SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ સમયસુંદર ૧૬૯ કિંસાર ખાધઊ તઈ એકલો રે, મુજનઈ ન તેડ્યઊ તેથિ. તું પેહૂ તું મંગતઊ રે, મુજ ક્યું તેડઈ એથિ. ૧૬. ભોજન જીમ તું ભલા રે, માખી વીજાવઈ મુજ, તું નાસઈ તીર નાંખતાં રે, હું આગઈ કરું ઝુબ્ધ. ૧૭. સમયસંદરના સમકાલીન કવિ નયસુંદર પોતાના “નલ-દવદંતી રાસના ‘કરસંવાદને સમયસુંદરના “કરસંવાદ' જેટલો ખીલવી શક્યા નથી. પોતાના પર આવી પડેલી આપત્તિઓના મૂળ સમી જુગારની રમત. કૂબર સાથે ફરીથી ખેલવા તૈયાર થતા નલને હજી બરાબર પદાર્થપાઠ મળ્યો લાગતો નથી ! જેણે પોતાના રાજ્યમાં જુગાર સહિતનાં સાત વ્યસનો ઉપર પ્રતિબંધ મુકાવ્યો છે એવો નલ કૂબર સાથે ફરીથી જુગાર રમે છે તે તર્કસંગત લાગતું નથી. વળી, અક્ષવિદ્યાના બળે તે જુગારમાં વિજયી થાય છે. આ રીતે કોઈ ગુપ્તવિદ્યાના બળે વિજય મેળવવાથી વ્યક્તિની પ્રામાણિકતાનો હ્રાસ થાય છે. નલ ફરીથી જુગાર રમે છે તે અંગે કારણ આપતાં શ્રી રમણલાલ ચી. શાહ લખે છે : “Hબરને પણ પ્રતીતિ થાય કે જુગારમાં ચડતી પડતી બંને આવે છે, એટલે ધૃતથી મેળવેલી વસ્તુ કાયમ માટે ટકતી નથી. આટલો બોધપાઠ કૂબરને શીખવવા માટે પણ ઘૂત રમવાની જરૂર હતી.” શ્રી રમણભાઈની આ દલીલ પ્રતીતિજનક બનતી નથી. પ્રસ્તુત રાસમાં આલેખાયેલ ચમત્કારનું તત્ત્વ અતિશયોક્તિની કોટિએ પહોંચ્યું છે. કરુણની જમાવટ પણ બરાબર થતી નથી. જૈનોમાં સુપ્રસિદ્ધ મૃગાવતીના ચરિત્રને પસંદ કરી કવિએ આલેખેલ મૃગાવતી ચરિત્રનું કથાનક જૈન આગમગ્રંથોમાં મળે છે. એમાંથી પ્રસંગો ઉપાડી લઈ સમયસુંદર તેને આગવો ઓપ આપે છે. મગાવતીનું પાત્રાલેખન કવિએ એવી કુશળતાથી કર્યું છે જેથી સમગ્ર કૃતિ મૂલ્યવાન બની રહે છે. પ્રસ્તુત કૃતિમાં અંત્યાનુપ્રાસ પ્રયોજી સુચારુતા સિદ્ધ કરી છે. શબ્દાલંકારમાં કવિ ભાગ્યે જ એના એ જ શબ્દોની પુનરુક્તિ કરે છે. શાંબપ્રદ્યુમ્ન ચોપાઈ' કવિની આરંભકાળની કૃતિ હોઈ હથોટી જામી ન હોય એ સ્વાભાવિક છે. ચમત્કારોથી ભરપૂર આ કથામાં કર્મનો સિદ્ધાંત આલેખાયો છે. કૃતિમાં વર્ણનો સિવાય અન્ય કોઈ વિશિષ્ટતા જોવા મળતી નથી. કવિની અદ્યાપિપર્યંત અપ્રકાશિત રહેલી ‘દ્રૌપદી ચોપાઈ' અમદાવાદમાં તેમની અંતિમ અવસ્થામાં રચાઈ હોવાનું જણાય છે. તેમાં દ્રૌપદીના પાત્રને ઠીકઠીક ઉપસાવ્યું છે. કથાપ્રવાહ એકધારો શાંતરસમાં ચાલે છે. સાગરદત્તના લગ્નનું કવિએ કરેલું વર્ણન મનોહર છે. આ ઉપરાંત ‘સિંહલસુત-પ્રિયમેલક રાસ' પુણ્યસારચરિત ચોપાઈ “વલ્કલચરી ચોપાઈ “વ્યવહારશુદ્ધિ-વિષયક ધનદત્ત શ્રેષ્ઠિ ચોપાઈ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy