SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય તરીકે કલ્પવામાં એ ઇચ્છિત વસ્તુ આપે છે, માગ્યા વિના જ આપે છે અને સદ્ય આપે છે એમ સૂચવાય છે. ઉપરાંત, કરચંગુલી સુરતરુરૂપ છે એવી સીધી રૂપરચના કરી નથી, સુરતરુને સ્વર્ગથી ઊતરતાં ને તપસ્યા કરતાં વર્ણવ્યાં છે, તપસ્યાને પરિણામે એ કરઅંગુલી બન્યાં એમ કહ્યું છે. આમાં સુરતનો ઉદ્યમ અને કર-અંગુલી બનવામાં એની સાર્થકતા વ્યક્ત થાય છે. ખરેખર તો આ રીતે સુરતરુ હોવામાં કરતાં કરઅંગુલી બનવામાં વધારે મહિમા છે એમ સમજાય છે. તો આ વ્યતિરેક અલંકાર કહેવાય ? ‘શ્રીપાળ રાસ'માં ચૈત્યોની ભવ્યતા વર્ણવતાં નૂતન કલ્પના કરી છે કે “વિધુમંડલ અમૃત આસ્વાદ રે, ધ્વજ-જીહે લીયે અવિવાદ રે.” ચૈત્યો ધ્વજરૂપી જીભથી ચંદ્રના અમૃતનો જાણે આસ્વાદ કરે છે. ચૈત્યોની ભવ્યતા-દિવ્યતાઅમૃતમયતા અને ધજાઓની ઊંચાઈ આમાં ધ્વનિત થાય છે. આ અલંકારરચનામાં રૂપક-ઉàક્ષાની સંસૃષ્ટિ છે. જબૂસ્વામી રાસમાં જંબૂસ્વામી હોય છે તેનું વર્ણન કરતાં એક સરસ ઉàક્ષા ગૂંથી છે – નીચોઈનું પાણી રે, નાહ્યા જંબૂ શિર જાણી રે, લોચ ટૂકડો માનું એ કેશ આંસુ ઝરે રે. કેશમાંથી નીતરતા પાણીથી એવું લાગે છે કે જાણે લોચ નજીક જાણીને કેશ આંસુ સારી રહ્યા છે. આ કલ્પના ભાવિ કથાઘટનાનો સંકેત કરી જાણે કથાને આગળ લઈ જાય છે. દિક્ષાસજ્જ જંબૂકુમારનું આ વર્ણન જુઓ : ચિત્ત માહીં અણમાનું શુક્લ ધ્યાનનું પૂર, બાહિર આવી લાગ્યું, ઉજ્જવલ માનું કપૂર. જંબૂસ્વામીના શરીર પર કપૂરનો લેપ છે તે જાણે શુક્લ ધ્યાનનું પૂર એમના ચિત્તમાં ન સમાતાં બહાર આવ્યું હોય એવું લાગે છે. અહીં ભૌતિક દ્રવ્યને માટે માનસિક વૃત્તિનું ઉપમાન વપરાયું છે એ એક વિશેષતા અને જંબૂકુમારની દેહસક્કા ઉપરાંત એમની ચિત્તાવસ્થાનું, એમની આધ્યાત્મિક સ્થિતિનું સાથેલાનું વર્ણન થયું છે એ બીજી વિશેષતા. અને આ ઉન્મેક્ષાઓની હારમાળા – શ્રીપાલ-પ્રતાપથી તાપીયો રે લાલ, વિધિ શયન કરે અરવિંદ રે. કરે જલધિવાસ મુકુંદ રે, હર ગંગ ધરે નિસ્પદ રે, ફરે નાઠા સૂરજ ચંદ રે.. બ્રહ્મા કમલમાં વાસ કરે છે તે જાણે શ્રીપાલના પ્રતાપથી તપ્ત થઈને શીતળતા મેળવવા – આ બધી ઉોક્ષાઓમાં કવિએ પૌરાણિક ને ભૌગોલિક હકીકતોને કામમાં લીધી છે અને એ રીતે શ્રીપાલનો પ્રતાપાતિશય દર્શાવ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy