________________
VIII
એક નિષ્ઠાવાન જૂથ તૈયાર કરે તો જ એ સાહિત્યનો ઉદ્ધાર થાય.
છેવટે બે શબ્દ મધ્યકાલીન સાહિત્યના અધ્યયન, આસ્વાદ અને મૂલ્યાંકનને લગતી આપણી દૃષ્ટિ અને અભિગમ વિશે. એ સાહિત્ય પરંપરાનુસારી છે. એટલે આ સંદર્ભમાં “પરંપરાના અર્થસંકેતો અને તાત્પર્યની તલસ્પર્શી ચર્ચા કરવી એ એક પાયાની જરૂરિયાત થઈ. બીજું, એ સમયની રચનાઓ એકસાથે વિવિધ પ્રયોજનો – વ્યાવહારિક તેમ ઉચ્ચતર – સાધવાની દૃષ્ટિએ થતી હતી એ હકીકતને દૃષ્ટિ સામે રાખીને જ તેમનું ન્યાય કરતું વિવરણ-વિવેચન થઈ શકે. ત્રીજું ઘણીખરી રચનાઓનું પઠન નહીં, પણ શ્રવણ થતું. અને ચોથું જે ગ્રાહકવર્ગને માટે તેમનું "નિર્માણ થતું, અને તેમનો જે ઉત્પાદકવર્ગ હતો – એટલે “માગ’ અને ‘પુરવઠાને લગતી જે તે-તે સમયની પરિસ્થિતિ હતી (વૈપારી અર્થમાં આ ન સમજશો, ભલા !) – જે આર્થિક-સામાજિક-સાંસ્કૃતિક પરિવેશ હતો, તેની ઉપેક્ષા કરવી તે એ રચનાઓને, એ સાહિત્યને સાચી રીતે જાણવા-સમજવાનો રાજમાર્ગ છે એટલું યાદ રાખવું. આ પ્રયાસની સફળતા માટે ભાઈ જયંતને ધન્યવાદ.
હરિવલ્લભ ભાયાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org