________________
૯૪ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
પોતાના પિતા ધનવાહ શ્રેષ્ઠીને મળવા જાય છે અને પોતાની ધનસાગર નામના ચોથા પુત્ર તરીકેની ઓળખ આપીને પોતે કહેલું વચન આજે સત્ય કર્યું છે એમ કહે છે. બધાં ખૂબ જ હર્ષ પામે છે. પછી એક વાર જ્ઞાનતિલકસૂરિ ઉજ્જયિનીમાં આવે છે અને તેમના ઉપદેશથી રાજા વિદ્યાવિલાસ પોતાના પુત્રને રાજ્ય સોંપી દીક્ષા અંગીકાર કરે છે.
પ્રચલિત લોકકથાનકને પવાડાના સ્વરૂપમાં પ્રયોજીને સર્જાયેલી હીરાણંદસૂરિની આ કૃતિ આ વિષયની પ્રથમ ગુજરાતી કૃતિ તરીકે નોંધપાત્ર છે.
(૩) “કલિકાલ રાસ' (ર.ઈ. ૧૪૩૦) : પ્રકાશિત – રાજસ્થાન પુરાતન ગ્રંથમાલા. ગ્રંથાંક ૯૭, ઈ.૧૯૬૮, સંપા. ડૉ. આત્મારામ જાજોદિયા; હિન્દી અનુશીલન, વર્ષ ૧૦, અંક ૧, સંપા. અગરચંદ નાહટા; સ્વાધ્યાય, ઑક્ટોબર ૧૯૭૩, સંપા. ભોગીલાલ સાંડેસરા.
પ્રવર્તમાન વિષમ સમયને નિરૂપતી ૬૪ કડીની આ રાસકૃતિ ભાસ, વસ્તુ અને ફાગ જેવા બંધમાં અભિવ્યક્તિ પામી છે. ખાસ કરીને કળિયુગનાં લક્ષણો અહીં વણ્ય વિષય બન્યાં છે. સર્જકે જોયેલી તત્કાલીન સ્થિતિનું અહીં નિદર્શન કર્યું જણાય
(૪) “શૂલિભદ્ર બારમાસા” : પ્રકાશિત – પ્રાચીન મધ્યકાલીન બારમાસા સંગ્રહ, ઈ. ૧૯૭૪, સંપા. શિવલાલ જેસલપુરા.
સ્થૂલિભદ્ર-કોશાના પ્રસિદ્ધ કથાનકને અહીં હીરાણંદસૂરિએ બારમાસાના સ્વરૂપને માટે પસંદ કરેલ છે. મધ્યકાલીન બારમાસા સ્વરૂપમાં પહેલી વખત આ કથાનક પ્રયોજનાર સર્જકનું માન હીરાણંદસૂરિ મેળવે છે.
માગશર મહિનાથી તે કારતક સુધીના બારમાસ અહીં દોહરા, હરિગીત. આદિ પદ્યબંધોમાં ૧૫ કડીમાં આલેખાયેલ છે. કૃતિની ભાષા અપભ્રંશપ્રધાન જણાય છે. તે દૃષ્ટિએ તથા વિષયનિરૂપણની દૃષ્ટિએ આ કૃતિ હીરાણંદસૂરિની મહત્ત્વની કૃતિ છે.
દીક્ષા અંગીકાર કર્યા બાદ સ્થૂલિભદ્ર પૂર્વાશ્રમની પ્રેમિકા કોશાના ગૃહે પ્રથમ ચાતુમસ ગાળવા રહ્યા ત્યારે કોશાના ચિત્તમાં ઊઠતા સ્થૂલિભદ્ર પ્રત્યેના મનોભાવો આ કાવ્યની વિષયસામગ્રી છે. સ્થૂલિભદ્ર માગશરમાં દીક્ષા અંગીકાર કરેલી તેથી બારમાસા-રચનાનો આરંભ માગશર માસથી થયો છે.
પ્રત્યેક માસની પ્રકૃતિગત લાક્ષણિકતા અને એની માનવમન પર પડતી અસર કવિ કોશાના ઉદ્દગાર રૂપે પ્રકટ કરે છે. જે-તે માસને અનુકૂળ શાસ્ત્રીય રાગનો ઉલ્લેખ પણ કરે છે. ખાસ તો સ્થૂલિભદ્રને ચલિત કરવા માટેના પ્રયાસો અને એમાં નિષ્ફલ રહેતી કોશની વિયોગ-વિરહ-અવસ્થા હીરાણંદસૂરિ અહીં નિરૂપે છે. પ્રાસાનુપ્રાસ અને આંતરયમકના વિનિયોગથી કાવ્ય સુગેય બન્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org