SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ધર્મના થયા છે. તેમનાં પદો પણ ‘આનંદઘન બહોત્તરીમાં નામસામ્યના કારણે અસાવધાની અને અણસમજથી તેના સંગ્રહકારે પ્રથમ શ્રી ભીમશી માણેકથી છપાઈ પ્રસિદ્ધ થયેલા સંગ્રહમાં મૂકી દીધેલાં લાગે છે. ઉક્ત બહોત્તરી'ની હસ્તલિખિત પ્રતો મેં અનેક જોઈ છે. પણ તે દરેકમાં ૭રથી ઓછાં, ક્વચિત્ ૭૨ અને ભાગ્યે જ તેથી વધુ મળે છે ને તે પણ ચારપાંચથી વધુ નહીં જ. આ સંબંધી જાંચ-સંશોધન હજુ સુધી કોઈએ કરવાનો પરિશ્રમ લીધો નથી. તે પદો પર વિદ્વાન વિવેચકોને શંકા તો થઈ જ હશે, પણ તે માટેની હસ્તલિખિત પ્રતો એકત્રિત કરી તે સાધન દ્વારા સમાધાન કે નિર્ણય કરવા પ્રત્યે તેમની ઉદાસીનતા. વર્તી છે. મારા અલ્પ સંશોધનથી હાલ એટલું કહી શકું કે એક સારી હસ્તપ્રતમાં ઉપલબ્ધ થતાં ૭૨ પદો પ્રસ્તુત મહાપુરુષનાં રચેલાં હોય એ સંભવિત છે. તે બહોંતેરેય ગણાવવા કરતાં તે સિવાયનાં જે પાંત્રીસ છપાયેલ બહોત્તરીમાં વધુ પ્રગટ્યાં છે તેની સંખ્યાના આંક આપવાથી ટૂંકામાં પતશે. તે આંક એ છે કે ઃ ૧રની સાખી, ૧૭, ૧૯, ૨૦, ૨૭, ૩૧, ૩૬, ૩૭, ૪૨, ૪૮, પ૩, પપ. ૫૬, ૫૮થી ૬૧, ૩, ૬૪, ૫ની સાખી, ૬૬, ૭૪થી ૭૬, ૮૦થી ૮૧ કે જેમાં કવિ-નામ “આનંદ આપેલ છે, ૮૨, ૮૪, ૯૪, ૯૬થી ૧૦૩ અને ૧૦૫થી ૧૦૭. આ પાંત્રીસમાં કદાચ બેચાર આનંદઘનજીનાં સ્વતઃ રચિત હોય, પણ તેથી વિશેષ તેમનાં નહીં હોય. આની પુષ્ટિમાં મીરાં, કબીર વગેરે તેમજ ઘનાનંદ આદિ જૈનેતર તેમજ જેન હિંદી કવિઓના પદસંગ્રહ ભેગા કરી ખોજ કરવામાં આવે તો આધાર મળી રહે. મેં દિગંબર જૈન હિંદી કવિઓ નામે બનારસીદાસ, ભૂધર અને ઘાનતરાયનાં પદોનો સંગ્રહ તપાસી જોયો તે માલૂમ પડ્યું કે તેમનાં કોઈ પદો આનંદઘનજીના નામે ચડી ગયાં છે અને સાથે પરિવર્તન પણ પામ્યાં છે; દા.ત. બનારસીદાસ કે જેનો જન્મ સં. ૧૬૪૩માં થયો તેની નાની કૃતિઓનો સંગ્રહ “બનારસીવિલાસ' સં. ૧૭૦૧માં થયો હતો. તેઓ આગ્રામાં બહુ રહ્યા. તેઓ પ્રથમ શ્વેતાંબર સંપ્રદાયના અનુયાયી હતા અને પછી દિગમ્બર સંપ્રદાયના થયા હતા. તેઓ એક પ્રતિભાશાળી કવિ ઉપરાંત અધ્યાત્મી અને વેદાન્તી હતા. ક્રિયાકાંડ પર ઘણું મહત્ત્વ આપતા નહીં. ‘સમયસાર નાટક' એ તેમનો પ્રસિદ્ધ ગ્રંથ છે. તેમના બનારસીવિલાસ'માં છેવટે આપેલાં પદોમાંનું પદ કે જે “આનંદઘન-બહોત્તરી'માં ૧૦૫માં પદ તરીકે ફેરફાર પામી છપાયું છે તે તેની સાથે સરખાવીએ : બનારસીદાસ મૂલન બેટા જાયો રે સાધો, મૂલની જાને ખોજ કુટુંબ સબ ખાયો રે, સાધો, મૂલન, જન્મત માતા મમતા ખાઈ, મોહ લોભ દોઈ ભાઈ, કામ ક્રોધ દોઈ કાકા ખાયે, ખાઈ તૃષના દાઈ. પાપી પાપ પરોસી ખાયો, અશુભ કરમ દોઈ મામા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy