________________
મધ્યકાલીન ગુજરાતી જૈન કવિતાના પદબંધો
કિર્તિદા જોશી
મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યે આપણી સાહિત્યપરંપરાનો અનેકવિધ વારસો સાચવવાનું અને એને આગળ લઈ જવાનું પુણ્યકાર્ય કર્યું છે. છેક પ્રાકૃતકાળથી ચાલ્યા આવતા કથાપ્રવાહને એણે અપરંપાર રાસાઓના પાત્રમાં ઝીલ્યો છે. એ જ રીતે એણે પરંપરાગત પદ્યબંધોને સાચવ્યા છે, પોતાના સમયના અન્ય વિશાળ સાહિત્યરાશિમાંથી અનેક પદ્યબંધો ઝીલ્યા છે, અને નવા પણ યોજ્યા છે. એટલે મધ્યકાલીન ગુજરાતી જૈન કવિતામાં પદ્યબંધોનો એક ખજાનો ઊઘડતો દેખાય છે.
આ પદ્યબંધોને આપણે આ પ્રમાણે મુખ્ય વર્ગોમાં વિભક્ત કરી શકીએ. ૧. સંસ્કૃત અક્ષરમેળ વૃત્તો, ૨. અપભ્રંશ માત્રામેળ છંદો, ૩. ચારણી છંદો, ૪. દેશી ઢાળો કે દેશીઓ. આ પઘબંધોની સાથે રાગોનો નિર્દેશ પણ ઘણી વાર થયો છે ને એ રીતે આપણી રાગસમૃદ્ધિ પણ એમાં છતી થાય છે.
આ પદ્યબંધોનો અભ્યાસ કરતાં એની કેટલીક લાક્ષણિકતાઓ ઊપસી આવે છે. આપણે હવે તે જોઈએ. '
૧. અક્ષરમેળ વૃત્તોઃ આ સંસ્કૃતનો વારસો છે. ગુજરાતી જૈન કવિતામાં એના વિનિયોગના કેટલાક મુદ્દાઓ આ પ્રમાણે તારવી શકાય ?
(૧) અક્ષરમેળ વૃત્તોનો વપરાશ સમગ્ર મધ્યકાલીન ગુજરાતી કવિતામાં ઘણો ઓછો છે અને જૈન કવિતામાં પણ એ જ સ્થિતિ જોવા મળે છે. આમ છતાં સંપૂર્ણપણે વૃત્તબદ્ધ એવાં કેટલાંક કાવ્યો મળે છે ખરાં. જેમકે, શાલિસરિનું વિરાટપર્વ' (ઈ.સ. ૧૪૨૨ પહેલાં), આખુંયે કૃતવિલંબિત, માલિની, ઉપજાતિ, સ્વાગતા, વસંતતિલકા વગેરે વૃત્તોમાં રચાયેલું છે. સમગ્ર મધ્યકાલીન કવિતામાં આ પ્રકારનું આ પહેલું જ કાવ્ય છે. કેસરવિમલકત “સુક્તમાલા' (ઈ.સ.૧૬૯૮) પણ વિવિધ વૃત્તોમાં છે. જયશેખરસૂરિકૃત અબુદાચલ વિનતી’ (ઈ.સ. ૧૪00 આસપાસ), લાવણ્યસમયકૃત “ચતુર્વિશતિ જિન સ્તવન” (ઈ.સ.૧૫૩૦ આસપાસ), ભાનુમેરુકૃત ‘સ્તંભન પાર્શ્વનાથ સ્તુતિ (ઈ.સ.સોળમા શતકનો ઉત્તરાધ), ઈશ્વરસૂરિત ‘ઈસરશિક્ષા' (ઈ.સ.૧૬મી સદીનો આરંભ) વગેરે તિઓ સળંગ કોઈ એક વૃત્તમાં રચાયેલી છે. એમાં ઉપજાતિ. માલિની, તવિલંબિત વગેરે વૃત્તો વપરાયાં છે. જોઈ શકાય છે કે લાંબી કથાત્મક અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org