SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ મહિમાસાગરશિષ્ય આનંદવર્ધનની કવિતા D ૧૯૩ રાવણ સરીખા રાજવી રે, લંકા સરખો કોટ રે, રૂઠે કમેં રોળવ્યો રે રામચન્દ્રજીકી ચોટ રે ! જે મૂછે વળ ઘાલતા રે, કરતા મોડામોડ રે, તેહ મસાણે સંચય ૨. કાજ અધૂરા છોડ રે. આત્મભાન જાગતાં જ – અહંન્નક ઊઠી ગયો, ખેલ અધૂરો છોડ. માની માફી માગી. માને તો પુત્ર જાગ્યો એથી જાણે દૂધ વૂક્યા મેહ રે !” નંદન ! શું કીધું તેં એહ ? તું શું બોલ્યો ! વાહ! હૈયું ઠર્યું. ઉપદેશ આપવા માંડીઃ સૌ પોતપોતના સ્વાર્થે રાચ: સ્વાર્થ પૂરો થતાં વહેતાં મૂકે. સાથ ન આવે સુંદરી, સાથ ન આવે આથ, ઊઠી જાવું એકલું રે, ઠાલા લેઈ બે હાથ રે. મન પાછું વૈરાગે વળ્યું હતું ને માનો ઉપદેશ મળ્યો. એટલે સંવેગી-શિર-સેહરો. વૈરાગ્યે મન વાળી, છોડી મંદિર નવલખાં, ઊઠી ચાલ્યો તત્કાળી. ગુરને ભેટ્યો. દીક્ષાશિક્ષા ગ્રહી. ગુરુએ શિખામણ આપી, વૈરાગ્ય બોધ્યો. ગ્રહ્યો. છેવટે અનશન લઈને મુક્તિ પામ્યો. ને છેલ્લી બે જ કડીઓ સમાપનની છે ? જિન તણી શીખ સોહામણી રે, કરે કુળઅવસ, ' તે લહે લીલા આણંદ શું જેમ વિલસે રે ગંગાજળ હંસ. સંવત સત્તર ચિમોત્તરે વડ ખરતરગચ્છ વાસ, ગણિ મહિમાસાગર હિત વડે આણંદે કહ્યો રાસવિલાસ રે ! એ બે કડીઓને બાદ કરો તો કથા નિબંધ સતત સ્વચ્છ કલકલતા ઝરણાની જેમ વહી છે. ખૂબ ગમે એવી કૃતિ છે. - આ સિવાય પણ છૂટક સ્તવન-છંદાદિ છે. એમાં પણ કવિગુણે કાવ્યાસ્વાદ – ધર્મબોધની સાથોસાથ – મળે છે. સંસારની જાળમાં ફસાયેલા જીવનું એક ચિત્ર “શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ જિન છંદ' નામે નવ કડીની રચનામાં છે. રૂપકચિત્ર જુઓ : એ તો ભમરલો કેસૂડા ભ્રાન્તિ ધાયો. જઈ શુક તણી ચંચુ માંહે ભરાયો, શુકે જાંબુ જાણી ગલે દુઃખ પાયો, પ્રભુ લાલચે જીવડો એમ વાહ્યો ! ભમરે પોપટની રાતી ચાંચને કેસૂડો માન્યો, તો પોપટે ભમરાને જાંબું માન્યું ! બન્ને ફસાયા ! પણ વાંચનાર ફસાતો નથી ! એને બોધને મિષે પણ આમ કાવ્યરસ મળે છે ! આવા કવિઓ સ્વતંત્ર અભ્યાસને પાત્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy