________________
૮૮ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મને લગતા ૩૨૨ પ્રશ્નોત્તરો છે.
તેમણે રચેલાં સ્તવનો દાર્શનિક વિચારોથી ભરપૂર છે. સ્તવનોમાં જૈન તત્ત્વજ્ઞાન અને ખાસ તો આત્માનું અનેક નયોથી સ્વરૂપવર્ણન મોટો ભાગ રોકે છે. અહિંસાની તાત્ત્વિક ચર્ચા કરતું “બાહુ જિન સ્તવન' ખાસ ધ્યાન ખેંચે છે. તેમનાં સ્તવનો તત્ત્વજ્ઞાન અને નરહસ્યથી પૂર્ણ હોવાથી સમજવાં અતિ અઘરાં છે. પરંતુ તેમણે પોતે રચેલ “ચોવીશી' ઉપર બાલાવબોધ લખી વાચકોની આ મુશ્કેલી દૂર કરી છે. આ બાલાવબોધ અત્યંત મહત્ત્વનો છે. તેની વિચારસમૃદ્ધિ અને સમજાવવાની સરળ શૈલીની દૃષ્ટિએ તે આપણું ધ્યાન ખેંચે છે. “અધ્યાત્મગીતા' ૪૯ ગાથાની નાની પણ સરસ કૃતિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org