SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯s | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય સમજાવે છે કે : આશય આનંદઘન તણો, અતિ ગંભીર ઉદાર, બાલક બાંહ પસાર જિમ, કહૈ ઉદધિ-વિસ્તાર, તેમ મનોરથ મુઝ મને, પિણ બુધિ વિણ કિમ થાય, ગુરકિરપાથી ગહન નગ, પંગુર પાર લંઘાય. કત-આશય અતિ કઠિન, કેમેહી ન લખાય, પિણ જેહવી મુઝ ધારણા, અરથ તેહવો થાય, ઈક ગતિ મતિ આદર્શની, જેહવી મતિ મુખ હોય. તેહવા મતિ-આદર્શમાં, આનન-અર્થઉ જોય. કિહ મારી મતિ કિહ અરથ. અંતર દિન નિ હોય. આશય દિન તે અતિ ઉજલ, મતિ અમાવાસ મોહિ, બાલક બાંહ પસાર જિમ, કહિ હૈ નભ- વિસ્તાર, જ્ઞાનસાર તિમહિ લિગો, અર્થ વિચાર વિચાર. પિણ આતમ-અનુભવ વિના, આનંદઘન પદ-અર્થ, કરવો તે ગતિ આંખને, જેહવા અંજન વ્યર્થ. બાવીસી'ના અર્થ પૂરા કરી વળી જ્ઞાનસાર કહે છે કે : મુઝ પદ આનંદઘન પદે, પદ ન અર્થ આમેજ, તારિનમેં કબહુ ન હુવે, ચંદ્રકિરણ સો તેજ, પિણ બાવીસે જિન નકી, તવના કરી બાવીસ, આગે તવના ના કરી, આનંદઘન કવિ-ઈશ. પૈ આશય કવિકો કઠિનઅતિ ગંભીર ઉદાર, વજ ઉદધિ આકાશ પર, ઉપમેયોપમ ધાર, પર (પખ) વિન ઉડન કઠિન, તિરન વિન તેરુ જલરાશિ, તેમેં બુદ્ધિ વિના અરથકરણે મહા પ્રયાસ. ઈં ઉમંગ અતિ રસતે, હુતો વચન મનવૃત્તિ, આશય ગિરિ મુઝ પંગુ મતિ, ન કરે ચઢન-પ્રયત્ન. રાજ દુસહ જિનવર કહે, આને કર્યો પ્રયાસ, કે ગુરકિરપાને કર્યો. સફલ અરથ આયાસ. ભાષાકી ભાષા કરી, મેરી મતિ અનુસાર, વિબુધ અશુદ્ધ લખિ સોધસી, કરસી મુઝ ઉપગાર. અને ગદ્યમાં ત્રીજા જિન સ્તવનના બાલાવબોધ અંતે કહે છે કે : આનંદઘનનાં વચન છે તો સ્વાવાદ-ટંકશાલી, પણ આશયનું દુર્લભપણું. થોડે અક્ષરે અર્થનું બાહુલ્ય, એહની યોજનાનું એ પ્રમાણીપણું છે.' વળી પોતે કહે છે કે “ જ્ઞાનસારે મારી બુદ્ધિ અનુસાર સં.૧૮૨૯થી વિચારતેવિચારતે સં.૧૮૬૬ શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy