SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મી શ્રી આનંદઘન અને શ્રી યશોવિજય ] ૧૯૭ કૃષ્ણગઢ મધ્યે ટબો લિખ્યો, પર મેં ઇતરાં વરસાં વિચારતાંવિચારતાં હી ઇસી સિદ્ધિ થઈ.' આમ ૩૮ વર્ષના ખૂબ વિચારને અંતે કરેલા બાલાવબોધથી પોતાને સંતોષ થયો નહોતો. આનંદઘનનાં બાવીસ સ્તવનોમાં મૂકેલા વિષયો એકએકથી ચડે છે અને તેમાં કોઈએ નહીં કહેલું એવું અપૂર્વ વસ્તુ આવે છે. (૧) નિરુપાધિક પ્રીત (૨) સત્યમાર્ગની વિ૨લતા અને ‘કાલલબ્ધિલઇ પંથ નિહાલશું રે, એ આશા અવલંબ' એ આશાવાદ (૩) પ્રભુસેવારહસ્ય (૪) દર્શન-દુર્લભતા (૫) પ્રભુનાં ગુણવાચી નામો (૬) પરમાત્મામાં આત્માર્પણ (૭) કર્મવિચ્છેદ-પરમાત્મત્વપ્રાપ્તિ (૮) પૂર્વ જન્મે ન થયેલ એવા પ્રભુદર્શનની પ્રબલ ઇચ્છા (૯) પ્રભુપૂજા (૧૦) પ્રભુમાં ત્રિભંગીઓ (૧૧) અધ્યાત્મ (૧૨) પ્રભુનું શુદ્ધ સ્વરૂપ (૧૩) પ્રભુમૂર્તિ-દર્શનથી વાંછિત સિદ્ધિ (૧૪) પ્રભુસેવા ખાંડાની ધાર (૧૫) ધર્મનો મર્મ (૧૬) સમભાવ શાન્તિનું સ્વરૂપ (૧૭) ચંચલ મન (૧૮) પ્રભુનો પ્રરૂપેલ ધર્મ (૧૯) સેવક તરીકે વિનંતી (૨૦) પ્રભુપ્રાર્થના (૨૧) છ દર્શનનો જૈન દર્શનમાં સમન્વય (૨૨) રાજુલની વિનંતી. ૨૩મા અને ૨૪મા જિનનાં સ્તવનો કેમ સાંપડતાં નથી ? (૧) શું તે મહાપુરુષનો તે ૨ચે તે પહેલાં દેહ પડી ગયો હશે ? (૨) તેમનાં રચેલાં લુપ્ત થયાં હશે ? (૩) તે લોક પાસે મૂકવા યોગ્ય નહીં ગણી જાણી જોઈને મુકાયાં નહીં હોય ? – ત્રીજો વિકલ્પ વધુ સંભવિત હોય એમ કોઈ તર્ક કરે છે, કારણકે તે જૈનયુગ’ માસિકના સં.૧૯૮૨ના ભાદ્રપદ આશ્વિનના અંકમાં પૃ.૬૬માં મેં પ્રસિદ્ધ કરેલા તેમના જ રચેલાં હોય તો તેમાં ૨૩મા પાર્શ્વજન સ્તવન'માં નિશ્ચયમાર્ગ છે અને ૨૪મા ‘વીજિન સ્તવન’માં ‘અલખ અગોચર અનુપમ અર્થનો, કોણ કરી જાણે રે ભેદ, સહજ વિશુદ્ધયે રે અનુભવ-વયણ જે, શાસ્ત્ર તે સયલા રે ખેદ; દિશિ દેખાડી રે શાસ્ત્ર વિ રહે, ન લહે અગોચર વાત, કારજ સાધક બાધક રહિત જે, અનુભવ મિત્ત વિખ્યાત' એમ જણાવી શાસ્ત્ર કરતાં અનુભવની વિશેષતા બતાવી છે; સઘળાં શાસ્ત્રને ‘ખેદ’ શબ્દ વાપરી તેમને ઉતારી પાડવા જેવું વચન લોકો માની લે અને તેથી અવિપર્યાસ કરે એ કારણે તે ગોપ્ય રખાયાં હોય. બીજા ઘણા કવિઓએ જિનસ્તવનો રચ્યાં છે. તે સર્વમાં આનંદઘનનાં સર્વોપરિપદ લે છે. કવિ ને મર્મી (mystic) તરીકેનું તેનું સ્થાન સર્વોત્તમ છે. જૈનેતર ગૂજરાતી કવિઓમાં પણ એમનું પદ કોઈ લઈ શકે તેમ નથી. તેઓ સત્યશોધક, આત્મગદ્વેષણા કરનાર અને આત્મજ્ઞાની હતા એ, તેમાંથી વિચારકને સહજ જણાય તેમ છે. ---- સ્તવનો ઉપરાંત હિંદી ભાષામાં એમણે બોતેર પદો રચ્યાં જ છે અને તે ‘આનંદઘન બહોત્તરી' તરીકે પ્રસિદ્ધ છે. ૭૨ ઉપરાંત બીજાં તેમના નામે ચડ્યાં છે, ને કુલ તેમનાં તરીકે ૧૦૭ પો છપાયાં છે, તેમાં બીજા કવિઓનાં પણ મિશ્રિત થયાં લાગે છે. છપાયેલાંમાં દા.ત. પદ પ૩, ૬૩ તે ‘બંસીવાળા’ ‘વ્રજનાથ' સંબંધી છે તે આપણા આ આનંદઘનનાં લાગતાં નથી, તે જ અગર તેવા નામના કવિઓ અન્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy