SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય રચનાઓની જેમ સાંપ્રદાયિક રંગે રંગાયેલી હોવા છતાં તેમાં કવિનાં પાંડિત્ય, ભાષાપ્રભુત્વ, બહુશ્રુતતા ઉપરાંત કવિત્વનાં દર્શન થાય છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યસર્જકોએ પોતાનાં અસલ નામઠામ વિશે પોતાની કૃતિઓમાં ઉલ્લેખ કર્યાનું જવલ્લે જ જોવા મળે છે. તેમાંય ખાસ કરીને મોટા ભાગના જૈન સર્જકો તો સાધુઓ હોવાને કારણે તેમના દીક્ષાકાળ પછીની જ વાતો મળે છે. એવું સમયસુંદરની બાબતમાં પણ બન્યું છે. એમનો જન્મ રાજસ્થાનના સાંચોરમાં થયો હતો એવો ઉલ્લેખ “સીતારામ ચોપાઈમાંથી મળે છે. એમના જન્મવર્ષ અંગે જે અનુમાનો થયાં છે તેમાં શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈનો અભિપ્રાય સમુચિત જણાય છે. તેઓ સં.૧૬૨૦થી ૧૭૦૦ એટલેકે ઈ.સ.૧૫૬૪થી ઈ.સ.૧૬૪૪ સુધીના ગાળાને કવિનો જીવનકાળ ગણાવે છે. ડૉ. રમણલાલ ચી. શાહ તેમને શ્રી દેશાઈ કરતાં ૧૦ વર્ષ પહેલા ગણાવે છે. સમયસુંદરના શિક્ષણ અંગે કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ થતી નથી. પરંતુ મોટી ઉંમરે દીક્ષા ગ્રહણ કર્યા પછી અધ્યયન કર્યાનું અનુમાન કરી શકાય. સાધુઅવસ્થામાં પર્યટનને કારણે તેમજ અભ્યાસ પ્રત્યેની તીવ્રતાને કારણે એમને વિવિધ ભાષાઓ ઉપરનું પ્રભુત્વ પ્રાપ્ત થયું હોય તેમ જણાય છે. સમયસુંદર પોતાને ખરતરગચ્છના અનુયાયી તરીકે ઓળખાવે છે. નેમિચંદ્રસૂરિથી આરંભી સકલચંદ્રગણિ સુધીની ગુરુપરંપરા કવિએ “અષ્ટલક્ષી અથરત્નાવલિ' નામના પોતાના સંસ્કૃત ગ્રંથની પ્રશસ્તિમાં ગણાવી છે. સમયસુંદરની મેધાવી પ્રતિભા અને સંયમી સાધુજીવને એમને વિવિધ પદવીઓના અધિકારી બનાવ્યા. એમને વાચકપદ સં.૧૬૪૯માં પ્રાપ્ત થયું હોવાનાં પ્રમાણો કવિના શિષ્યગણની કેટલીક કૃતિઓમાંથી મળે છે. આવા વિદ્વાન સાધુ સમયસુંદરનું શિષ્યમંડળ બહોળું હશે. પરંતુ એમાંથી માત્ર હર્ષનંદન, હર્ષકુશલ અને મેઘવિજયના ઉલ્લેખો મળે છે. એ શિષ્યોએ અનેક રીતે કવિને મદદ કરી હોવાના પુરાવા કવિની રચનાઓમાંથી જ પ્રાપ્ત થાય છે. એમના શિષ્યવૃંદમાંના વાદી હર્ષનંદન તક અને વ્યાકરણશાસ્ત્રમાં પારંગત હતા. પં. હર્ષકુશલે પણ કવિને ઘણી બાબતોમાં મદદ કરી હતી. મેઘવિજય નામના કવિના પ્રિય શિષ્ય સત્યાશિયા દુષ્કાળના કપરા કાળમાં તેમનો સાથ છોડ્યો નહોતો. કવિએ ઘણાં સ્થાનોનો પ્રવાસ કર્યો હોવાના ઉલ્લેખો એમની નાનીમોટી કૃતિઓમાંથી પ્રાપ્ત થાય છે. પ્રવાસ દરમિયાન કવિએ જ્ઞાનાર્જન ઉપરાંત અહિંસાનો મુક્તપણે પ્રચાર કર્યો હતો. એમ કહેવાય છે કે સિંધના મુખ્ય અધિકારી મખન્મ મહમદ શેખ કાજીને પોતાની વાકછટાથી આંજી દઈને એમણે સમગ્ર સિંધ પ્રાંતમાં ગૌહત્યા પર અને પંચનદીઓના જળચર જીવોની હત્યા પર પ્રતિબંધ મુકાવ્યો હતો. ઊંડા અભ્યાસ અને ધર્મચિંતનને કારણે કવિમાં અન્ય ગચ્છો પ્રત્યે ઔદાર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy