SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મી શ્રી આનંદઘન અને શ્રી યશોવિજય મોહનલાલ દલીચંદ દેશાઈ - - - - * આનંદઘનકો આનંદ, સુજશ હી ગાવત, રાહત આનંદ સુમતિ સંગ. * સુમતિ સખિકે સંગ નિતનિત દોરત, કબહુ ન હોતહી દૂર, જશવિજય કહે સુનો હો આનંદઘન !, હમ તુમ મિલે હજૂર. – યશોવિજયની ‘આનંદઘન અષ્ટપદી' પદ ૧ ને ૨. બંને હતા સંસારથી વિરક્ત સાધુઓ – એક ફક્કડ – ‘અવધૂ' – અવધૂત એટલે મસ્ત, આત્મલક્ષી, આત્માની ધૂનવાળા. અથવા આત્મધૂત એટલે આધ્યાત્મિક દૃષ્ટિએ સંયમી, ત્યાગી, ઉગ્ર આત્મલક્ષી અધ્યાત્મી “મમ્' (mystic), જ્યારે બીજી મહાન તાર્કિક – ‘ન્યાયવિશરદ’ અને ‘ન્યાયાચાર્ય એ પદોથી વિભૂષિત પંડિત. બંને હતા કવિઓ. એક તીવ્ર સિદ્ધાંતબોધ, ઊંડી માર્મિક શસ્ત્રષ્ટિ અને અનુભવયોગથી ભરેલાં જિનસ્તવનો તથા ભક્તિ-વૈરાગ્યપ્રેરિત રહસપૂર્ણ ગીતો-પદોમાં પોતાના અંતરનિગૂઢ ભાવોને (mysticismને) “વેદ ન જાનું કિતાબ ન જાનું, જાનું ન લચ્છન છંદા. તકવાદ વિવાદ ન જાનું, ન જાનું કવિ-જંદા' (પદ ૨૬મું) એમ નમ્રપણે કહેતા-જાણતા છતાં પ્રેરણામય ઉલ્લાસથી ભરેલી સમર્થ ભાવવાહી વાણીમાં લોકભાષા દ્વારા વ્યક્ત કરનાર અધ્યાત્મી કવિ, અને બીજા ન્યાય, અધ્યાત્મ, યોગ, કથા આદિ વિષયોને સંસ્કૃત, પ્રાકૃત અને લોકભાષા દ્વારા પદ્યમાં ગૂંથનાર તથા “વાણી વાચક જશ તણી, કોઈ નયે ન અધૂરી રે' (શ્રીપાલ રાસ, ૪–૧રની છેલ્લી પંક્તિ) એવો હિંમતથી દાવો કરતા વિદ્વાન કવિ. બંનેના નિંદક છિદ્રાન્વેષી અને વગોવનારા તેમના સમયમાં અનેક હતા – બન્નેને યથાસ્થિત પ્રીછનારા પરીખ' ભાગ્યે જ હતા. સંતજનોની દશા તેમના સમયમાં પ્રાયઃ એવી હોય છે, છતાં તેઓ તો ‘આત્મજ્ઞાની, સમદર્શી ને વિચરે ઉદયપ્રયોગ’ એ પ્રમાણે રહી પોતાની અપૂર્વ વાણી' કર્થે જાય છે. આ બંને મહાપુરુષોનું સુખદ મિલન થયેલું, પરિણામે જે નય પંડિત અને પ્રતિભાશાળી વિદ્વાન અધ્યાત્મરસિક હતા તે વધુ આત્મસ્થિત અધ્યાત્મી બન્યા. આનંદઘન એ તખલ્લુસ છે. તેમનું મૂળ નામ લાભાનંદ હતું. એનું પ્રમાણ જ્ઞાનવિમલસૂરિએ એમનાં બાવીસ સ્તવનોનો બાલાવબોધ કર્યો તેમાં તે સ્તવનો લાભાનંદજીત’ છે તે સ્પષ્ટ જણાવ્યું છે. અને દેવચંદ્રજીના વિચારરત્નસાર'માં પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન’ એ આનંદઘનના “ધર્મનાથ જિન સ્તવનનું ચરણ ટાંકી એવું શ્રી લાભાનંદજીએ કહ્યું છે એમ તે ગ્રંથમાં છે. વિશેષમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy