________________
૧૯ર D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
ક્ષણ ચૌબારે માળીયે, ક્ષણ હિંડોળાખાટ; ક્ષણ લાખીણે ઓરડે, પૂરે મનની આટ. ક્ષણ ચાખડીયે ચાલતો, ઠમકે ઠવતો પાય;
મુખ મરકલડાં મેલતો, માનિની મોહ ઉપાય. બસ, આમ
ખેલે ફૂલતળાઈએ, મેલી સરવે રીત. કવિ સરળ ભાષામાં, તળપદી વાણીમાં, કથાદોર સાથે વાચકો શ્રોતાનું ચિત્ત જોડાયેલું જ રહે એવી સરળ પ્રવાહી રીતે વાત કર્યે જાય છે. એમની ભાષા હિંદીના મિશ્રણથી જેમ જુદી વરતાઈ આવે છે તેમ આ તળપદો વૈભવ પણ નોંધવો પડે ! – સાધુતા વિસરી ગયો !
અહીંથી કથા જરા પાછલા પ્રસંગનું ચિત્ર આપે છે. સાધુ એના સાથીથી જુદો પડેલો. ગોચરીએ બે સાથે નીકળેલા. ત્યારે, આ સાથીએ પાછળ જોયું તો એ ન મળે ! ખ્યાલ આવી ગયો. નક્કી નારીએ ભોળવ્યો.
નારી નયણે ભોળવ્યા, ભૂલા પડ્યા અપેહ,
હરિહર-બ્રહ્મા સારિખા, હજી ય ન લાધ્યા તેહ. વાંક પોતાનો લાગ્યો. પોતે ધ્યાન ન આપ્યું ! વિલપવા લાગ્યો. આચાર્ય આગળ આવીને કહે :
માહરો અત્રક કિણે દીઠો નહિ રે ! માતાએ સાંભળ્યું. એ ય વિલપવા લાગી. (‘મારું માણેકડું...' જેવું જ સુંદર વિલપન !) ગામેગામ ગોતે નીકળીને ઘેરઘેર પૂછે :
ઘરઘર પૂછે વિલખાણી થઈ રે : “દીઠો કોઈ નાનડિયો વેશ રે ?
ખાંધે તર લાખાણી લોબડી રે. મુનિવર રૂપ તણો સન્નિવેશ રે શેરીએ-શેરીએ ફરીફરીને. ઘેરઘેર રીહેરીને માળિયે-માળિયે
ઘેરઘેરી પૂછે નાર રે ! પાછું ચિત્ત ફરે છે. અહંત્રક રમણીરંગે મસ્ત છે. ઝરૂખે બેસીને પાસે રમે છે ત્યાં –
રડતી પડતી સાધવી રે માતા દીઠી તામ રે ! બે જ શબ્દો એક કરુણઘેરું સજીવ ચિત્ર ખડું કરે છે બરડતી પડતી.” ને પશ્ચાત્તાપનો પાર ન રહ્યો :
ગુરુ છોડી ગોખે રમું રે. માતા ટળવળે આમ રે ! ‘ગુરુ' અને “ગોખ'માં “ગ'નો પ્રાસ અને પરિસ્થિતિભેદ બન્ને સાથે વીંધાયા ! આખીયે આ ઢાળ એના પશ્ચાત્તાપની છે. આત્મોપદેશની છે. જાગેલો પોતાની જાતને જ પહેલો ચેતવે : આ મંદિર-માળિયાં કોનાં ? આ રમણીરંગ કોનો ? કેટલા દા'ડાના ? ચાર દિવસના જ ને ? તનધનજોબનનો આ અહંકાર !? ખંખેરો :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org