SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ સમયસુંદર ૧૬૭ પ્રગટ્યું હતું. આચાર્યોની મર્યાદા અને ધર્મના નિયમોને કવિએ ચુસ્તપણે વળગી રહેવાનો પ્રયત્ન કર્યો હતો. અન્ય ગચ્છવાસીઓની ટીકાથી તે વેગળા રહ્યા હતા. એટલું જ નહીં, પરંતુ ધર્મસાગરજીના સહાધ્યાયી, ગુરુબંધુ અને તપાગચ્છનાયક હીરવિજયસૂરિનો એમણે પોતાના ગણનાયક જેટલો જ માનમરતબો જાળવવાનો પ્રયાસ કર્યો હતો. પૂંજાઋષિ જેમણે ભોંયણી પાસેના રાતિજ કે રાંતેજ ગામમાં પટેલ જ્ઞાતિમાં અવતરી પાર્શ્વચન્દ્ર ગચ્છના વિમલસૂરિ પાસે દીક્ષાનો અંગીકાર કર્યો હતો તેમનું ચરિત્ર આલેખી સમયસુંદરે સર્વ ગચ્છ પ્રત્યેના સમભાવનું દર્શન કરાવ્યું છે. - કવિના કાળધર્મના વર્ષ અંગે ક્યાંય આધારભૂત માહિતી મળતી નથી. રાજસોમના એક અંજલિગીતમાં સમયસુંદરનું અવસાન સંવત ૧૭૦રના ચૈત્ર માસની સુદ ૧૩ના રોજ અમદાવાદમાં થયું હોવાનો ઉલ્લેખ છે. સંવત ૧૬૫૯માં રચાયેલ “શાંબ-પ્રદ્યુમ્ન ચોપાઈ'થી આરંભીને દ્રૌપદી ચોપાઈ' જે સં.૧૭૮૦માં રચાઈ હોવાનું નોંધાયું છે તે ગાળાને કવિનો કવનકાળ ગણાવી શકાય. આ સમયગાળા દરમિયાન થયેલી કવિની રચનાઓમાં એમની સર્જનશક્તિના ચમકારા ક્યાંક ક્યાંક જોવા મળે છે. એ માટે એમની કેટલીક ઉલ્લેખનીય દીર્ઘકૃતિઓ પર દૃષ્ટિપાત કરવો રહ્યો. જૈન સાહિત્યમાં રામકથાની બે ધારાઓ મળી આવે છે. એક વિમલસૂરિના પઉમચરિય’ તથા રવિણના પાચરિત’ની અને બીજી ગુણભદ્રના ‘ઉત્તરપુરાણ'ની. આ બે ધારાઓમાંથી પ્રથમ ધારાના કથાનકનો જૈન સમાજમાં અત્યંત પ્રચાર છે. સમયસુંદર પણ “સીતારામ ચોપાઈમાં ‘પદ્મચરિતને અનુસર્યા હોવાનો સ્વીકાર કરતાં કહે છે – પાંચમી ઢાલ એ ભાખી, ઇહાં પદ્મચરિત છઈ સાખી હો. સીતારામ ચોપાઈ' કવિની એક સ-રસ રચના છે. એમાંના કેટલાક પ્રસંગોને કવિએ રસમય રીતે ખીલવ્યા છે. તેમાં મૌલિક્તા પણ જોવા મળે છે. જેમકે, સીતાના દેહલાવણ્યના વર્ણનમાં કવિ કહે છે – ઘણ થણ કલસ વિસાલા, ઊપરી હાર કુસુમની માલા હો. સી. કટિબંક કેસરિ સરિખી, ભાવઈ કોઈ પંડિત પરિખ હો. સી. ૭ કટિતટ મેખલા પહિરી, જોવન ભરી જાયઈ લહરી હો. સી. રોમરહિત બે જંઘા હો, જાણે કરિ કેલિના થંભા હો. સી. ઉન્નત પગ નખે રાતા, જાણે કનકકૂરમ બે માતા હો. સી. નાકરના ‘રામાયણમાં આવતું સીતાનું વર્ણન ઉપર્યુક્ત વર્ણન સાથે સરખાવવા જેવું ગર્ભવતી સીતાના દેહસૌંદર્યનું વર્ણન કવિ સાધુસહજ મર્યાદામાં રહીને કરે છે. ગર્ભવતી સીતાની નાજુક સ્થિતિનું કવિએ દોરેલું શબ્દચિત્ર અત્યંત સ્વાભાવિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy