વસ્તુ અને પવાડી છંદ પ્રયોજાયેલ છે. ઉપરાંત ચોપાઈ ઢાળના ધ્રુપદ દ્રુપદ) તથા દેશી રાગના ઢાળનો વિનિયોગ પણ થયેલો છે. પવાડાના સ્વરૂપમાં બહુધા વીરપ્રશસ્તિ કે યુદ્ધકથા આલેખાતી હોય છે. અહીં વીરપ્રશસ્તિ અને યુદ્ધકથા છે. પણ એ જુદી રીતે નિરૂપાઈ છે. કોઈ પૌરાણિક, ઐતિહાસિક વીરનાયક અને તેની પ્રશસ્તિ નહીં, પરંતુ અહીં સામાન્ય શ્રેષ્ઠીપુત્રમાંથી રાજવીપદને પ્રાપ્ત કરનાર કાલ્પનિક પાત્રની પ્રશસ્તિ છે. તથા જે યુદ્ધ કે સંઘર્ષ છે એ જીવન સામેનો છે. એ રીતે જીવનસંગ્રામમાં ઝૂઝતા અને એમાં સફળ થયેલા લોકનાયકની આ કથા છે. ઉજ્જયિની નગરીનો ધનાવહ નામનો શ્રેષ્ઠી એના ચાર પુત્રોને ઘરનો ભાર કેમ વહન કરશો, કઈ રીતે કમાશો, એ મતલબનો પ્રશ્ન કરે છે, ત્યારે સૌથી નાનો પુત્ર ધનસાગર પ્રત્યુત્તર રૂપે કહે છે કે, ઉજ્જયિની નગરીના જગનિક રાજાને જીતીને સઘળું રાજ્ય લઈ લઈશ. પિતા નાના પુત્રના આ પ્રકારના પ્રત્યુત્તરથી ખૂબ જ નારાજ થઈને ગુસ્સે થઈને તેને ઘરમાંથી કાઢી મૂકે છે. ગૃહનિકાલ થયેલો ધનસાગર એક જયસાગર નામના સાર્થવાહ – વણજારાની મદદથી શ્રીપુર નામના નગર સુધી પહોંચે છે. અહીં એક નિશાળમાં અભ્યાસ માટે રહે છે. નિષ્ઠાવાન અને નમ્ર હોવા છતાં પણ તે વિદ્યાવાન બનતો નથી. એટલે બધા ધનસાગરને મૂખચટ્ટ કહેતા હોય છે. પરંતુ પછીથી તેની નમ્રતાને અને નિષ્ઠાને કારણે, મૂખટ્ટ વિનયચટ્ટ તરીકે ઓળખાવા લાગે છે. આ નિશાળમાં શ્રીપુરના રાજાની કુંવરી સૌભાગ્યસુંદરી અને રાજાના પ્રધાનનો પુત્ર લક્ષ્મીનિવાસ પણ અભ્યાસ કરતાં હોય છે. રાજકુંવરી સૌભાગ્યસુંદરીને પ્રધાનપુત્ર લક્ષ્મીનિવાસનું આકર્ષણ છે, એટલે પ્રધાનપુત્રને બન્ને લગ્ન કરી આ સ્થળેથી ક્યાંક નાસી જઈએ એમ કહે છે. આવું કરતાં પ્રધાનપુત્ર લક્ષ્મીનિવાસ ડરે છે અને તે મૂર્ખચટ્ટ અર્થાત્ વિનયચટ્ટને સંકેતસ્થળે જઈને રાજકુંવરી સાથે લગ્ન કરીને નાસી જવા કહે છે. વિનયચટ્ટ સંમતિ આપે છે. પણ પછી અવઢવમાં પડીને સરસ્વતીના મંદિરમાં જઈને ઉદ્વિગ્ન અવસ્થામાં પોતાના શિરચ્છેદ માટે તૈયાર થાય છે, ત્યારે માતાજી તેની ઉપર પ્રસન્ન થાય છે અને વિદ્યામંત્ર આપે છે. આ વિદ્યામંત્ર મેળવીને વિનયચટ્ટ રાત્રે સંકેતસ્થળે પહોંચે છે. ત્યાં રાજકુમારી એની સખી સાથે રાહ જ જોતી હોય છે. સખીની ઉપસ્થિતિમાં મંદિરમાં લગ્ન થાય છે અને પછી સખીને પણ સાથે લઈને રાજકુમારી અને વિનયચટ્ટ રાત્રે જ ઘોડા ઉપર ભાગી નીકળે છે. રસ્તામાં રાજકુમારી વિનયચટ્ટને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy