SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘન-યશોવિજય-દેવચંદ્રનો તત્ત્વવિચાર D ૮૭ બાલાવબોધ, પાંચ કર્મગ્રંથો પરનો ટબો, વિચારરત્નસાર, છૂટક પ્રશ્નોત્તરો, અધ્યાત્મગીતા, સ્તવનો અને ત્રણ પત્રોનો સમાવેશ થાય છે. આગમસાર’ ગદ્યકૃતિ છે. તે સકળ જૈન સિદ્ધાન્તોના દોહનરૂપ છે. જીવનું મિથ્યાત્વીમાંથી સમ્યકત્વીમાં પરિવર્તન કેવી રીતે થાય છે તે દર્શાવતાં યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણની પ્રક્રિયા સમજાવે છે. પછી વ્યવહારસમ્યકત્વ-નિશ્ચયસમ્યકત્વ. વ્યવહારજ્ઞાન-નિશ્ચયજ્ઞાન અને છ દ્રવ્યોનું નિરૂપણ કરે છે. પ્રત્યેક દ્રવ્યમાં નિત્ય, અનિત્ય, એક, અનેક, સતુ, અસતુ, વક્તવ્ય અને અવક્તવ્ય એ આઠ પક્ષો કેવી રીતે ઘટે છે તેનું બુદ્ધિગમ્ય વિવરણ કરે છે. ત્યાર બાદ નય, પ્રમાણ અને સપ્તભંગીને વિસ્તારથી સમજાવે છે. પછી છ દ્રવ્યોના છે સામાન્ય ગુણો અસ્તિત્વ. વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, સત્ત્વપણું અને અગુરુલઘુપણુંને વર્ણવે છે. પ્રમેયત્વ ગુણના નિરૂપણપ્રસંગે જૈનોની નિગોદની કલ્પનાને સમજાવે છે. ત્યાર પછી નિશ્ચયચારિત્ર અને વ્યવહારચારિત્રના નિરૂપણમાં ગૃહસ્થનાં બાર વ્રતોનું નિશ્ચય અને વ્યવહારદૃષ્ટિએ વિવરણ કરે છે. છેવટે ધમદિ ચાર ધ્યાનો, પદસ્થ આદિ ચાર ધ્યાનો, બાર ભાવના અને ચૌદ ગુણસ્થાનોનું આલેખન કરે છે. બધા સિદ્ધાન્તવિષયક વિચારોનો સંગ્રહ કરી સરળ ભાષામાં તેમને મૂકી આપવાનો દેવચંદ્રજીનો અહીં પ્રયત્ન છે. ધ્યાનદીપિકા' એ પદ્યકૃતિ છે. શુભચંદ્રાચાર્યના સંસ્કૃત ‘જ્ઞાનાર્ણવ'ના આધારે તેની રચના થઈ છે. ચોપાઈઓ, વિવિધ રાગોવાળી ૫૮ ઢાળો અને દોહાઓમાં એ વિભક્ત છે. તેમાં દ્વાદશ ભાવના, રત્નત્રય. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ. ત્રણ ગુપ્તિ, મોહજય, આસન, પ્રાણાયામ, નાડીશુદ્ધિ, પ્રત્યાહાર, મન્નસામર્થ્ય. બહિરાત્મા-અંતરાત્મા-શુદ્ધાત્મા, ધ્યાનોના ભેદો, સ્યાદ્વાદ આદિ વિષયોનું રોચક નિરૂપણ છે. પ્રાણાયામનું સામર્થ્ય જણાવી છેવટે તેઓ જણાવે છે કે પ્રાણાયામની સાધના. નિશ્ચયથી હેય; દેવચંદ્ર જિનધર્મમેં એ નાવિ આદેય.” આસન વિશે તેઓ કહે છે કે જિન આસન મન થિર રહે તેહી જ આસન સાર; કાઉસગ પર્યક દોઆસન પંચમ આર.' પોતે સંસ્કૃતમાં “નયચક્ર' લખી તેના ઉપર તેમણે બાલાવબોધ લખેલ છે. તેમાં અનેક દૃષ્ટિબિંદુઓનું વિશ્લેષણ કરી તેમને તત્ત્વવિચારણામાં યોગ્ય સ્થાન આપ્યું છે. તેમણે વસ્તુમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સાત રીતે સમજાવ્યા છે, પર્યાયના છ કારોનું નિરૂપણ વિશદ રીતે કર્યું છે અને નૈગમ આદિ નયોનું નિરૂપણ વિસ્તારથી કર્યું છે. - દેવેન્દ્રસૂરિએ પ્રાકૃતમાં રચેલા પાંચ કર્મગ્રન્થો ઉપર તેમણે લખેલો ટબો. ત્યેક પ્રાકૃત ગાથાને સમજાવે છે. ગાથાગત વિચારથી કંઈ વધુ ટબામાં મળતું વિચારરત્નસાર’ એ જૈન સૈદ્ધાંતિક વિચારોનો પ્રશ્નોત્તર રૂપે સંગ્રહ છે. જેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy