SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ એક વિદ્યાકાર્યની શુભ શરૂઆત મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈન લેખકોનું પ્રદાન ઘણું મોટું છે – રચનાના પ્રમાણની, પ્રકારોની, વિવિધતાની તેમજ ગુણવત્તાની દૃષ્ટિએ. મો. દ. દેસાઈના “જૈન ગૂર્જર કવિઓ' દ્વારા, તથા જયંત કોઠારી વડે સંપાદિત “ગુજરાતી સાહિત્યકોશ (મધ્યકાલીન) દ્વારા એ હકીકતની પ્રતીતિ હવે તો પૂરી સ્પષ્ટતાથી આપણને મળી ચૂકી છે. આ બાબત પ્રત્યે ધ્યાન દોરવા તેમજ થોડાક વિશેષ મહત્ત્વના જૈન કર્તાઓ અને કૃતિઓના વિવરણ-વિવેચન દ્વારા કાંઈક નક્કર કરવાના હેતુથી, જયંત કોઠારીનાં પ્રેરણા અને આયોજનના પરિણામે ૧૯૮૭માં મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય વિશે એક પરિસંવાદ થયો હતો. તેમાં રજૂ થયેલા નિબંધો અહીં સંગૃહીત કરેલા છે. ગુજરાતી સાહિત્યનાં ઈતિહાસો, અધ્યયનો, પાઠ્યક્રમોમાં જૈન કૃતિઓની તેમના મહત્ત્વના પ્રમાણમાં જે અવગણના થઈ છે તે માટે વિવિધ કારણો ચીંધી શકાય. પણ બે બાબત મને વિશેષ જવાબદાર લાગે છે. ચાલુ સદીના ઉત્તરાર્ધમાં આપણે ત્યાં સાહિત્યનો જે ખ્યાલ ઉત્તરોત્તર વધુ પ્રભાવક બનતો ગયો તેને લીધે જે કૃતિમાં સીધું કે આડકતરું વિચારપ્રચારનું, આસ્થાભાવના વ્યક્ત કરતું તત્ત્વ હોય તેને ઊતરતી કૃતિ ગણવાનું કે ખરી કૃતિ ન ગણવાનું વલણ ઘણું પ્રબળ બન્યું. આથી ઘણીખરી મધ્યકાલીન કૃતિઓ નાતબહાર થઈ ગઈ. જે થોડીકને ઉદારભાવે કે પોતાના અતીતનું ગૌરવ કરવાની લાગણીથી “સાહિત્યનો મોભો મળ્યો તેમની ગુણવત્તા પણ, કૃતિનાં મૂળ પ્રયોજનોને અવગણી, આજનાં ધોરણો અને માનદંડોથી જ સ્થાપવાના પ્રયાસ થયા. બીજું, ગુજરાતીના ઘણા અધ્યાપકોમાં અધ્યયનની રૂચિ નબળી પડી છે કે રહી નથી. આવી પરિસ્થિતિમાં મધ્યકાળના સાહિત્ય તરફ અને તેમાંયે જૈન અહિત્ય તરફ દૃષ્ટિપાત કરવાની કેટલી સંભાવના ? આમ છતાં સન્નિષ્ઠ પ્રયાસ થોડુંક તો ઇષ્ટ પરિણામ જરૂર લાવે એનું દ્રષ્ટાંત પ્રસ્તુત સંગ્રહ પૂરું પાડે છે. એમાંના નિબંધોમાં હીરાણંદ, લાવણ્યસમય, જયવંત, કુશલલાભ, નયસુંદર, ઋષભદાસ, આનંદવર્ધન, આનંદઘન, યશોવિજય જેવા જૈન લેખકો તથા કેટલીક જૈન કૃતિઓનાં પરિચય અને ગુણદર્શન, થોડાક પ્રકારોની જાણકારી અને સામાન્ય પ્રવાહદર્શન રજૂ થયાં છે. થોડીક અત્યુક્તિ લાગે તોપણ, કહું કે આ તો પાશેરામાં પહેલી પૂણી છે. આવા સંખ્યાબંધ પ્રયાસો અને કેટલાંક સઘન અધ્યયનો થતાં રહે તેને પરિણામે જ જૈન પરંપરાના વ્યાપક પ્રદાનનું સાચું, સંતોષકારક ચિત્ર નિર્મિત થાય. વળી આ તો મુખ્યત્વે પ્રકાશિત જૈન સાહિત્યને જ કેન્દ્રમાં રાખીને વાત થઈ. હજી અપ્રકાશિત રહેલ ગુજરાતી સાહિત્ય અનેકગણું છે, ગંજાવર છે. પોતાના સમૃદ્ધ, વિપુલ સંસ્કારવારસાની જેમને ખેવના હોય તેવા ગુજરાતીઓ, જેનો જરૂરી ટેકો અને તાલીમ સુલભ કરીને જુવાન અભ્યાસીઓનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy