SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય લાગે છે : વજજંઘ રાજા ઘરે, રહતી સીતા નારિ, ગર્ભલિંગ પરગટ થયા, પાંડુર ગાલ પ્રકાર. થણમુખિ શ્યામપણો થયો, ગુરુ નિતંબ ગતિ, મંદ, નયન સનેહાલા થયા, મુખિ અમૃતરસબિંદ. લવ-કુશ નગરમાં પધારે છે ત્યારે તેમનાં અનુપમ રૂપને નિહાળવા આતુર નારીઓની ચેષ્ટાઓનું ચિત્ર કવિકલમે એવું સ-રસ ઉપસાવ્યું છે કે પ્રેમાનંદની શબ્દચિત્ર આલેખવાની શક્તિની યાદ આપી જાય છે. આ કૃતિમાં માનવસ્વભાવનું - તેની લાક્ષણિકતાઓનું સુરેખ આલેખન થયું છે. પુરુષહૃદયની વિશાળતા અને સંકુચિતતા, સ્ત્રીહૃદયની કુસુમવતું કોમળતા અને પાષાણવત્ કઠોરતા જેવાં ઢંઢોના આલેખનમાંથી પાત્રોનો એક સુરેખ આકાર પ્રગટે છે. ચંદ્રનખાના શોકગીતમાં આલેખાયેલ પુત્રસ્નેહનાં સ્મરણો વાચકને હચમચાવી મૂકે એવાં છે. - કવિએ આલેખેલ વૃદ્ધાવસ્થાની સ્થિતિનું વર્ણન નરસિંહ મહેતાના “ઘડપણ કોણે મોકલ્યું એ કાવ્યની સાથે આબેહૂબ મળતું આવે છે. વળી, આ કૃતિમાંની કેટલીક રવાનુકારી પંક્તિઓ દ્વારા તેમની સર્ગશક્તિનો પરિચય મળી રહે છે. આમ, “સીતારામ ચોપાઈ' ૩૭૦૦ કડીનું એક સુદીર્ઘ કાવ્ય છે. જૂની ગુજરાતી ભાષામાં રામચરિતસંબંધી થયેલી રચનાઓમાં એક-બે અપવાદને બાદ કરતાં સૌથી દીર્ઘ છે. કૃતિ આટલીબધી દીધું હોવા છતાં કથાલેખનમાં કવિ સાતત્ય જાળવી રાખે છે. કથાવસ્તુનો બંધ એક-બે સ્થાનો સિવાય ક્યાંય શિથિલ જણાતો નથી. જોકે કથાવસ્તુમાં મૌલિકતાનો અભાવ વરતાય છે. પરંતુ પ્રચલિત વસ્તુને વાચકો સમક્ષ રસિક રીતે રજૂ કરવાની હથોટી હોઈને મૌલિકતાનો અભાવ ખૂંચતો નથી. પાંડવચરિત્ર' અને “મિચરિત્ર'ની નલકથાને કેન્દ્રમાં રાખી કવિએ રચેલ નલ-દેવદતી રાસમાં મનોહર કલ્પનાઓ દ્વારા જીવંત અને સુરેખ ચિત્રો આલેખ્યાં છે. આ રાસનું ઊજળું પાસું એ છે કે તેમાં કવિએ નલ અને દવદંતીનાં પાત્રોને તાદૃશ કર્યા છે. દવદેતીના રૂપને ઘડ્યા પછી ખુદ બ્રહ્મા રૂપઘડતરની કલા ભૂલી ગયા છે એવી કલ્પના કરતાં કવિ કહે છે : એક રૂપ ઉત્તમ ઘડ્યઉ રે, વલિ બીજઉ ન ઘડાય. રાયજી. વિગન્યાન માહરઉ વીસર્યઉ રે, વિહિ ચિંતાતુર થાય. રાયજી. ૬ ગુણ ગણિવા ભણી સરસતી રે. હાથિ ગ્રહી જપમાલ. રાયજી. પાર અજી પામઈ નહીં રે, કેતઉ હી ગયઉ કાલ. રાયજી. ૭. નલે દવદંતીનો ત્યાગ કર્યો તે વખતના તેના વલવલાટનું આલેખન કવિશક્તિનું દ્યોતક છે. વળી, આ કૃતિમાં આલેખાયેલ ડાબા-જમણા હાથ વચ્ચેનો સંવાદ એક અલગ કાવ્યકૃતિ તરીકે પણ આસ્વાદ્ય બની રહે તેવો છે. જુઓ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy