SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ મહિમાસાગરશિષ્ય આનંદવર્ધનની કવિતા મે ૧૯૧ ખરે બપોરે ગોચરી રે લાલ, નગર તણા પંથ દૂર હો તાતજી ! તડતડતા તડકા પડે રે લાલ, સ્વેદ તણા વહે પૂર હો તાતજી ! ઢાળનું ધ્રુવપદ છે હો તાતજી' ! પિતા વિહોણા બાળકના મનનો સહજાર ને તડકા કેવા લાગ્યા ? તડતડતા ! શ્વાસ ભરાણો સાધુજી રે લાલ, ધગધગ ધગતે પાય રે હો તાતજી ! - તડકે તન રાતું થયું રે લાલ, જોવન સોવન કાય રે હો તાતજી એકમાં પંકૃત્યન્ત રે લાલ' ને બીજીમાં રે હો તાતજી' એમાં કવિનો હંગત ભક્તિભાવ પણ ઢળ્યો છે તે સૂચવાય છે. પ્રાસો અનાયાસ સધાતા આવે છે. એ ચિત્રને સુરેખ ભાવાનુપ્રાણિત કરે છે : “ધગધગતે પાય” અને “જોવન સોવન કાય'. હવે બાળક મોટો થયો છે. ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલી છે. પણ એ પાછું વાળીને જોતો સુધ્ધાં નથી. એમાં એક વાર થાક્યો. એક આવાસ નીચે જરા થાક ખાવા બેઠો. એને ત્યાં ગોખે બેઠેલ સુંદરીએ જોયો : તિણ અવસર તેણે ગોખમેં બેઠી દીઠી નાર; તરુણી-તન-મન ઉલ્લલ્લું, નયણે ઝળક્યું વારિ. તરુણને જોતાં જ એ વિરહિણી એકાકિનીનું મન ચળ્યું. કવિ પુલિંગી પ્રયોગ કરે છે : “મન ચળ્યો'. “મુનિવર દેખી મન ચળ્યો’ એ આ ઢાળની ધ્રુવપંક્તિ છે. એ એકલી છે, વૈભવી છે. સ્વેચ્છાચારી છે. વળી આઠ ગણો નથી કહ્યો નારી-વિષયવિકારો રે; લાજ ચઉગુણી ચિત્ત ધરે, સાહસનો ભંડારો રે. આ વ્યાપકોક્તિને કવિ દૃષ્ટાન્તોથી અનુમોદન આપે છે. આ તરુણીએ પણ સખીને મોકલીને ઋષિરાયને તેડાવ્યો. પગે લાગી. પૂછ્યું : શું માગો સ્વામી તમે? કવણ તુમારો દેશો રે ? રૂપવંત રળિયામણા, દીસો જોબનવશો રે ! આ કહે: ‘હું તો સાધુ. દેશવિદેશ વિચરું મનથી પ્રભુમાં અનુરક્ત રહીને. મને તો માત્ર ભિક્ષા ખપે.” એ તો ઘરમાં જઈને કેસરમિશ્રિત મોદક લઈ આવી. વહોરાવતાં-વહોરાવતાં કહે : હે ગુણવંતા સાધુજી, ભમવું ઘરઘરબારો રે, દિક્ષા દુષ્કર પાળવી, વિસમો તુમ આચારો રે ! અહીં મહાલય છે, હિંડોળાખાટ છે, ફૂલોની મહેક છે, સરખે-સરખી જોડ આપણી છે; મોતીનાં ઝૂમખાં, રૂપેણી રોળ, લાખેણા ઓરડા, રત્નજડ્યા પડસાળ – આ વૈભવ આખો તમારો. આવો.” ને મુનિવર ચળ્યા. મુનિવર ચઢિયા માળીયે, ચાલી ગયા અણગાર, ભામીની શું ભીનો રહે, વિરૂઓ વિષયવિકાર. એનુંયે સરસ ચિત્ર આપે છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy