________________
ઉપાધ્યાય યશોવિજયજીની સાહિત્યકળા – કેટલાક મુદ્દા 7 ૨૧૯
તો આ રૂપકોની હારમાળા
તમે અંબર, અમે દિશા, તમે તરુઅર, અમે વેલિ, સૂકાં પણ મૂકાં નહિ રે, લાગી રહું રંગરેલિ.
*****
તમે યોગી, અમે વિભૂતિ, તમે અધિકારી, અમે કલમ,
***
તમે પુણ્ય, અમે વાસના, તમે ભાગ્ય, અમે લલાટરેખા.
Jain Education International
***
તમે સંયમ, અમે ધારણા, તમે રૂપી, અમે રૂપ.
તરુઅર-વેલિનું રૂપક તે એકમાત્ર પરંપરાગત રૂપક, બાકી બધાં નવાંનકોર. અધિકારી-કલમ જેવાં વ્યવહારજીવનમાંથી લીધેલાં રૂપક, તો અંબર-દિશા જેવાં વિરાટ પ્રકૃતિતત્ત્વનાં રૂપકો. યોગી-વિભૂતિ એ અધ્યાત્મજીવનચર્યાનાં રૂપકો ને બાકીનાં ઘણાં તો અમૂર્ત ગુણો ને વૃત્તિઓનાં રૂપકો. વિરાટથી માંડીને સૂક્ષ્મ તત્ત્વોને આંબી વળતી યશોવિજયની કલ્પનાલીલાનો આ કેવો વિસ્મયકારી પ્રભાવક આવિષ્કાર છે ! અને એમાંથી જંબૂસ્વામીની પત્નીઓનો જંબૂસ્વામી સાથે અંશ રૂપે એકત્વનો ભાવ કેવો પ્રબળપણે વ્યક્ત થાય છે !
યશોવિજય પરંપરાગત ઉપમાનોનો ઉપયોગ નથી કરતા એવું કંઈ નથી. પણ એની નોંધ લેવાનું અહીં પ્રયોજન નથી. છતાં એક ઉપમાવલિ તો ઉતારીએ જ. આ છે આખું ‘પાર્શ્વનાથજિન સ્વતન' :
વામાનંદન જિનવર, મુનિવરમાં વડો રે, કે મુ જિમ સુ૨ માંહી સુ૨૫તિ પરવડો રે, કે સુ૦
જિમ ગિરિ માંહી સુરાચલ, મૃગ માંહી કેસરી રે, કે મૃ જિમ ચંદન તરુ માંહી, સુભટ માંહી મુરરિ રે, કે સુ૦ ૧ નદીયાં માંહી જિમ ગંગ, અનંગ સુરૂપમાં રે, કે અવ ફૂલ માંહી અવિંદ, ભરતપતિ ભૂપમાં રે, કે ભ ઐરાવણ ગજ માંહી, ગરૂડ ખગમાં યથા રે, કે ગ૦ તેજવંત માંહી ભાણ, વખાણ માંહી જિનકથા રે, કે વ૦ ૨ મંત્ર માંહી નવકા૨, રતન માંહી સુરમણિ રે, કે ૨૦ સાગર માંહી સ્વયંભૂરમણ શિરોમણિ રે, કે ૨૦ શુક્લ ધ્યાન જિમ ધ્યાનમાં, અતિ નિરમળપણે રે, કે અ શ્રી નવિજય વિબુધ પય સેવક ઇમ ભણે રે, સે૦ ૩
પરંપરાગત છતાં ધોધની પેઠે આવતાં ઉપમાનો આપણને ખેંચી તો જાય છે જ. ને પરંપરાગત ઉપમાનોની વચ્ચે જૈન સંપ્રદાયમાંથી આણેલાં ‘વખાણ (વ્યાખ્યાન)માં જિનકથા' ‘મંત્રમાં નવકાર’‘સાગરમાં સ્વયંભૂરમણ (નામનો
For Private & Personal Use Only
www.jainelibrary.org