________________
૮s D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
અહીં આપણને વૈશેષિકોના એ સિદ્ધાન્તનું સ્મરણ થાય છે કે સમવાધિકારણ તો દ્રવ્ય જ હોય. તો પછી “ઠારVITUT:છાર્યTMનુ બારમત્તે’ એ વૈશેષિક સિદ્ધાન્તનું શું? કાર્યગુણોનું કારણ કારણગુણો છે એ વાત સાચી પણ તે કારણ સમવાયિકારણ નહીં પરંતુ અસમવાયિકરણ. બીજી નોંધપાત્ર વસ્તુ એ છે કે “શક્તિ-વ્યક્તિની પરિભાષા સંખ્યદર્શનની છે. ઉપાધ્યાયજી પ્રસ્તુત વિધાન કરી ગુણને શક્તિ માનનાર દિગંબર ચિંતકોનો પ્રતિષેધ કરે છે.
પ્રત્યેક વસ્તુ દ્રવ્ય-પયયાત્મક છે. દ્રવ્ય વિના પર્યાય નથી અને પર્યાય વિના દ્રવ્ય નથી. તેથી દરેક વસ્તુ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક છે. દ્રવ્ય ધ્રુવ છે. ઉત્પાદ-વ્યય પર્યાયના થાય છે. પૂર્વ પર્યાયનો નાશ જે ક્ષણે થાય છે તે જ ક્ષણે ઉત્તર પર્યાયની ઉત્પત્તિ થાય છે, અને પર્યાયિોમાં દ્રવ્ય એક અનુયૂત રહે છે. અહીં આ સંદર્ભમાં ટબાની એક મહત્ત્વની કંડિકા ઉદ્ધત કરવી રસપ્રદ થઈ પડશે. તે આ પ્રમાણે છે – “હેમઘટવ્યય તેહ જ હેમમુકુટની ઉત્પત્તિ. એકકારણજન્ય છઇ. તે માર્ટિ વિસભાગપયોત્પત્તિસંતાન છઇ, તેહથી જ ઘટનાશવ્યવહાર સંભવઈ છઈ. તે માર્ટિ પણિ ઉત્તરપયોત્પત્તિ તે પૂર્વપર્યાયનો નાશ જાણવો. કંચનની ધ્રુવતા પણિ તેહ જ છઈ, જે માર્ટિ પ્રતીય પર્યાયોત્પાદઈ એકસંતાનપણું, તેહ જ દ્રવ્યલક્ષણ ધ્રૌવ્યા છઇ.' અહીં ‘
વિભાગ” “સંતાન’ અને ‘પ્રતીત્ય' શબ્દોનો પ્રયોગ ધ્યાન ખેંચે છે. આ બધા બૌદ્ધ પારિભાષિક શબ્દો છે. આ બૌદ્ધ પારિભાષિક શબ્દોનો પ્રયોગ કરી વસ્તુની ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મકતાની સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન બીજા કોઈ જૈન દાર્શનિક ગ્રંથમાં નહીં મળે. વળી, યશોવિજયજીએ જૈન દ્રવ્ય અને બૌદ્ધ સંતાનનું એકત્વ સૂચવ્યું છે, તે માટે તો તેમની સમન્વયદૃષ્ટિની અને સૂક્ષ્મક્ષિકાની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે.
યશોવિજયજી જણાવે છે કે બધાં લૌકિક વાક્યો નયવાક્યો છે અને તેથી બધાં લૌકિક વાક્યોમાં પણ “સ્વાતું' (અર્થાત્ “અમુક દૃષ્ટિએ') શબ્દનો અનુપ્રવેશ હોય છે જ. દા.ત., “કાળો નાગ છે' આ લૌકિક વાક્યમાં પણ ‘સ્યા' શબ્દનો અનુપ્રવેશ આપણને અભિપ્રેત છે જ. આ વાક્યથી આપણે કહેવા માંગીએ છીએ કે નાગની શ્યામતા પૃષ્ઠાવચ્છિન્ન છે, ઉદરાવચ્છિન્ન નથી. તથા સર્પમાત્રમાં કૃષ્ણતા નથી શેષનાગ શુક્લ કહેવાય છે. આમ વિશેષણ-વિશેષ્યનિયમાર્થ “ચાતુ' શબ્દનો પ્રયોગ છે. અહીં નવ્યર્નયાયિકની પરિભાષા અને રીતિનો પ્રયોગ કરી “સ્માતુની સાર્થકતા કુશળ રીતે દર્શાવી છે.
યશોવિજયજીની વિદ્વત્તા અને વિશેષતા દર્શાવવા અત્યારે તો આટલું પૂરતું
વિક્રમની અઢારમી સદીમાં થયેલા શ્રીમદ્ દેવચંદ્ર પણ ગુજરાતી ભાષામાં રચનાઓ કરી છે. તેમાં આગમસાર, ધ્યાનદીપિકાચતુષ્પદી, નયચક્રનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org